Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

નસવાડીના 212 ગામના તાલુકા મથકના મુસાફરો પરેશાન:હાલોલ, રાજપીપળા, ઝઘડિયા સહિતના એસ.ટી. બસોના રૂટો છેલ્લા 1 વર્ષથી બંધ

નસવાડી15 દિવસ પેહલા
  • કૉપી લિંક

નસવાડીમાંથી પસાર થતી મહત્વની એસ.ટી. બસોના રૂટ છેલ્લા એક વર્ષથી બંધ કરાતા આદિવાસી વિસ્તારના મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલોલ, રાજપીપળા, ઝઘડિયા અને કરંટા રૂટની બસો બંધ થતાં વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

.

નસવાડી છોટાઉદેપુર જિલ્લાનું 212 ગામો ધરાવતું તાલુકા મથક છે. અહીંથી દરરોજ હજારો લોકો અવરજવર કરે છે. પાવાગઢ માતાજીનાં દર્શને જતા ભક્તો પણ આ રૂટનો ઉપયોગ કરે છે. અગાઉ નસવાડીથી હાલોલ, ભરૂચ, રાજપીપળા, ઝઘડિયા અને કરંટા સુધીની બસોમાં મુસાફરોની ભીડ રહેતી હતી. એસ.ટી.ને સારી આવક થતી હોવા છતાં આ રૂટ બંધ કરાતા લોકો પરેશાન છે.

ભરૂચ અને રાજપીપળાથી નસવાડી થઈ પાવાગઢ તથા ગોધરા જતા મુસાફરોને હવે વચ્ચે બસ બદલવી પડે છે. કલાકો સુધી બીજી બસની રાહ જોવી પડતાં સમય અને નાણાંનો બગાડ થાય છે.

સ્થાનિકોના આક્ષેપ મુજબ શહેરોમાં નવી બસો ફાળવાઈ રહી છે. જ્યારે આદિવાસી વિસ્તારોના ચાલતા રૂટ બંધ કરાયા છે. સાંસદ અને સ્થાનિક ધારાસભ્યો આ પ્રશ્ને ધ્યાન આપે. બંધ રૂટ તાત્કાલિક શરૂ કરાવે. એવી મુસાફરોની માગ છે.

આદિવાસી વિસ્તારના બંધ પડેલા બસ રૂટ ફરી શરૂ કરાવો બોડેલી ડેપોની હાલોલ, રાજપીપળા અને ઝઘડિયા ડેપોની ઝઘડિયા તથા કરંટા જતી બસો ફરી શરૂ કરાવવામાં આવે. આદિવાસી વિસ્તારના લોકોને લોકલ બસની સુવિધા વધારવાને બદલે એસ.ટી. તંત્ર દ્વારા રૂટ જ બંધ કરી દેવામાં આવ્યા છે. આ બાબતે કોઈ ધ્યાન આપતું ન હોય તેમ લાગી રહ્યું છે.

ફોરવ્હીલ વાહનોમાં મુસાફરી કરનારા લોકો એક શહેરથી બીજા શહેર જાય છે, પરંતુ ઓછા ભાડામાં મુસાફરી કરતા લોકો આજે પણ એસ.ટી. બસ પર આધાર રાખે છે. ત્યારે બોડેલી અને ઝઘડિયા ડેપોના બંધ પડેલા બસ રૂટ ફરી શરૂ કરવામાં આવે તો આદિવાસી વિસ્તારના મુસાફરોને રાહત મળે. > કાંતિભાઈ ભીલ, મુસાફરર

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links