- Gujarati News
- Entertainment
- Priyanka Chopra Will Shift Again To A 166 Crore Rupees Bungalow
પ્રિયંકા ચોપરા 166 કરોડ રૂપિયાના બંગલામાં ફરી શિફ્ટ થશે:મકાનમાં રિનોવેશનનું કામ પૂર્ણ, ભેજના કારણે પ્રોપર્ટી ડીલર સામે કરી હતી ફરિયાદ
- કૉપી લિંક

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ફરીથી તેમના લોસ એન્જલસના ઘરે શિફ્ટ થશે. ધ સન યુએસના એક રિપોર્ટ અનુસાર, લગભગ 20 મિલિયન ડોલર એટલે કે લગભગ 166 કરોડ રૂપિયાના આ ઘરના રિનોવેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે. વેબસાઇટે ઘરનો એક એરિયલ ફોટો શેર કર્યો છે જેમાં રિનોવેશનનું કામ જોવા મળી રહ્યું છે.

પ્રિયંકા અને નિક આ વર્ષે ફેબ્રુઆરીમાં આ બંગલો છોડીને અન્ય જગ્યાએ રહેવા ગયા હતા. બંગલામાં ભેજના નુકસાનને કારણે પ્રિયંકા-નિકને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. પાઈપ લીકેજને કારણે તેના ઘરની દીવાલો પર ભેજ દેખાવવા લાગ્યો હતી. આથી બંનેએ આ ઘર છોડીને બીજા ઘરમાં શિફ્ટ થવું પડ્યું.
પ્રોપર્ટી ડીલર સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો આ મામલે તેમણે પ્રોપર્ટી ડીલર સામે કેસ પણ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે લીકેજની સમસ્યાથી તેમના પરિવારની તબિયત બગડી શકે છે. પ્રિયંકા અને નિકે મે 2023માં પ્રોપર્ટી ડીલર સામે કેસ નોંધાવ્યો હતો કારણ કે શિફ્ટ થયા બાદ સ્વિમિંગ પૂલ અને સ્પામાં સમસ્યાઓ ઊભી થવા લાગી હતી. આ સિવાય ઘરમાં ઘણી નાની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.
પ્રોપર્ટી ડીલર સામે કેસ દાખલ કરતી વખતે પ્રિયંકા-નિકે નુકસાન માટે વળતરની પણ માગ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રોપર્ટી રિપેર કરવા માટે અંદાજે 20 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. નિક-પ્રિયંકાને વળતર મળ્યું કે નહીં તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

2019માં બંગલો ખરીદ્યો પ્રિયંકા અને નિકે આ બંગલો 2019માં 166 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બંને દીકરી માલતી સાથે તેમાં રહે છે. આ લક્ઝુરિયસ પ્રોપર્ટીમાં 7 બેડરૂમ, 9 બાથરૂમ, તાપમાન કંટ્રોલ કરવા માટે વાઇન સેલર, શેફ્સ કિચન, હોમ થિયેટર, સ્પા, સ્ટીમ શાવર, જિમ અને બિલિયર્ડ રૂમ છે.
પ્રિયંકા 'ધ બ્લફ'માં જોવા મળશે પ્રિયંકાની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે હોલિવૂડની ફિલ્મ 'ધ બ્લફ'માં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ જૂનથી શરૂ થશે. આ પહેલાં પ્રિયંકાએ હોલિવૂડ પ્રોજેક્ટ્સ- 'બેવોચ', 'ધ મેટ્રિક્સ રિસર્ક્શન્સ' અને રોમેન્ટિક કોમેડી 'લવ અગેઇન'માં કામ કર્યું છે.
















