Mon, Nov 16, 2026Updated 02:35 PM IST
Google Preferred Source CTA

નિસાન મોટર ઇન્ડિયા 'ગ્રેવાઇટ' જાન્યુઆરીમાં લોન્ચ થશે:7-સીટર કારમાં 360° કેમેરા જેવા સેફ્ટીફીચર્સ, મારુતિ અર્ટિગાને આપશે ટક્કર ; એક્સ્પેક્ટેડ પ્રાઇઝ ₹ 6 થી 9 લાખ

નવી દિલ્હી11 મહિનો પેહલા
  • કૉપી લિંક

નિસાન મોટર ઇન્ડિયા સબ-4 મીટર સેગમેન્ટમાં નવી કાર ઉતારવાની તૈયારી કરી રહી છે. કંપનીએ 18 ડિસેમ્બરે પુષ્ટિ કરી છે કે રેનો ટ્રાઇબર, મારુતિ અર્ટિગા, મારુતિ XL6, કિયા કેરેન્સ અને કિયા કેરેન્સ ક્લેવિસને ટક્કર આપનારી આ કાર ગ્રેવાઇટ નામથી આવશે.

કંપનીએ નવી MPVનો ફર્સ્ટ લુક રિવિલ કર્યો છે. આ રેનો ટ્રાઇબરના પ્લેટફોર્મ પર આધારિત છે અને ભારતમાં ખાસ કરીને વિકસાવવામાં આવી છે. ભારતમાં તેને જાન્યુઆરી 2026માં લોન્ચ કરવામાં આવશે અને માર્ચ 2026 સુધીમાં ડિલિવરી શરૂ થશે. કારમાં ડિજિટલ ક્લસ્ટર અને સુરક્ષા માટે 360 ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ મળી શકે છે.

આ બજેટ 7-સીટર MPV સેગમેન્ટમાં નિસાનની નવી એન્ટ્રી છે. આ રેનો ટ્રાઇબરની જેમ બજેટ ફેમિલી કાર હશે અને તેની એક્સ-શોરૂમ કિંમત 6 થી 9 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. બુકિંગની માહિતી હાલમાં આવી નથી.

ટ્રાઇબરની જેમ સબ-4 મીટર સાઈઝમાં 7 સીટ્સ

ગ્રેવાઈટની સૌથી મોટી ખાસિયત તેનું સબ-4 મીટર કદ છે, જેમાં 7 સીટ્સ સાથે ફ્લેક્સિબલ સીટિંગ મળશે. થર્ડ રો સીટ્સ દૂર કરી શકાય તેવી હશે, જેનાથી બૂટ સ્પેસ વધુ થઈ જશે. આ શહેરમાં સરળતાથી ચાલનારી અને ફેમિલી યુઝ માટે પ્રેક્ટિકલ MPV હશે. રેનો ટ્રાઇબરની જેમ મોડ્યુલર સીટિંગ સેટઅપ મળશે.

એક્સટીરિયર ડિઝાઇન: સ્લિમ LED DRLs સાથે હનીકોમ્બ ગ્રિલ

કારની ડિઝાઇન કંપનીની અપકમિંગ SUV ટેક્ટૉન જેવી હશે. તેના ફ્રન્ટમાં હનીકોમ્બ ડિઝાઇનવાળી બોલ્ડ ગ્રિલ મળશે, જેના વચ્ચે નિસાનનો લોગો છે. જ્યારે બોનેટ પર ગ્રેવાઇટની બેજિંગ આપવામાં આવી છે. સ્લિમ LED DRLs લાઇટ બારથી કનેક્ટેડ છે અને હેડલેમ્પ્સ નવી ડિઝાઇન સાથે આવશે.

સાઇડ પ્રોફાઇલમાં રૂફ રેલ્સ, પુલ ટાઇપ ડોર હેન્ડલ્સ અને ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ દેખાશે. સિલુએટ ટ્રાઇબર જેવું જ છે, પરંતુ નિસાન સ્ટાઇલિંગથી અલગ લુક મળશે.

રિયરમાં ડિસ્કનેક્ટેડ ટેલ લાઇટ્સ છે, જેને પાતળી ક્રોમ સ્ટ્રીપ જોડશે. ટેલગેટ પર GRAVITE લેટરિંગ અને સિમ્પલ બમ્પર પર C-શેપ એલિમેન્ટ હશે. કુલ મળીને મોડર્ન અને બોલ્ડ ડિઝાઇન છે. ડાયમેન્શન સબ-4 મીટર રાખવામાં આવી છે, કલર ઓપ્શનની વિગત લોન્ચ સમયે આવશે.

ગ્રેવાઈટની ફ્રન્ટ પ્રોફાઇલ
ગ્રેવાઈટની ફ્રન્ટ પ્રોફાઇલ
ગ્રેવાઈટની રિયર પ્રોફાઇલ
ગ્રેવાઈટની રિયર પ્રોફાઇલ

ઇન્ટિરિયર: ટ્રાઇબરથી ઇન્સ્પાયર્ડ કેબિન ડિઝાઇન

ઇન્ટિરિયર ટ્રાઇબરથી પ્રેરિત હશે, પરંતુ નિસાનની પોતાની કલર થીમ અને અપહોલ્સ્ટરી મળશે. ડેશબોર્ડ બેઝિક લેઆઉટવાળું હશે. સ્ટિયરિંગ વ્હીલ અને સીટ્સ આરામદાયક હશે. ત્રીજી હરોળ સુધી AC વેન્ટ્સ આપવામાં આવ્યા છે. પેનોરેમિક સનરૂફની અપેક્ષા ઓછી છે, પરંતુ મેન્યુઅલ AC અને સારી જગ્યા મળશે. સંપૂર્ણ ઇન્ટિરિયર ડિટેલ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

ફીચર્સ: 8-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ

કમ્ફર્ટ અને કન્વીનિયન્સમાં 8-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લેને સપોર્ટ કરશે. 7-ઇંચ સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ ફોન ચાર્જર, પુશ બટન સ્ટાર્ટ-સ્ટોપ, કૂલ્ડ સ્ટોરેજ અને બીજી હરોળમાં સ્લાઇડ-રિક્લાઇન સીટ્સ જેવા ફીચર્સ આવશે. રીઅર પેસેન્જર્સ માટે AC વેન્ટ્સ અને 6-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ પણ હશે. કુલ મળીને પ્રેક્ટિકલ ફીચર્સની યાદી સારી છે.

પર્ફોર્મન્સ: 1.0 લિટરનું 3 સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન​​​​​​​

કારમાં પરફોર્મન્સ માટે 1.0 લિટરનું 3 સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળશે, જે 72PS પાવર અને 96Nm ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે 5-સ્પીડ મેન્યુઅલ અથવા 5-સ્પીડ AMT ગિયરબોક્સ વૈકલ્પિક હશે. માઇલેજની વિગતો લોન્ચ સમયે જાહેર થશે, પરંતુ ટ્રાઇબર જેવી સારી ફ્યુઅલ એફિશિયન્સી મળવાની અપેક્ષા છે. બાદમાં CNG વિકલ્પ પણ આવી શકે છે. ટર્બો પેટ્રોલની શક્યતા ઓછી છે.

સેફ્ટી ફીચર્સ: 6 એરબેગ્સ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ

સુરક્ષામાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), ફ્રન્ટ-રીઅર પાર્કિંગ સેન્સર્સ અને રીઅર પાર્કિંગ કેમેરા જેવા ફીચર્સ મળશે. આ સેગમેન્ટમાં સારું સુરક્ષા પેકેજ આપશે.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links