- Gujarati News
- Entertainment
- Television
- Now Siddharth Kumar Tiwari Is Bringing The Story Of 'Lakshmi Narayan'
હવે સિદ્ધાર્થ કુમાર તિવારી લાવી રહ્યા છે 'લક્ષ્મી-નારાયણ'ની વાર્તા:બોલ્યા, 'મને વર્ષોથી આ વાર્તામાં રસ હતો, 'શિવ-શક્તિ' પછી શો બનાવવાનો વિચાર આવ્યો'
- કૉપી લિંક

ટેલિવિઝન પર એક નવો પૌરાણિક શો 'લક્ષ્મી નારાયણ - સુખ, સામર્થ્ય, સંતુલન' ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. એક્ટ્રેસ શિવ્યા પઠાનિયા આ શોમાં લક્ષ્મીના અવતારમાં જોવા મળશે. એક્ટર શ્રીકાંત દ્વિવેદી નારાયણના અવતારમાં જોવા મળશે. આ શોનું શૂટિંગ ગુજરાતના ઉમરગાંવ શહેરમાં શરૂ થઈ ગયું છે.
આ શોનું નિર્માણ સ્વસ્તિક પ્રોડક્શન્સ દ્વારા કરવામાં આવ્યું છે, જે સફળ પૌરાણિક અને ઐતિહાસિક શોના નિર્માણ માટે જાણીતું છે.
દૈનિક ભાસ્કર સાથેની ખાસ વાતચીત દરમિયાન નિર્માતા સિદ્ધાર્થ કુમાર તિવારીએ તેમના શો સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શેર કરી. વાત કરતા તેમણે કહ્યું કે, 'આ શો 'શિવ શક્તિ-તપ ત્યાગ ઔર તાંડવ'નું વિસ્તૃત વર્ઝન છે'. કેવી રીતે? ચાલો તેમના જ શબ્દોમાં જાણીએ:

પર્સનલી હું ઇચ્છું છું કે દેશની દરેક પેઢી મિથોલોજીકલ વાર્તા સાંભળે હું અંગત રીતે ઈચ્છું છું કે, આપણા દેશની દરેક પેઢીએ પૌરાણિક વાર્તા સાંભળવી જોઈએ અને સમજવી જોઈએ. છેલ્લાં 14 વર્ષથી હું મારા દેશની પૌરાણિક કથાઓ, સંસ્કૃતિ અને પરંપરા વિશે ઘણું વાંચી રહ્યો છું. જ્યારે અમે 'શિવશક્તિ'ની વાર્તા શ્રોતાઓ સુધી લઈ જતા હતા ત્યારે મને લાગ્યું કે શિવજી અને પાર્વતીની વાર્તા સાથે લક્ષ્મી-નારાયણની વાર્તા પણ શ્રોતાઓને બતાવવી જોઈએ.

અત્યાર સુધી લક્ષ્મી નારાયણની વાર્તા કોઈપણ ઓડિયન્સ સામે રજૂ કરી નથી વધુમાં કહ્યું, 'હજુ સુધી કોઈએ લક્ષ્મી-નારાયણની વાર્તા દર્શકો સામે રજૂ કરી નથી. મને તેમની વાર્તામાં ઘણાં વર્ષોથી રસ હતો. જ્યારે ચેનલને 'શિવ-શક્તિ'ની વાર્તા કરતાં મોટી વાર્તા કહેવાનો વિચાર આવ્યો, ત્યારે તે સંમત થયા હતા.'
બંને શોના કલાકારો સરખા છે. અમે ફક્ત તેમની દુનિયા મોટી કરી છે. આ તમામ કલાકારો બંને શોમાં જોવા મળશે. નવી વાર્તા, જૂના કલાકારો સાથે.

પૌરાણિક વાર્તા પ્રેક્ષકો સુધી પહોંચાડવી ખૂબ મોટી જવાબદારી છે કોઈપણ શોમાં કામ કરતા પહેલાં હું અને મારી ટીમ ઘણું સંશોધન કરીએ છીએ. આપણે મોટાભાગની વાર્તાઓ શાસ્ત્રોમાંથી લઈએએ છીએ. જો કે, ગ્રંથોની પોતાની આવૃત્તિઓ પણ છે. અમારી વાર્તાને કયું વર્ઝન બંધબેસે છે તે નક્કી કરવું ખૂબ જ પડકારજનક છે.
પૌરાણિક કથાને યોગ્ય રીતે દર્શકો સુધી પહોંચાડવી એ એક મોટી જવાબદારી છે. અમારો પ્રયાસ છે કે આ વાર્તા આજની પેઢી સાથે સાંકળી શકાય. વાર્તાનું સંશોધન કરવામાં મહિનાઓ લાગે છે. આ પછી અમારી વાસ્તવિક યાત્રા શરૂ થાય છે.
પ્રિયંકા ચોપરા 166 કરોડ રૂપિયાના બંગલામાં ફરી શિફ્ટ થશે: મકાનમાં રિનોવેશનનું કામ પૂર્ણ, ભેજના કારણે પ્રોપર્ટી ડીલર સામે કરી હતી ફરિયાદ
0:29'બજરંગી ભાઈજાન' અને 'રાઉડી રાઠોડ'ની સિક્વલ અંગે મોટું અપડેટ: નિર્માતા કે.કે. રાધામોહને પુષ્ટિ કરતાં કહ્યું કે, 'જલદી જ તેઓ સલમાન ખાનનો સંપર્ક કરશે'

'મોહબ્બતેં' માટે શ્રીદેવી હતી પહેલી પસંદ: એક્ટ્રેસ અમિતાભની પત્નીનો રોલ નિભાવવાની હતી, કરિશ્મા અને કાજોલને પણ થઈ હતી ઓફર

















