- Gujarati News
- Entertainment
- Big Update On 'Bajrangi Bhaijaan' And 'Rowdy Rathore' Sequels
'બજરંગી ભાઈજાન' અને 'રાઉડી રાઠોડ'ની સિક્વલ અંગે મોટું અપડેટ:નિર્માતા કે.કે. રાધામોહને પુષ્ટિ કરતાં કહ્યું કે, 'જલદી જ તેઓ સલમાન ખાનનો સંપર્ક કરશે'
- કૉપી લિંક

2015માં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ 'બજરંગી ભાઈજાન' અને 2012માં રિલીઝ થયેલી અક્ષય કુમારની 'રાઉડી રાઠોર'ની સિક્વલ પર હાલમાં જ મોટું અપડેટ આવ્યું છે. નિર્માતા કે.કે. રાધામોહને એક ઈવેન્ટમાં આ અંગે માહિતી આપી છે કે, 'આ બંને ફિલ્મો પર ટૂંક સમયમાં કામ શરૂ થશે. તેમની સ્ક્રિપ્ટો પૂરી થઈ ગઈ છે.'
હાલમાં જ હૈદરાબાદમાં આયોજિત ફિલ્મ 'રુસલાન'ના પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન નિર્માતા રાધા મોહને આ વિશે વાત કરી હતી. રાધા મોહને જણાવ્યું કે, 'આ બંને ફિલ્મોની સ્ક્રિપ્ટ રાજામૌલીના પિતા વિજયેન્દ્ર પ્રસાદે લખી છે.'

'રાઉડી રાઠોડ-2'ના કાસ્ટિંગ પર કામ થશે નિર્માતાએ કહ્યું, 'લેખક વિજયેન્દ્ર પ્રસાદે મારા માટે બે વાર્તાઓ લખી છે. એક છે 'વિક્રમાકુડુ-2', જેની હિન્દી સિક્વલ 'રાઉડી રાઠોડ-2'ના નામથી બનાવવામાં આવશે. તેની વાર્તા તૈયાર છે અને અમે ટૂંક સમયમાં ફિલ્મનાં કાસ્ટિંગ પર કામ શરૂ કરીશું. આ પ્રસંગે તેમની સાથે લેખક વિજયેન્દ્ર પ્રસાદ પણ હાજર હતા.
મેકર્સ જ જલદી સલમાનને મળશે 'બજરંગી ભાઈજાન'ની સિક્વલ વિશે વાત કરતી વખતે રાધા મોહને કહ્યું કે, તેણે આ ફિલ્મના બીજા ભાગની સ્ક્રિપ્ટ વાંચી છે અને તે જલદી જ સલમાનને મળશે અને તેની વાર્તા તેમને સંભળાવશે.

ફિલ્મનું ટાઇટલ 'પવનપુત્ર ભાઈજાન' હશે. અગાઉ 2021માં ફિલ્મ 'RRR'ના પ્રમોશનલ ઈવેન્ટમાં સલમાને કન્ફર્મ કર્યું હતું કે 'બજરંગી ભાઈજાન'ની સિક્વલ બનવા જઈ રહી છે. 2023માં બોલિવૂડ હંગામાએ એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે આ ફિલ્મમાં પૂજા હેગડે લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટાઇટલ 'પવન પુત્ર ભાઈજાન' હશે.
'મોહબ્બતેં' માટે શ્રીદેવી હતી પહેલી પસંદ: એક્ટ્રેસ અમિતાભની પત્નીનો રોલ નિભાવવાની હતી, કરિશ્મા અને કાજોલને પણ થઈ હતી ઓફર

મુકેશ ખન્નાએ ઝીનતની લિવ-ઇન સલાહ સામે વાંધો ઉઠાવ્યો: બોલ્યા, 'આ આપણી સંસ્કૃતિ જ નથી, તેથી તેને સ્વીકારી શકાય જ નહીં'

અરશદે શેર કરી 'મુન્નાભાઈ MBBS' સાથે જોડાયેલી એક ઘટના: બોલ્યો, 'પહેલાં ફિલ્મમાં મારું નામ 'ખુજલી' હતું, વિનંતી કરીને મારું નામ અને લુક બદલવામાં આવ્યાં'

















