- Gujarati News
- Utility
- Automobile
- Mahindra XUV 7XO To Feature 540 Degree View & Triple Screen; Launching On Jan 5
મહિન્દ્રાની નવી એસયુવીમાં હવે મળશે 540° વ્યૂ!:એક્સયુવી 7XO ના ટીઝરમાં જોવા મળી હાઇ-ટેક કેબિનની ઝલક; 5 જાન્યુઆરીએ ટ્રિપલ સ્ક્રીન સાથે થશે લોન્ચ
- કૉપી લિંક

મહિન્દ્રાની અપકમિંગ SUV કાર XUV 7XO ડોલ્બી એટમોસ સાઉન્ડ સિસ્ટમ, 540° વ્યૂ કેમેરા અને ટ્રિપલ સ્ક્રીન સાથે આવશે. કંપનીએ કારના નવા ટીઝર જાહેર કર્યા છે. તેમાં ત્રણેય ફીચરની ઝલક બતાવવામાં આવી છે. કંપની 5 જાન્યુઆરીએ કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
આ મહિન્દ્રા XUV 700નું ફેસલિફ્ટ મોડલ હશે. વર્તમાનમાં તેની કિંમત 13.66 લાખ રૂપિયાથી 23.71 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ પાન-ઇન્ડિયા)ની વચ્ચે છે. અપકમિંગ 2026 મહિન્દ્રા XUV 7XOની કિંમત આનાથી વધુ રાખવામાં આવી શકે છે. તેનો મુકાબલો મહિન્દ્રા સ્કોર્પિયો એન, ટાટા સફારી, હ્યુન્ડાઈ અલ્કાઝાર અને MG હેક્ટર પ્લસ સાથે થશે.



ડિઝાઇન: નવા ડ્યુઅલ-પોડ LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ
નવી 2026 મહિન્દ્રા XUV 7XO ને ટેસ્ટિંગ દરમિયાન પહેલા પણ ઘણી વખત ભારતીય રસ્તાઓ પર જોવામાં આવી છે. આના ફ્રન્ટમાં અપરાઇટ મલ્ટી-સ્લેટ ગ્રિલ, નવા ડ્યુઅલ-પોડ LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, શાર્પ એર ડેમ અને પહોળી સ્કિડ પ્લેટ સાથે ન્યૂ ડિઝાઇન બમ્પર આપવામાં આવશે.
સાઇડમાં 18 ઇંચના નવા એલોય વ્હીલ્સ મળી શકે છે. જ્યારે, રિયરમાં કનેક્ટેડ LED ટેલલાઇટ અને નવી ડિઝાઇનનું બમ્પર મળશે. આ SUV ને નવા મોનોટોન અને ડ્યુઅલ-ટોન એક્સટીરિયર કલર ઓપ્શન સાથે લોન્ચ કરી શકાય છે.

ઇન્ટિરિયર અને ફીચર: ટ્રિપલ-ડિસ્પ્લે સેટઅપ રિયર વેન્ટિલેટેડ સીટો
XUV 7XO નું ઇન્ટિરિયર પહેલાં જાહેર થયેલા સ્પાય શોટમાં જોવા મળ્યું છે. મહિન્દ્રા કારને નવા ટેકનોલોજી અપગ્રેડ સાથે લોન્ચ કરશે. તેમાં XEV 9e અને અપકમિંગ XEV 9S ની જેમ નવું ટ્રિપલ-ડિસ્પ્લે સેટઅપ આપવામાં આવશે. કેબિનમાં લાઇટ કલર થીમ સાથે બેજ કલરની સીટો પહેલાંની જેમ જ મળશે.
ફેસલિફ્ટ XUV 7XO કારમાં નવા ટ્રિપલ-સ્ક્રીન લેઆઉટ ઉપરાંત મસાજિંગ ફ્રન્ટ સીટો, રીઅર વેન્ટિલેટેડ સીટો (6-સીટર વેરિઅન્ટ), અપગ્રેડેડ 16-સ્પીકર હાર્મન કાર્ડન સાઉન્ડ સિસ્ટમ, મલ્ટી-કલર એમ્બિયન્ટ લાઇટિંગ અને એક વધારાનો વાયરલેસ ફોન ચાર્જર જેવા ફીચર્સ આપી શકાય છે.
કારમાં સ્લાઇડિંગ મિડલ રો સીટો પણ મળી શકે છે. આ ઉપરાંત, પહેલાની જેમ સ્ટાન્ડર્ડ મોડેલના ફીચર્સ મળશે, જેમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટો, પેનોરેમિક સનરૂફ, મેમરી સાથે પાવર્ડ ડ્રાઇવર સીટ અને ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલનો સમાવેશ થાય છે.

2026 મહિન્દ્રા XUV 7XO: સેફ્ટિ ફીચર્સ
સેફ્ટી માટે તેમાં 7 એરબેગ્સ (6 સ્ટાન્ડર્ડ), ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), ઓટો હેડલેમ્પ, 360 ડિગ્રી કેમેરા, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), ચાઈલ્ડ ISOFIX માઉન્ટ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને લેવલ 2 એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) જેવા ફીચર્સ આપી શકાય છે. તેમાં ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ, લેન કીપ આસિસ્ટ અને ફોરવર્ડ કોલિઝન વોર્નિંગ ફીચરનો સમાવેશ થાય છે.
પર્ફોર્મન્સ: ડીઝલ એન્જિન સાથે ઓલ વ્હીલ ડ્રાઈવ વિકલ્પ
મહિન્દ્રા XUV 7XO માં વર્તમાન મોડેલ જેવા એન્જિન વિકલ્પો આપી શકાય છે. તેમાં 2.0 લિટરનું ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 200PS પાવર અને 380Nm ટોર્ક જનરેટ કરે છે.
ગિયરબોક્સની વાત કરીએ તો એન્જિન સાથે 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ મળે છે. આ એન્જિન સાથે ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવનો વિકલ્પ મળે છે.
જ્યારે, બીજું 2.2 લિટરનું ડીઝલ એન્જિન મળશે, જે 185PS પાવર અને 450Nm ટોર્ક જનરેટ કરે છે. આની સાથે પણ 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ મળે છે.
ડીઝલ એન્જિન સાથે ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે ઓલ વ્હીલ ડ્રાઇવનો વિકલ્પ મળશે.

















