- Gujarati News
- Local
- Gujarat
- Chhota udaipur
- Nasvadi
- The Sarpanch Himself Locked The Door To Prevent Members From Entering The Naswadi Group Gram Panchayat Meeting.
અવિશ્વાસની દરખાસ્ત સમયે સભ્યોને રોકવા દરવાજે તાળાબંધીનો વીડિયો વાયરલ:નસવાડી જૂથ ગ્રામ પંચાયતની બેઠકમાં સભ્યોને અટકાવવા સરપંચે જ દરવાજાને તાળું માર્યું હતું
- કૉપી લિંક

નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્તની બેઠકમાં થયેલી બબાલનો હવે એક વિડિઓ વાયરલ થયો છે. આ વિડિઓમાં સરપંચ પોતે બે વ્યક્તિઓ સાથે મળીને ગ્રામ પંચાયતના દરવાજાને સાંકળથી બંધ કરીને તાળું મારતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
વિડિઓ વાયરલ થયા બાદ સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. આરોપ છે કે, સરપંચે પોતે હોદ્દાનો દુરુપયોગ કરીને અવિશ્વાસની દરખાસ્તની બેઠક ન થાય તે માટે સભ્યોને બેઠકમાં આવતા અટકાવ્યા હતા. સભ્યો બેઠકમાં ન આવી શકે તે માટે જાણી જોઈને દરવાજાને તાળું મારી દેવામાં આવ્યું હતું.
સભ્યોના જણાવ્યા મુજબ, તેઓ ટેમ્પો ટ્રાવેલ્સ ગાડીમાં બેઠકમાં ભાગ લેવા માટે આવ્યા હતા. ત્યારે ટોળા દ્વારા ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ગાડીને ભારે નુકસાન થયું હતું.
આ બાબતે ડ્રાઈવર સહિત બે સભ્યોએ નસવાડી પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હોવા છતાંય નસવાડી પોલીસે હજુ સુધી ફરિયાદ દાખલ કરી નથી. સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, પોલીસની હાજરીમાં જ આ ઘટના બની હતી, છતાંય પોલીસે સરપંચ સામે કોઈ કાર્યવાહી કરી ન હતી.
લોકશાહીમાં ચૂંટાયેલા સભ્યોને બેઠકમાં આવતા રોકવા એ લોકશાહીની હત્યા સમાન છે. તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી આ વિડિઓની નોંધ લઈને સરપંચ સામે કડક કાર્યવાહી કરે તેવી સભ્યો ની માંગ ઉઠી છે.
સાથે જ પોલીસે પણ ફરિયાદ દાખલ કરીને પથ્થરમારો કરનારા અને તાળાબંધી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, નહીં તો લોકોનો કાયદા પરથી વિશ્વાસ ઉઠી જશે તેવી નસવાડી ટાઉન મા ચર્ચા થઈ રહી છે.
સરપંચે બેઠક ન થવા દીધી હવે 12 નવેમ્બર ફરી બેઠક નસવાડી મા 4 નવેમ્બર ના રોજ અવિશ્વાસ ની દરખાસ્ત ને લઈ સભ્યોની બેઠક હતી. જે બેઠક નિયમ મુજબ થઈ ગઈ હોત. પરંતુ સરપંચ પોતે બે વ્યક્તિ સાથે મળી પંચાયત ને તાળું મારે સ્પષ્ટ વિડિઓમા દેખાય છે. તો સરપંચ બેઠક ન થવા દીધી. અમે પોલીસ ફરિયાદ આપી તોય હજુ કાર્યવાહી નથી કરાઈ. અને જે બેઠક ન થઈ એના ફરી 12 નવેમ્બર બપોર 1 કલાકે બેઠકના એજન્ડા અપાયા છે. પરંતુ બેઠક ન થઈ એ બાબતે કેમ સરપંચ સામે કાર્યવાહી નથી કરાતી ? > પારૂલબેન મહેશભાઈ વણકર, વોર્ડ સભ્ય
અજાણ્યાએ તાળું મારેલનું કારણ લખ્યું હોઇ એજન્ડા નથી લીધા બેઠક અધિકારી અને તલાટી એજન્ડા લઈ આવ્યા હતાં. એમા લખ્યું છે કે, 4 નવેમ્બર ની બેઠકમા અવ્યવસ્થા એટલે કોને કરી ? પોલીસ હાજર હતી, બધુ થયું એ બધાએ જોયું તો પોલીસ જાતે ફરિયાદી કેમ ન બને ? અમે જે પોલીસ ફરિયાદ આપી એ હજુ દાખલ કરાઈ નથી. કાર્યવાહી કરાઈ અને એજન્ડા બજાવવા અન્ય તારીખ ના આવ્યા એટલે ગેરવ્યવસ્થા અને અજાણ્યા ઈસમ તાળું મારેલ તો સ્પષ્ટ લખી એજન્ડા આપે તો લઈએ. સીસીટીવી ગ્રામ પંચાયતમા હતા એ બાબતે તપાસ કરો. પંચાયતની બેઠક ન ભરાઈ એનું કારણ સરપંચે પોતે બધુ કર્યું છે. > જાવેદ શેખ, વોર્ડ સભ્ય
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















