Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

શિશુવિહાર સોસાયટીમાં વહેલી સવારે 4 બુકાનીધારી શખ્સો તાળાં તોડવા પહોંચ્યા:નસવાડીમાં પોલીસના વેશનો ભ્રમ ઊભો કરી તસ્કરોનો સોસા.માં ઘૂસવાનો પ્રયાસ

નસવાડી12 દિવસ પેહલા
  • કૉપી લિંક

નસવાડી ટાઉનની શિશુવિહાર સોસાયટીમાં વહેલી સવારે કારમાં આવેલા ચાર બુકાનીધારી શખ્સોએ ચોરીનો પ્રયાસ કરતાં રહીશોમાં ફફડાટ ફેલાયો છે. તસ્કરો પૈકી એક શખ્સે ખાખી પેન્ટ પહેરી પોલીસકર્મી હોવાનો ભ્રમ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સીસીટીવી દૃશ્યોમાં જોવા મળ્યુ

.

પ્રાપ્ત માહિતી મુજબ, વહેલી સવારે ચાર બુકાનીધારી શખ્સો કારમાં સોસાયટીમાં આવ્યા હતા. તેમણે સોસાયટીના એક-બે બંધ મકાનોને નિશાન બનાવી દરવાજાના નકૂચા તોડવાનો પ્રયાસ કર્યો હતો. સીસીટીવીમાં એક શખ્સ ખાખી પેન્ટ પહેરેલો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ રીતે પોલીસનો ભ્રમ ઊભો કરીને કોઈને શંકા ન જાય તેવી તરકીબ અપનાવી હોવાનું મનાઈ રહ્યું છે.

ઘટના બાદ શિશુવિહાર સહિત આસપાસની સોસાયટીઓમાં ભયનો માહોલ છે. ખાસ કરીને દિવાળીના તહેવારોમાં લોકો મકાનો બંધ રાખીને વતન જતા હોવાથી ચોરીની આશંકા વધી છે.

તસ્કરો હથિયારો સાથે આવતા હોવાની ભીતિ પણ રહીશોને સતાવી રહી છે. આથી રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે. સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવામાં આવે. એવી લોકમાગ ઊઠી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links