Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

નસવાડીમાં દિવાળી પૂર્વે આરોગ્ય તંત્ર સતર્ક:વિવિધ ચીજ વસ્તુઓની તારીખ સાથે ગુણવત્તા બનાવટ અંગે ચેકિંગ કરાયું

નસવાડી8 દિવસ પેહલા
  • કૉપી લિંક

દિવાળીના તહેવારને લઈને નસવાડીમાં આરોગ્ય વિભાગ દ્વારા હોટલ રેસ્ટોરન્ટ ખાણી-પીણીની લારીઓ પર ચેકિંગ હાથ ધરાયું હતું. આરોગ્ય વિભાગની ચેકલિસ્ટ મુજબ ચેકિંગ હાથ ધરીને લારી ધારકોને જરૂરી સૂચનો કરાયા છે.

.

દિવાળીના તહેવારોમાં બહારના ખાણી-પીણીનું વેચાણ વધી જતું હોય છે. સાથે જ વાસી અને ભેળસેળવાળો ખોરાક ખાવાથી લોકો બીમાર પડવાની શક્યતા રહે છે. તેને ધ્યાનમાં રાખીને નસવાડી તાલુકા આરોગ્ય વિભાગની ટીમે ટાઉન ના મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ વિસ્તાર અને ભીડભાડવાળા વિસ્તારોમાં આવેલી લારીઓ પર ચેકિંગ કર્યું હતું.

ચેકિંગ દરમિયાન લારી પરની સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોને ઢાંકીને રાખવામાં આવે છે કે કેમ, પીવાના પાણીની વ્યવસ્થા, વાસી ખોરાકનો ઉપયોગ થાય છે કે કેમ, તેલની ગુણવત્તા સહિતની બાબતોની તપાસ કરાઈ હતી.

તૈયાર ફરસાણ સહિત અન્ય ચીજ વસ્તુ ઉપર પેકીંગ તારીખ એક્સપાયર ડેટની પણ ચકાસણી કરાઈ હતી.આરોગ્ય વિભાગ દ્વારા લારી ધારકોને સ્વચ્છતા જાળવવા જેવી જરૂરી સૂચનાઓ અપાઈ હતી. સાથે જ જે લારીઓ પર ગંદકી જોવા મળી તેને તાત્કાલિક સાફ-સફાઈ કરવા તાકીદ કરાઈ હતી.

આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, દિવાળી સુધી આ રીતે સતત ચેકિંગ ચાલુ રહેશે. જો કોઈ લારી ધારક બેદરકારી દાખવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links