- Gujarati News
- Year ender 2025
- New Year 2026: Kiribati To Welcome 2026 First; India To Follow 29 Countries
દુનિયાભરમાં ન્યૂ યરનું ગ્રાન્ડ વેલકમ:ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેર પર 10 લાખ લોકો ઊમટી પડ્યા, બ્રિટન-ફ્રાન્સમાં જોરદાર આતશબાજી, નેધરલેન્ડના ઐતિહાસિક ચર્ચમાં આગ લાગી
- કૉપી લિંક

ભારત સહિત સમગ્ર વિશ્વમાં વર્ષ 2026નું આગમન થઈ ચૂક્યું છે. દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર લોકોએ કાઉન્ટડાઉન સાથે નવા વર્ષને વધાવ્યું હતું, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.
સૌથી પહેલા ન્યૂઝીલેન્ડે 2026માં પ્રવેશ કર્યો, જ્યાં ઓકલેન્ડના સ્કાય ટાવર પર ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. જાપાન, ચીન, સિંગાપોર, UAE, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં આતશબાજી અને પરંપરાગત આયોજનો સાથે નવું વર્ષ મનાવવામાં આવ્યું હતું. અલગ-અલગ ટાઈમ ઝોનને કારણે ભારત પહેલાં 29 દેશોમાં 2026નું સ્વાગત થયું હતું.
નેધરલેન્ડના એમ્સ્ટર્ડમમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન ઐતિહાસિક વોન્ડેલ ચર્ચમાં આગ લાગી ગઈ, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગ્યા બાદ તાત્કાલિક ઈમર્જન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
દુનિયાભરમાં નવા વર્ષની ઉજવણીના PHOTOS...
ન્યૂયોર્ક




બ્રાઝિલ



બ્રિટન


ફ્રાન્સ


જર્મની



નેધરલેન્ડ્સ

UAE


ચીન


સિંગાપોર

સાઉથ કોરિયા


જાપાન

ઓસ્ટ્રેલિયા


ન્યૂઝીલેન્ડ

ભારતમાં નવા વર્ષની ઉજવણીની તસવીરો...






હેપ્પી ન્યૂ યર

સ્ટોરીમાં જાણો ટાઇમ ઝોન નવા વર્ષની એન્ટ્રી કેવી રીતે નક્કી કરે છે અને ન્યૂ યર સંબંધિત 5 અજીબોગરીબ રિવાજ...
સૌથી પહેલા જાણો કે આ ટાઇમ ઝોન શું છે
ટાઇમ ઝોન પૃથ્વીને સમય મુજબ વહેંચવાની એક રીત છે. પૃથ્વી દર 24 કલાકમાં 360 ડિગ્રી ફરે છે, એટલે કે દર કલાકે 15 ડિગ્રી, જેને એક ટાઇમ ઝોનનું અંતર માનવામાં આવ્યું છે.
આનાથી આખી દુનિયામાં 24 સમાન અંતરવાળા ટાઇમ ઝોન બન્યા. દરેક ટાઇમ ઝોન 15 ડિગ્રી રેખાંશનો હોય છે અને એકબીજાથી અંદાજે એક કલાકનો તફાવત ધરાવે છે. આ જ કારણે ક્યાંક સવાર હોય છે તો ક્યાંક રાત અને ક્યાંક નવું વર્ષ પહેલા આવે છે તો ક્યાંક પછીથી. ટાઇમ ઝોન જ નક્કી કરે છે કે કયા દેશમાં તારીખ ક્યારે બદલાશે.

ટાઇમ ઝોનની જરૂર કેમ પડી?
ઘડિયાળની શોધ 16મી સદીમાં થઈ હતી, પરંતુ 18મી સદી સુધી નવું વર્ષ સૂર્યની સ્થિતિ મુજબ સેટ કરવામાં આવતું હતું. જ્યારે સૂર્ય માથા પર હોય ત્યારે સમય 12 વાગ્યાનો માનવામાં આવતો.
શરૂઆતમાં અલગ-અલગ દેશોના અલગ-અલગ સમયથી કોઈ મુશ્કેલી નહોતી, પરંતુ બાદમાં રેલવે દ્વારા લોકો થોડા જ કલાકોમાં એક દેશથી બીજા દેશ પહોંચવા લાગ્યા.
દેશોના અલગ-અલગ સમયને કારણે લોકોને ટ્રેનના સમયનો હિસાબ રાખવામાં મુશ્કેલીઓ પડી. આને ઉદાહરણથી સમજો- ધારો કે 1840ના દાયકામાં બ્રિટનમાં જો કોઈ વ્યક્તિ સવારે 8 વાગ્યે લંડનથી નીકળી અને પશ્ચિમમાં અંદાજે 190 કિમી દૂર બ્રિસ્ટલ ગઈ. તેની યાત્રા લગભગ 5 કલાકની હોત.
લંડનના સમય મુજબ એે 1 વાગ્યે બ્રિસ્ટલ પહોંચત, પરંતુ બ્રિસ્ટલનો સ્થાનિક સમય લંડન કરતાં 10 મિનિટ પાછળ હતો, તેથી બ્રિસ્ટલની ઘડિયાળમાં 12:50 જ વાગતા હોત.

ટાઇમ ઝોન નવા વર્ષની એન્ટ્રી કેવી રીતે નક્કી કરે છે?
નવું વર્ષ ટાઇમ ઝોન મુજબ રાત્રે 12 વાગ્યે આવે છે. સૌથી પહેલા એ દેશ નવું વર્ષ ઊજવે છે, જે સૌથી પૂર્વમાં છે (જેમ કે કિરિબાતી અને ન્યૂઝીલેન્ડ). ત્યાર બાદ ધીરે-ધીરે બાકીના ટાઇમ ઝોનમાં નવું વર્ષ આવે છે.
ન્યૂઝીલેન્ડમાં ભારત કરતાં સાડા 7 કલાક પહેલાં અને અમેરિકામાં ભારત કરતાં સાડા 9 કલાક પછી નવું વર્ષ શરૂ થાય છે. આખી દુનિયામાં નવું વર્ષ આવવાની પ્રક્રિયા અંદાજે 26 કલાક સુધી ચાલતી રહે છે.






નવા વર્ષની ઉજવણીનો ઇતિહાસ કેટલો જૂનો?


નવા વર્ષ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો...
સોનામાં આ વર્ષે 1 લાખ પર 80 હજારનો નફો:2026માં ગોલ્ડ, શેર, પ્રોપર્ટીમાં 15% સુધી રિટર્નની આશા; આ વર્ષે ક્યાં કરવું રોકાણ?

આ વર્ષે સોનાએ 1 લાખ રૂપિયાના રોકાણને 1.80 લાખ બનાવી દીધું. અહીં 80% રિટર્ન મળ્યું. જ્યારે શેરબજાર અને FDમાં માત્ર 8% રિટર્ન મળ્યું, એટલે કે 1 લાખનું રોકાણ 1.08 લાખ જ બન્યું. માર્કેટ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર 2026માં સોનું, શેર અને પ્રોપર્ટીમાં 12થી 15% સુધી રિટર્ન મળી શકે છે, એટલે કે 1 લાખના રોકાણ પર આશરે 15 હજારનો નફો થઈ શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
















