- Gujarati News
- Local
- Gujarat
- Chhota udaipur
- Nasvadi
- The Meeting Was Held Amidst Tight Security.
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બેઠક યોજાઈ:નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં 2 જ સભ્યો હાજર રહેતાં સરપંચ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત રદ
- કૉપી લિંક

નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ લાવવામાં આવેલી અવિશ્વાસ દરખાસ્ત રદ થઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેઠક યોજાઈ હતી, પરંતુ સભ્યો તો આવ્યા જ નહીં.
મળતી માહિતી મુજબ, નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ મેહુલ તડવી વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવી હતી. જેની બેઠક પંચાયત કચેરીએ યોજાઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
બેઠકનો સમય એક ક્લાકનો એટલે કે બપોરના 1થી 2 સુધીનો હતો. એ સમયે બેઠક અધિકારી ગ્રામ પંચાયતમાં બેસી રહ્યા હતા, પરંતુ બેઠકમાં કુલ 12 સભ્યોમાંથી ફક્ત 2 સભ્યો જ હાજર રહ્યા હતા.
10 સભ્યો ગેરહાજર રહ્યા હતા. આથી કોરમના અભાવે સરપંચ અવિશ્વાસ દરખાસ્ત રદ કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, પંચાયત આંગણે ગ્રામજનો પણ ફરક્યા જ નહીં. જે બેઠકને લઈને ગામમાં ભારે ચર્ચા હતી, તે બેઠકમાં જ કોઈ આવ્યું નહીં. પંચાયત કચેરી બહાર પોલીસ જવાનો જ જોવા મળ્યા હતા.
સભ્યોની ગેરહાજરીને લઈને ગામમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. સભ્યો દબાણમાં હતા કે પછી પોતાની મરજીથી ગેરહાજર રહ્યા તે અંગે ચર્ચા ચાલી રહી છે. લોકચર્ચા મુજબ એક સભ્ય દીઠ રૂા.25 લાખના કામો વાદ વિવાદ વગર અને ટકાવારી નહીં આપવાની સમજૂતી સભ્યો સાથે થઈ હોવાની વાતો વહેતી થઈ છે. તો બીજી તરફ સરપંચ જૂથમાં આ નિર્ણયને લઈને ખુશી જોવા મળી રહી છે. હવે આગામી દિવસોમાં ફરી અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું.
કોઈ વિવાદ ના થાય તે માટે પોલીસ બંદોબસ્ત રખાયો એક પીઆઈ, 3 પીએસઆઈ સહિત 30થી વધુ પોલીસ કર્મીઓ બેઠકને લઈ સતત બંદોબસ્તમાં ગોઠવાયા હતા. એકપણ ગ્રામજનો કે અન્ય કોઈને પણ તલાટીની મંજૂરી લીધા વગર ગ્રામ પંચાયતની અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.
2 સભ્ય પૈકી સરપંચ પોતે અને 1 સભ્ય હાજર રહેતાં દરખાસ્ત રદ નસવાડીમાં ગત વખતની બેઠકમાં વાદ વિવાદ થયા બાદ ફરી જે બેઠક યોજાઈ તેમાં અમે સમયસર હાજર રહ્યા હતા. આ બેઠકમાં ફક્ત બે સભ્યો હાજર રહ્યા અને દસ સભ્ય ગેર હાજર રહેતાં અવિશ્વાસની દરખાસ્ત રદ થઈ છે. > અશોક બારીયા, બેઠક અધિકારી, નસવાડી
બેઠકમાં સભ્યો હાજર ના રહે તેથીભાજપ તંત્રનો ઉપયોગ કર્યાનો આક્ષેપ સભ્યો અવિશ્વાસની દરખાસ્તને લઈ અગાઉ બેઠકમાં આવ્યા હતાત્યારે પથ્થરમારા સહિત સભ્યોને ગ્રામ પંચાયતમાં પૂરી દેવાયાહતા. તે દિવસની ઘટના બન્યા બાદ ત્રણ પોલીસ ફરિયાદ અપાઈહતી. છતાંય પોલીસે એકપણ ગુનો દાખલ નહીં કરતાં સભ્યોમાંરોષ ઉઠ્યો હતો. આખરે તંત્રે બીજી બેઠક મળી એ પહેલાં તમામતાકાત લગાવી સભ્યોને હાજર ન રહેવા દબાણ કરાયાની ચર્ચાઉઠી હતી. હવે ફરી આ સભ્યો ક્યાં સુધી શાંત રહેશે તે જોવું રહ્યું.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















