- Gujarati News
- Local
- Gujarat
- Chhota udaipur
- Nasvadi
- Members And Officers Held Hostage Despite Police Presence
પોલીસ હાજર છતાં સભ્યો- અધિકારીઓ બંધક:નસવાડીમાં અવિશ્વાસ પ્રસ્તાવ રોકવા પંચા.ને તાળું, અધિકારી સહિત 3ને પૂરી દેવાયા : 8 સભ્યને લાવતી કાર પર પથ્થરમારો
- કૉપી લિંક

નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્તને લઈને બોલાવેલી બેઠકમાં મોટી બબાલ થઈ હતી. ગ્રામ પંચાયતને બહારથી તાળું મારી દઈને બેઠક અધિકારી અને સભ્યોને અંદર પૂરી દેવામાં આવ્યા હતા.
તો બીજી તરફ સભ્યો જે મોટી ગાડીમાં આવ્યા હતા તે ગાડી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.ગાડી ને નુકસાન થતા પોલીસને ફરિયાદ આપી તો અન્ય સભ્યોએ પણ તેઓને પુરી દેવાયા હોવાની પોલીસ ફરિયાદ આપી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, નસવાડી ગ્રામ પંચાયતમા સવારે 11 વાગ્યે સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત અને વિશ્વાસના મતને લઈને બેઠક યોજાવાની હતી. તે માટે 8 સભ્યો બહાર હતાં. તેઓ ગાડીમાં બેસી બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા. પરંતુ પંચાયત કચેરી બહાર પહેલેથી જ ટોળું એકઠું થઈ ગયું હતું. ટોળાએ ગાડીને ઘેરી લઈને પથ્થરમારો કર્યો હતો. જેમાં ગાડીના કાચ તૂટી ગયા હતા અને ગાડીને નુકસાન થયું હતું.
જયારે 3 સભ્યો ગ્રામ પંચાયતમા હોઇ અને બેઠક અધિકારી પણ હાજર હોય તે વખતે દરવાજાને તાળું મારી દેવામાં આવ્યું હતુ. તો બાકીના 8 સભ્યો ગાડીમાં જ કેદ રહ્યા હતા.
લગભગ એક કલાક સુધી 3 સભ્યો ગ્રામ પંચાયતમાં પુરાયેલા રહ્યા હતાં. અને 8 સભ્યો ગાડીમાં કેદ રહ્યા હતા.નસવાડી પોલીસ ની હાજરી મા આ ઘટના બની હોવા છતાંય પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં નહીં આવતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
નસવાડી પોલીસની હાજરીમાં જ સતત બે કલાક સુધી પરિસ્થિતિ કાબૂમાં આવી ન હતી. બાદમાં પરિસ્થિતિ થોડી થાળે પડતા સભ્યોને બહાર કાઢવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયતમાં કેદ કરવામાં આવેલા સભ્યો સાથે ગાડીને વ્યાપક નુકસાન થયું હોવાથી ગાડીના ડ્રાઈવરે અને સભ્યો એ નસવાડી પોલીસ મથકે ફરિયાદ આપી છે.
સરપંચ સભ્યોનો આ વિવાદ આખરે સમગ્ર ગામની એકતાને નુકશાન કરશે તેમ આ ઘટના બનતા નસવાડીથી લઈ સમગ્ર જિલ્લા અને રાજ્ય સુધી બબાલના વીડિયો વાયરલ થયા હતા.
અધિકારી સૌ મળેલા છે,મારો વાંધો નથી લેવાયો મારો વાંધો નિયમ મુજબ અધિકારીએ લેવો જોઈએ એ ન લીધો. લોકશાહીમાં બેઠકમાં આવવાનો દરેક સભ્યને અધિકાર છે. ત્યારે આ રીતે તાળાબંધી કરીને અને પથ્થરમારો કરીને ડરાવવાનો પ્રયાસ થતો હોય તો તે લોકશાહી માટે ખતરનાક કહેવાય. આ મામલે પોલીસે તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. એક ક્લાક બગડ્યો એટલે બેઠકનો સમય પૂરો કર્યો. આખુ તંત્ર મળી ગયું. અવિશ્વાસની દરખાસ્તને લઈ અમે ફરી મેદાને પડીશું. > જાવેદ શેખ, વોર્ડ સભ્ય.
મારી બાળકીને દૂધ પીવડાવવા ના દીધું અમે ગ્રામ પંચાયત અંદર હતા અને બહારથી તાળું સરપંચ સાથે બે વ્યક્તિ મારેલ હોવાનો બધા પાસે વિડિઓ છે. અમે અંદર પુરાઈ રહ્યા, મારી નાની બાળકી હોય તેને દૂધ પીવડાવાનું હોય મેં કેટલી કકડી તોય અધિકારી પોલીસ કોઈ મદદરૂપ ન બન્યું. 112 ને પણ કોલ કર્યો, તોય મદદ ન મળી. > તરનુંમ મેમણ, વોર્ડ સભ્ય.
તાળું કટરથી કપાવ્યું છે અવિશ્વાસ બેઠકમા સભ્યો આવવવાના હતાં. પણ બધી બબાલ થતા દરવાજાને તાળું મરાયું હતું. સમય પુરો થયા બાદ અમે જ કટર થી તાળા કપાવી બહાર નીકળ્યા હતાં. >રાકેશ તડવી, તલાટી કમ મંત્રી નસવાડી.
તાળું કોણે માર્યું ખબર નથી 12 સભ્યોમાંથી 3 સભ્યો અંદર હતા. પણખુરશીમા બેઠા નથી. અમે બેઠક પક્રિયાનેલઈ અંદર હતા. બેઠકનું કોરમ થયુંનથી.તાળુ કોને માર્યુ એ ખબરનથી. >અશોક ભાઈ બારીયા, વિસ્તરણઅધિકારી, નસવાડી
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















