- Gujarati News
- Local
- Gujarat
- Chhota udaipur
- Nasvadi
- Despite The Need For Development Works In The Tribal Area, There Is An Attempt To Keep The Area Deprived Of Development.
કુકરદા જિલ્લા પંચાયત સદસ્યને કામ ન ફાળવતાં તાળાબંધીની ચીમકી:સઆદિવાસી વિસ્તારમાં વિકાસલક્ષી કામોની જરૂરિયાત હોવા છતાં વિસ્તારને વિકાસથી વંચિત રાખવાનો પ્રયાસ
- કૉપી લિંક
જિલ્લા પંચાયતમાં કરોડોના આયોજનો થયા પરંતુ કુકરદાના ચૂંટાયેલા સદસ્યને એક પણ રૂપિયાનું કામ આપવામાં આવ્યું ન હોઇ આગામી દિવસોમાં મત વિસ્તારના લોકો સાથે નસવાડી તાલુકા પંચાયતને તાળાબંધી કરવાની જિલ્લા પંચાયત સદસ્યે ચીમકી ઉચ્ચારી હતી.
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં કુકરદા જિલ્લા પંચાયત સદસ્ય જોડે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે 16મા નાણાપંચ અને સૌ કામો માટે ભંડોળનું કરોડોનું આયોજન કરવામાં આવ્યું, પણ મારા મત વિસ્તારને એક પણ રૂપિયાનું કામ આપવામાં આવ્યું નથી અને ભાજપના સભ્યોને એક જગ્યા પર બે બે કામો અપાયા છે.
તો આ કેટલો અન્યાય. અમને એક પણ કામ અપાયું નથી. આ અમારા મત વિસ્તારના લોકો સાથે બહુ મોટો અન્યાય છે. અમે સમાજના લોકો માટે બોલીએ છીએ અને વિસ્તારના લોકો માટે પ્રશ્ન ઉઠાવીએ છીએ. છતાં અમારી સાથે આવો અન્યાય કરાયો છે. પણ લોકો બધું આ જોઈ રહ્યા છે. આનો જવાબ લોકો 2027ની વિધાનસભા ચૂંટણીમાં મતથી આપશે.
સરકારની કોઈ પણ ગ્રાન્ટ લોકોના ટેક્સના પૈસાથી આવે છે. આવનાર સમયમાં નસવાડી તાલુકા પંચાયતને તાળું મારવા સુધીની વાત જિલ્લા પંચાયત સદસ્ય ડું ભીલ રતિલાબેન રસિકભાઈ દ્વારા કરવામાં આવી છે.
વિસ્તારમાં આજે પણ લોકોને પાયાની સુવિધાને લઈ વિકાસલક્ષી કામોની જરૂરિયાત હોય છતાંય વિસ્તારને વિકાસથી વંચિત રાખવાનો પ્રયાસ કરવામાં આવતો હોઇ જિલ્લાના આયોજન અધિકારીઓએ પણ નોંધ લેવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















