Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

સખી મંડળને ટ્રેક્ટર મળ્યું, છતાં TDO અને અધિકારીઓ સંપૂર્ણપણે અજાણ:સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો , પ્રમુખે ₹2.87 લાખ ભર્યાની વાત

નસવાડી13 દિવસ પેહલા
  • કૉપી લિંક

નસવાડી તાલુકાના રાયસીંગપુરા ગામે જય યોગેશ્વર સખી મંડળને મળેલા ટ્રેક્ટરને લઈને વિવાદ વકર્યો છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા 90 ટકા સરકારી સહાયથી આપવામાં આવેલા ટ્રેક્ટર અંગે તાલુકા વિકાસ અધિકારી (TDO) અને સખી મંડળના અધિકારીઓ પણ અજાણ હોવાનું સામે આવતાં

.

મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી સખી મંડળને ટ્રેક્ટર આપવામાં આવ્યું હતું. મંડળની મહિલાઓને જ તેની જાણ નહોતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયા બાદ ટ્રેક્ટર મળ્યાની જાણ થઈ હતી. આ મુદ્દે નસવાડી તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ કનુભાઈ ભીલે સતત પૂછપરછ કરી હતી. TDO અને સખી મંડળના અધિકારીઓ પણ અજાણ હોવાનું સામે આવ્યું હતું.

કનુભાઈ ભીલના જણાવ્યા મુજબ, ટ્રેક્ટર માટે અંદાજિત રૂ. 2.87 લાખની રકમ મંડળના પ્રમુખે ભરી હોવાનું કહેવાય છે. મંડળના મહિલા મંત્રીને પણ તેની જાણ નહોતી. પ્રમુખ ટ્રેક્ટર પોતાનું હોવાનું જણાવતાં વિવાદ વધ્યો છે. આ બાબતે TDO સમક્ષ મહિલાઓએ રજૂઆત કરી હતી. તાલુકા અને જિલ્લા કક્ષાએ સંકલનના અભાવ અંગે સવાલો ઊઠ્યા છે. ટ્રેક્ટરની ફાળવણી અને સહાય અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવાની માગ ઊઠી છે.

મહિલાઓ દર મહિને રૂા. 100 ભરે છે, છતાં લાભ મળતો નથી અમે મહિલાઓ દર મહિને રૂા. 100 ભરીએ છીએ, છતાં આત્મનિર્ભર બનવા માટે કોઈ લાભ મળતો નથી. અમને સિલાઈ મશીન અને અન્ય ચીજવસ્તુઓ મળે તો અમે પગભર બની શકીએ. > સરોજબેન ભીલ, સખી મંડળનાં મહિલા સભ્ય

સખી મંડળને અપાયેલાં ટ્રેક્ટરોની ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તે જરૂરી છેલ્લા આઠ દિવસથી હું પૂછપરછ કરું છું, પરંતુ સરખો જવાબ મળતો નથી. અમારી ભાજપ સરકાર લાભ આપે છે, પરંતુ તાલુકાના અધિકારીઓને જ આ લાભ વિશે જાણ ન હોય તો શું કરવું? અમારા ગામના સખી મંડળને ટ્રેક્ટર આપ્યું હોવાની જાણ પણ મીડિયા અને સમાચારોમાં વીડિયો આવ્યા બાદ થઈ છે. બાકી તેની જાણ ક્યાંથી થાત? કેટલાં ટ્રેક્ટર અને કયાં અપાયાં તેની તપાસ થવી જોઈએ. સખી મંડળમાં ટ્રેક્ટર રહે તો તમામ મહિલાઓને તેનો ફાયદો થશે, એટલું જ કહેવું છે. > કનુભાઈ ભીલ, માજી ઉપપ્રમુખ, નસવાડી તાલુકા પંચાયત

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links