Mon, Nov 16, 2026Updated 02:41 PM IST
Google Preferred Source CTA

5 જાન્યુઆરીએ લોન્ચ થશે મહિન્દ્રા XUV 7XO:મિડસાઇઝ એસયુવીમાં ટ્રિપલ ડિસ્પ્લે સેટઅપ મળશે; ટાટા સફારી, હ્યુન્ડાઈ અલ્કાઝાર સાથે સ્પર્ધા; બુકિંગ 15 ડિસેમ્બરથી શરૂ થશે

નવી દિલ્હી11 મહિનો પેહલા
  • કૉપી લિંક

મહિન્દ્રા XUV 700નું ફેસલિફ્ટ મોડેલ 5 જાન્યુઆરીએ ભારતમાં લોન્ચ થશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે જણાવ્યું કે કારનું બુકિંગ 15 ડિસેમ્બરથી શરૂ થશે. તેનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. ખાસ વાત એ છે કે અપકમિંગ પ્રીમિયમ SUV ટ્રિપલ ડિસ્પ્લે સેટઅપ સાથે XUV 7XO નામથી આવશે.

વર્તમાનમાં મહિન્દ્રા XUV700ની કિંમત 13.66 લાખ રૂપિયાથી 23.71 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ પાન-ઇન્ડિયા)ની વચ્ચે છે. અપકમિંગ 2026 મહિન્દ્રા XUV 7XOની કિંમત આનાથી વધુ રાખવામાં આવી શકે છે. તેનો મુકાબલો મહિન્દ્રા સ્કોર્પિયો એન, ટાટા સફારી, હ્યુન્ડાઈ અલ્કાઝાર અને MG હેક્ટર પ્લસ સાથે થશે.

2026 મહિન્દ્રા XUV 7XOમાં નવા ડ્યુઅલ પોડ LED હેડલેમ્પ મળશે.
2026 મહિન્દ્રા XUV 7XOમાં નવા ડ્યુઅલ પોડ LED હેડલેમ્પ મળશે.

ડિઝાઇન: નવા ડ્યુઅલ-પોડ LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ

નવી 2026 મહિન્દ્રા XUV 7XO ને ટેસ્ટિંગ દરમિયાન પહેલા પણ ઘણી વખત ભારતીય રસ્તાઓ પર જોવામાં આવી છે. આના ફ્રન્ટમાં અપરાઈટ મલ્ટી-સ્લેટ ગ્રિલ, નવા ડ્યુઅલ-પોડ LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, શાર્પ એર ડેમ અને પહોળી સ્કિડ પ્લેટ સાથે ન્યૂ ડિઝાઈન બમ્પર આપવામાં આવશે.

સાઈડમાં 18 ઇંચના નવા એલોય વ્હીલ્સ મળી શકે છે. જ્યારે, રિયરમાં કનેક્ટેડ LED ટેલલાઇટ અને નવી ડિઝાઈનનું બમ્પર મળશે. આ SUV ને નવા મોનોટોન અને ડ્યુઅલ-ટોન એક્સટીરિયર કલર ઓપ્શન સાથે લોન્ચ કરી શકાય છે.

ઇન્ટિરિયર અને ફીચર: ટ્રિપલ-ડિસ્પ્લે સેટઅપ રિયર વેન્ટિલેટેડ સીટો

XUV 7XOનું ઇન્ટિરિયર અગાઉ જાહેર થયેલા સ્પાય શોટ્સમાં જોવા મળ્યું છે. મહિન્દ્રા કારને નવા ટેક્નોલોજી અપગ્રેડ સાથે લોન્ચ કરશે. તેમાં XEV 9e અને આગામી XEV 9Sની જેમ નવું ટ્રિપલ-ડિસ્પ્લે સેટઅપ આપવામાં આવશે. કેબિનમાં લાઇટ કલર થીમ સાથે બેજ કલરની સીટો પહેલાની જેમ જ મળશે.

ફેસલિફ્ટ XUV 7XO કારમાં નવા ટ્રિપલ-સ્ક્રીન લેઆઉટ ઉપરાંત મસાજિંગ ફ્રન્ટ સીટો, રીઅર વેન્ટિલેટેડ સીટો (6-સીટર વેરિઅન્ટ), અપગ્રેડેડ 16-સ્પીકર હાર્મન કાર્ડન સાઉન્ડ સિસ્ટમ, મલ્ટી-કલર એમ્બિયન્ટ લાઇટિંગ અને એક વધારાનો વાયરલેસ ફોન ચાર્જર જેવા ફીચર્સ આપી શકાય છે.

કારમાં સ્લાઇડિંગ મિડલ રો સીટો પણ મળી શકે છે. આ ઉપરાંત, પહેલાની જેમ સ્ટાન્ડર્ડ મોડેલવાળા ફીચર્સ મળશે, જેમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટો, પેનોરેમિક સનરૂફ, મેમરી સાથે પાવર્ડ ડ્રાઇવર સીટ અને ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલનો સમાવેશ થાય છે.

2026 મહિન્દ્રા XUV 7XO: સેફ્ટી ફીચર્સ

સુરક્ષા માટે, તેમાં 7 એરબેગ્સ (6 સ્ટાન્ડર્ડ), ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), ઓટો હેડલેમ્પ્સ, 360 ડિગ્રી કેમેરા, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), ચાઇલ્ડ ISOFIX માઉન્ટ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને લેવલ 2 એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) જેવી સુવિધાઓ આપી શકાય છે. તેમાં ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ, લેન કીપ આસિસ્ટ અને ફોરવર્ડ કોલિઝન વોર્નિંગ સુવિધાઓ શામેલ છે.

પર્ફોર્મન્સ: ડીઝલ એન્જિન સાથે ઓલ વ્હીલ ડ્રાઇવ વિકલ્પ

મહિન્દ્રા XUV 7XO માં વર્તમાન મોડેલ જેવા એન્જિન વિકલ્પો આપી શકે છે. તેમાં એક 2.0 લિટરનું ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 200PS પાવર અને 380Nm ટોર્ક જનરેટ કરે છે.

ગિયરબોક્સની વાત કરીએ તો, એન્જિન સાથે 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ મળે છે. આ એન્જિન સાથે ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવનો વિકલ્પ મળે છે.

જ્યારે, બીજું 2.2 લિટરનું ડીઝલ એન્જિન મળશે, જે 185PS પાવર અને 450Nm ટોર્ક જનરેટ કરે છે. આની સાથે પણ 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ મળે છે.

ડીઝલ એન્જિન સાથે ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે ઓલ વ્હીલ ડ્રાઇવનો વિકલ્પ મળશે.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links