તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેરફાર:ટાટા મોટર્સે નેક્સન EV નવાં ફીચર્સથી અપડેટ કરી, હવે નવી ડિઝાઇનથી લઇને એલોય વ્હીલ્સ અને ફાસ્ટ ચાર્જિંગની સુવિધા મળશે

3 મહિનો પહેલા

ટાટા મોટર્સે શાંતિથી તેની લોકપ્રિય ઇલેક્ટ્રિક SUV નેક્સનમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે, જેમાં કંપનીએ આ SUVના વ્હીલ બેઝથી ડેશબોર્ડ અને ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં ઘણાં ફેરફાર કર્યા છે. આ સાથે, ટાટા મોટર્સે તેની અલ્ટ્રોઝ હેચબેક કારમાં પણ ઘણા ફેરફાર કર્યા છે. ચાલો તેના વિશે બધું જાણીએ.

કારનાં બટનો અને નોબ્સને ક્રોમમાં 'નેક્સન' બ્રાંડિંગથી બદલવામાં આવ્યાં
કારનાં બટનો અને નોબ્સને ક્રોમમાં 'નેક્સન' બ્રાંડિંગથી બદલવામાં આવ્યાં

ટાટા નેક્સનમાં આ ફેરફાર જોવા મળશે
નવી અપડેટ સાથે નેક્સન EVના ફિઝિકલ બટન અને નોબ્સ જે 7 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીનના ઘણા કાર્યોને નિયંત્રિત કરે છે અગાઉ તેમાં 6 બટન અને બે રોટરી નોબ હતા, જે એસી વેન્ટ નીચે મૂકવામાં આવ્યા હતા. આ બટનો અને નોબ્સને ક્રોમમાં 'નેક્સન' બ્રાંડિંગથી બદલવામાં આવ્યા છે. બટનોનો ઉપયોગ ઘર, મનપસંદ, પાછલા, આગળના, સ્માર્ટફોન અને બેક ફંક્શન્સ જેવા ઘણા કાર્યોને નિયંત્રિત કરવા માટે કરવામાં આવતો હતો અને નોબ્સનો ઉપયોગ વોલ્યૂમ અને રેડિયો ટ્યુનરને નિયંત્રિત કરવા માટે કરવામાં આવતો હતો. કંપનીએ હવે આ માટે અપડેટમાં ટચસ્ક્રીન ફીચર આપી દીધું છે.

નવી અપડેટમાં ટચસ્ક્રીનમાં ફીચર મળશે
નવી અપડેટમાં ટચસ્ક્રીનમાં ફીચર મળશે

ટાટા નેક્સન EVના એલોય વ્હીલમાં ફેરફાર કર્યાં
અગાઉ નેક્સન EVને ડ્યુઅલ ટોન ફાઇવ સ્પોક ડિઝાઇનના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. અગાઉ આ SUV વ્હીલ્સમાં આઠ સ્પોકન ડિઝાઇન આપવામાં આવી હતી, જેનાથી તેને બદલીને 16 સ્પીક વ્હીલ્સમાં રિપ્લેસ કરી દેવામાં આવી છે.

ફાસ્ટ ચાર્જિંગ સુવિધા મળશે
કંપની ટાટા નેક્સન EVમાં ફાસ્ટ ચાર્જિંગ કેપેસિટી હોવાનો દાવો કરે છે અને કંપનીના જણાવ્યા પ્રમાણે, CCS2 ફાસ્ટ ચાર્જરની મદદથી 0-80% બેટરી ચાર્જ થવામાં 60 મિનિટ લાગે છે. ગ્રાહકોને ફ્રી હોમ ચાર્જર ઇન્સ્ટોલેશન અને 24x7 ઇમર્જન્સી ચાર્જિંગ સપોર્ટ પણ મળશે. ટાટા મોટર્સને ટાટા પાવર સાથે ભાગીદારી કરીને ભારતના સૌથી મોટા પબ્લિક ચાર્જિંગ નેટવર્કથી ફાયદો થાય છે. આ સિવાય, બેટરી પર 8 વર્ષ/1.60 લાખ કિમીની વોરંટી પણ છે.

અન્ય સમાચારો પણ છે...