- Gujarati News
- Local
- Gujarat
- Chhota udaipur
- Sankheda
- Tribal Farmers Suffer Due To Network And Smartphone Problems
નેટવર્ક અને સ્માર્ટફોનની મુશ્કેલીથી આદિવાસી ખેડૂતોને હાલાકી:નવી ખાતર વિતરણ પદ્ધતિથી છોટાઉદેપુર જિ.ના ખેડૂતો પરેશાન
- કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં 13 નવેમ્બરથી અમલમાં આવેલી નવી ખાતર વિતરણ પદ્ધતિને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સર્વર ડાઉન, નેટવર્કની સમસ્યા તેમજ સ્માર્ટફોનની ફરજિયાત શરતથી ખેડૂતો પરેશાન થયા છે. સંખેડા APMCએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી જૂની પ
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સંખેડા દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર સંપૂર્ણ આદિવાસી જિલ્લો છે. અહીં મોટાભાગના ખેડૂતો નાના તેમજ સીમાંત છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં મોબાઇલ નેટવર્કની સુવિધા પૂરતી નથી. નવી FFS સિસ્ટમમાં સ્માર્ટફોન દ્વારા રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આથી સ્માર્ટફોન ન ધરાવતા તેમજ ટેકનોલોજીથી અજાણ ખેડૂતોને ખાતર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
આથી APMCના ચેરમેને અગાઉની જેમ આધારકાર્ડ અથવા અંગૂઠાની મદદથી ખાતર વિતરણ કરવાની પદ્ધતિ ચાલુ રાખવા માંગ કરી છે. નવી સિસ્ટમ યથાવત રહેશે તો આદિવાસી ખેડૂતોને અન્યાય થવાની આશંકા પણ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીના છોટાઉદેપુર પ્રવાસ પૂર્વે કરાયેલી આ રજૂઆતમાં તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા અપીલ કરવામાં આવી છે.
મોબાઈલમાં એપ ઇન્સ્ટોલ કર્યા બાદ આગળ પ્રોસેસ હવે ખાતર લેવા માટે ખેડૂતે પોતાના મોબાઈલમાં એક એપ્લિકેશન ઇન્સ્ટોલકરવાની રહે છે. તેમાં જરૂરી વિગતો નાખ્યા બાદ ખેતરમાં કયો પાક છે તેપસંદ કરવાનું હોય છે. ખેતરના માપ પ્રમાણે ઓટોમેટીક કયું કેટલું ખાતરજોઈશે તેની વિગતો જનરેટ થાય છે. તે મુજબ આપણે ક્યુ આર કોડ જનરેટકરી આગળ કાર્યવાહી એપ્લીકેશનમાં કરવી પડે છે.
સુધારો થવો જરૂરી છે શુક્રવારે જે દિવસે આ નવી ખાતર વિતરણ માટેની વ્યવસ્થા શરૂ થઈ તે જ દિવસે બપોર સુધી સોફ્ટવેર અપડેટ થયા હતા. જેને કારણે ખેડૂતોને પહેલા જ દિવસે ખાતર લેવા માટેની ખૂબ જ તકલીફ ભોગવી પડી હતી. આ નવી પદ્ધતિને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી શકે એમ છે. જેથી તેમાં સુધારો થવો જરૂરી છે. > એમિશ દેસાઈ, ખેડૂત, બહાદરપુર
ખાતર લેવાની મુશ્કેલી પડી શકે એમ છે સંખેડા તાલુકામાં ઘણી બધી વસાહતો આવેલી છે. બધા જ ખેડૂતો પાસે સ્માર્ટફોન હોય તે જરૂરી નથી. જેથી ખેડૂતોને નવી વિતરણ વ્યવસ્થામાં ખાતર લેવાની મુશ્કેલી પડી શકે એમ છે. તેથી જૂની પદ્ધતિ પ્રમાણે ખાતરની ફાળવણી કરવામાં આવે તે જરૂરી છે. > વિપુલ પટેલ, ખેડૂત, કાવીઠા
ઓનલાઈન રજિ. સામે કિસાન મોરચાની રજૂઆત સંખેડા રેસ્ટ હાઉસમાં જિલ્લા કિસાન મોરચાની મિટિંગ યોજાઈ હતી. જેમાં રાજ્ય કિસાન મોરચા પ્રમુખ સમક્ષ લેખિત રજૂઆત કરાઈ છે કે, ખાતર વિતરણમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનના નિયમથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળવામાં મુશ્કેલી પડે છે. આ અંગે ફેરવિચારણા કરી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને સરળતાથી ખાતર મળી રહે તેવી મંડળ કિસાન મોરચા દ્વારા માંગ કરાઈ છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















