Mon, Nov 16, 2026Updated 02:27 PM IST
Google Preferred Source CTA

JSW-MG ની કારો 1 જાન્યુઆરીથી મોંઘી થશે:કિંમતોમાં 2% સુધીનો વધારો થશે;આ વર્ષે ત્રીજી વાર ભાવ વધાર્યા, કાચા માલના ખર્ચમાં વધારાને કારણે નિર્ણય લીધો

નવી દિલ્હી11 મહિનો પેહલા
  • કૉપી લિંક

જો તમે MGની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો 31 ડિસેમ્બર સુધીમાં ખરીદી લો. કારણ કે, JSW-MG મોટર ઇન્ડિયાએ 1 જાન્યુઆરી 2026થી તેની કારોની કિંમતોમાં 2% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારો કંપનીના તમામ મોડલ્સ પર અલગ-અલગ હશે.

કંપનીએ કાચા માલ અને ઓપરેશનલ ખર્ચમાં વધારાને કારણે આ વર્ષે ત્રીજી વખત આ નિર્ણય લીધો છે. આ પહેલા MGએ 1 જુલાઈ 2025થી તેની કારોની કિંમતોમાં 1.5% સુધી અને 1 જાન્યુઆરી 2025થી 3% સુધીનો વધારો કર્યો હતો. ત્યારે પણ MGએ કિંમત વધારવાનું કારણ કાચા માલનો ભાવ વધારો જણાવ્યું હતું.

MG ઇન્ડિયાના લાઇનઅપમાં હાલમાં કોમેટ EV, હેક્ટર, હેક્ટર પ્લસ, એસ્ટર, ગ્લોસ્ટર, વિન્ડસર EV અને ઓલ-ઇલેક્ટ્રિક ZS EV શામેલ છે.

કોમેટ EV 10 થી 20 હજાર રૂપિયા મોંઘી થઈ શકે છે

કિંમતોમાં 2% સુધીનો વધારો થશે, જે મોડેલ અને વેરિઅન્ટ પ્રમાણે અલગ-અલગ રહેશે. વિન્ડસર EV પર લગભગ 30,000 થી 37,000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે, જેનાથી નવી કિંમતો 14.27 લાખથી 18.76 લાખ (એક્સ-શોરૂમ) થશે.

કોમેટ EV પર 10,000 થી 20,000 રૂપિયા સુધી મોંઘી થઈ શકે છે અને કિંમતો 7.64 લાખથી 10.19 લાખ સુધી પહોંચી જશે. બાકીના મોડલ્સ જેમ કે હેક્ટર, ગ્લોસ્ટર અને એસ્ટર પર પણ આ જ પ્રમાણમાં વધારો આવશે. કંપનીએ કહ્યું કે આ ફેરફારો સમગ્ર પોર્ટફોલિયો પર લાગુ પડશે.

કેટલી વધશે કિંમતો?

મોડેલવર્તમાન કિંમતઅપેક્ષિત ભાવ વધારો
કોમેટ EV₹7.50 - ₹9.56 લાખ₹15 - ₹19 હજાર
એસ્ટર₹9.65 - ₹16.24 લાખ₹19 - ₹32 હજાર
વિન્ડસર EV₹12.65 - ₹18.39 લાખ₹25 - ₹37 હજાર
હેક્ટર₹11.99 - ₹18.99 લાખ₹24 - ₹38 હજાર
હેક્ટર પ્લસ₹17.29 - ₹19.49 લાખ₹34 - ₹39 હજાર
ZS EV₹17.99 - ₹20.50 લાખ₹36 - ₹41 હજાર
ગ્લોસ્ટર₹38.33 - ₹43.16 લાખ₹76 - ₹86 હજાર
M9₹69.90 લાખ₹1.40 લાખ
સાયબરસ્ટર₹75 લાખ₹1.50 લાખ

શા માટે કિંમતો વધી રહી છે?

MG એ કારની કિંમત વધારવા પાછળ 4 મુખ્ય કારણો જણાવ્યા છે. કંપનીનું કહેવું છે કે તેઓ કિંમતો વધારીને પ્રોડક્શન કોસ્ટને થોડો કવર કરશે, જેથી ગુણવત્તા અને ઇનોવેશનમાં કોઈ કમી ન આવે.

કાચા માલનો ખર્ચ: કંપનીએ જણાવ્યું કે સ્ટીલ, લિથિયમ-આયન બેટરી અને ઇલેક્ટ્રોનિક ચિપ્સ જેવી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે.

સપ્લાય ચેઇનની સમસ્યાઓ: ગ્લોબલ લોજિસ્ટિક્સ અને શિપિંગનો ખર્ચ વધવાથી પ્રોડક્શન કોસ્ટ પર અસર પડી રહી છે.

મોંઘવારી અને આર્થિક દબાણ: ફુગાવો અને કરન્સી વેલ્યુમાં ઉતાર-ચઢાવે પણ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને પ્રભાવિત કરી છે.

EV ફોકસ: MGની મોટાભાગની ગાડીઓ હવે ઇલેક્ટ્રિક છે અને બેટરી પ્રોડક્શન મોંઘું છે. આ કોસ્ટને બેલેન્સ કરવા માટે કિંમતો વધારવી પડી રહી છે.

MGની કારો પર ₹1.50 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

ડિસેમ્બરમાં વર્ષના અંતે વેચાણ વધારવા માટે સારી ઑફર્સ આપવામાં આવી રહી છે. EV મોડલ્સ પર ZS EVમાં 1.25 લાખ સુધી, કોમેટ EV પર 1 લાખ સુધી અને વિન્ડસર EV પર 50,000 સુધીના લાભો મળી રહ્યા છે. ICE મોડલ્સમાં પ્રી-ફેસલિફ્ટ હેક્ટર પર 90,000 સુધી, ગ્લોસ્ટર પર 4 લાખ સુધી અને એસ્ટર પર 50,000 સુધીના ડિસ્કાઉન્ટ્સ છે. આ ઑફર્સ 31 ડિસેમ્બર સુધી છે.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links