Quiz banner

ભાવઘટાડો:ઇ-વ્હીકલ ખરીદવું હોય તો ટોપ-5 સ્કૂટર્સનું લિસ્ટ ચેક કરી લો, GST ઘટવાથી સ્કૂટર્સની કિંમતમાં ₹8થી ₹28 હજારનો ઘટાડો નોંધાયો

2 વર્ષ પહેલા
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

એક તરફ પેટ્રોલ પર દોડતા ટૂ-વ્હીલરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજીબાજુ ઇલેક્ટ્રિક વાહનોના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક દિવસ અગાઉ જ સરકારે ફાસ્ટર અડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વાહનો (FAME II) યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ પરના GSTમાં ઘટાડો કર્યો છે. ત્યારબાદ આ સ્કૂટર્સના ભાવ ગગડી ગયા છે. આ સ્કૂટર્સની કિંમત 28 હજાર સુધી ઘટી ગઈ છે. અગાઉ ઇલેક્ટ્રિક વાહનો પરનો GST દર 12% હતો, જે હવે ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. આનાથી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સના ભાવમાં 28,000 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.

Loading advertisement...

તો ચાલો જાણીએ કે સબસિડીને કારણે સસ્તી થઈ ગયેલા ટોપ-5 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કયા છે?
1. TVS iQube
તેના ભાવમાં 11,250 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ TVS iQube ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 1,00,777 રૂપિયા (એક્સ શો રૂમ) થઈ ગઈ છે. જે અગાઉ 1,12,027 રૂપિયા હતી. TVSનું આ બેટરી સંચાલિત સ્કૂટર 4.4 kw ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ છે.

2. રિવોલ્ટ RV 400
રિવોલ્ટ મોટર્સ કંપનીની RV 400 ફર્સ્ટ ઇલેક્ટ્રિક બાઇક છે. RV 400 એ ટોપ વેરિઅન્ટ છે જ્યારે RV 300 એ બેઝ વેરિયન્ટ છે. કંપનીએ RV 400ની કિંમત લગભગ 28,200 રૂપિયા ઘટાડી છે. પહેલા રિવોલ્ટ RV 400 મોડેલની એક્સ શો રૂમ કિંમત 90,799 રૂપિયા હતી. જે હવે 62,599 થઈ જશે. કંપનીએ રિવોલ્ટ RV 400 બાઇકમાં 5kW ઇલેક્ટ્રિક મોટર આપી છે. તેમાં ત્રણ રાઇડિંગ મોડ્સ આપવામાં આવ્યા છે - ઇકો, નોર્મલ અને સ્પોર્ટ વેરિઅન્ટ. રિવોલ્ટ RV 400 બાઇક સાથે કંપની 8 વર્ષ અથવા 1.5 લાખ કિમી સુધીની વોરંટી આપે છે.

3. ઓકિનાવા iPraise+
કંપનીએ ઓકિનાવા iPraise+ની કિંમત 1.15 લાખ રૂપિયા રાખી છે. પરંતુ તેમાં 7,200 રૂપિયાથી લઇને 17,900 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આને કારણે તેની કિંમત 107,800થી લઇને 97,100 થઈ ગઈ છે. કંપનીએ ગ્લોસી રેડ બ્લેક, ગ્લોસી ગોલ્ડન બ્લેક, ગ્લોસી સિલ્વર બ્લેક કલરમાં ઓકિનાવા iPraise+ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ માટે એક અલગ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી ઓકિનાવા ઇકો એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે. SOS નોટિફિકેશન સેફ્ટી ફીચર છે. તેનાથી ઇમર્જન્સી પરિસ્થિતિમાં લિસ્ટમાં સામેલ લોકોને મેસેજ અને ઇમેઇલ પહોંચી જશે. તેમજ, મોનિટરિંગ ફીચર દ્વારા રાઇડર બ્રેકિંગ, એક્સિલરેશન, ટર્ન્સ અને સ્પીડિંગનું નિરીક્ષણ કરી શકાય છે.

4. હીરો ફોટોન HX
હીરો ફોટોન HXની કિંમત 79,940 રૂપિયા હતી. સબસિડી મળ્યા બાદ તે 71,449 રૂપિયા થઈ ગઈ છે. આનાથી કિંમતમાં 12% સુધીનો ઘટાડો થયો છે. તેમાં ડિજિટલ સ્પીડોમીટર, એન્ટિ-થેફ્ટ અલાર્મ સાથેનું રિમોટ લોક, કોમ્બી-બ્રેકિંગ સિસ્ટમ, LED લાઇટિંગ અને મોબાઇલ ફોન ચાર્જિંગ માટે USB પોર્ટ મળે છે.

5. હીરો ઓપ્ટિમા ER (ડબલ બેટરી)
હીરો ઓપ્ટિમા ERની કિંમત 78,640 રૂપિયા (એક્સ શો રૂમ) હતી. તેમાં સબસિડી બાદ ભાવમાં 33% ઘટાડો થયો છે. હવે તે 58,980 રૂપિયામાં ખરીદી મળશે.

ડ્યુઅલ લિથિયમ-આયન બેટરી આ સ્કૂટરમાં લગાવવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, સ્કૂટરમાંની બેટરી 5 વર્ષ સુધી ચાલશે. LED હેડલાઇટ, ડિજિટલ સ્પીડોમીટર, એલોય વ્હીલ્સ, ટેલિસ્કોપિક સસ્પેન્શન અને રિજનરેટિવ બ્રેકિંગ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. હીરો ઓપ્ટિમા ER કોલેજ સ્ટૂડન્ટ્સ અને ઓફિસ જનારા લોકો માટે બનાવવામાં આવ્યું છે.

Loading advertisement...