- Gujarati News
- Local
- Gujarat
- Chhota udaipur
- Nasvadi
- Decision Today On No confidence Motion Against Naswadi Gram Panchayat Sarpanch
નસવાડી ગ્રા.પં. સરપંચ સામે અવિશ્વાસ મુદ્દે આજે ફેંસલો:ભાજપના નેતાઓના સભ્યોને મનાવવાના પ્રયાસ નિષ્ફળ
- કૉપી લિંક
નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ સામે 12 સભ્યોએ કરેલી અવિશ્વાસની દરખાસ્તનો ફેંસલો બુધવારે આવશે. ત્યારે પંચાયતમાં સભ્યો સરપંચ સામે વિશ્વાસ મૂકશે કે અવિશ્વાસ, તેના ઉપર સૌની નજર મંડાયેલી છે.
નસવાડી તાલુકા વિકાસ અધિકારીના હુકમ મુજબ તા.4ના રોજ સવારે 11 વાગ્યે ગ્રામ પંચાયત કચેરી ખાતે આ ખાસ બેઠક બોલાવાઈ છે. જેમાં અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા અને મતદાન થશે. આ બેઠકની સંપૂર્ણ વીડિયોગ્રાફી કરાશે.
ઉલ્લેખનીય છે કે, તાલુકાની સૌથી મોટી ગણાતી નસવાડી જૂથ ગ્રા.પં.માં વર્ષો પછી ભાજપ પ્રેરિત સરપંચ મેહુલ તડવી ચૂંટાયા હતા. ત્યારે દોઢ વર્ષના ટૂંકા ગાળામાં જ 12 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લવાતાં સમગ્ર તાલુકામાં રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
એક તરફ ભાજપ પ્રેરિત સરપંચ હોવાનું કહેવાય છે તો બીજી તરફ અવિશ્વાસ લાવનારાઓમાં પણ ભાજપના જ સભ્યો હોવાની ચર્ચા છે. ત્યારે આ અવિશ્વાસ પાછળનું સાચું કારણ શું છે? વિકાસના કામોને લઈને નારાજગી છે કે પછી આંતરિક જૂથવાદ છે? તેની ચર્ચા ચોતરફ થઈ રહી છે. 12 સભ્યો સામે સરપંચ પોતાની બહુમતી સાબિત કરી શકશે કે કેમ તે જોવું રહ્યું. આ ફેંસલા બાદ નસવાડી જૂથ ગ્રામ પંચાયતનું રાજકારણ કઈ દિશામાં જશે તે નક્કી થશે.
ભાજપ નેતાઓ સભ્યોને સમજાવી ન શક્યા, સભ્યો બેઠક પહેલાં અજ્ઞાત સ્થળે રવાના નસવાડી જૂથ ગ્રામ પંચાયત સરપંચ સામેની અવિશ્વાસ દરખાસ્તને લઈ ભાજપના નેતાઓએ કેટલાક સભ્યોને સમજાવવા પ્રયાસ કર્યા હતા. વિકાસલક્ષી કામો આપવાથી લઈ દરેક બાબતે સમાધાન કરવા તૈયાર થયા હતા. પરંતુ સભ્યો સમાધાન કરવા તૈયાર ન થતા ભાજપના નેતાઓ નિષ્ફળ રહ્યા હતા. અવિશ્વાસ પ્રસ્તાવની બેઠક પહેલાં સભ્યો અજ્ઞાત સ્થળે જવા રવાના થયા હતા. બેઠક શરૂ થાય તે પહેલાં આવશે તેમ જાણવા મળ્યું છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















