- Gujarati News
- Local
- Gujarat
- Chhota udaipur
- Nasvadi
- 100 Percent Food Grains Delivered To 42 Ration Shops In Naswadi
નસવાડીની 42 રેશનિંગ દુકાનોમાં 100 ટકા અનાજ પહોંચતું કરાયું:દિવાળીને લઈને તેલ, ખાંડ, ચણા, મીઠું સહિતનો તમામ જથ્થો મોકલી દેવાયો
- કૉપી લિંક
દિવાળીના તહેવારને લઈને નસવાડી તાલુકાની 42 રેશનિંગ દુકાનોમાં 100 ટકા અનાજનો જથ્થો પહોંચતો કરવામાં આવ્યો છે. તહેવારોમાં આદિવાસી વિસ્તારના ગરીબ રેશનકાર્ડ ધારકોને 100 ટકા અનાજનો જથ્થો મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ઓક્ટોબર અને નવેમ્બર એમ બંને માસનો જથ્થો દિવાળીના તહેવારને લઈને એક સાથે પહોંચાડી દેવામાં આવ્યો છે. જેમાં ખાંડ, તેલ, ચણા, બાજરી, મકાઈ સહિત ઘઉં, ચોખા પહોંચતા કરવામાં આવ્યા છે. નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે.
અહીં મોટા ભાગના લોકો ગરીબ અને મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોય છે. તહેવારોના સમયે તેમને અનાજ માટે ભટકવું ન પડે અને સમયસર અનાજ મળી રહે તે માટે પુરવઠા વિભાગ દ્વારા ખાસ આયોજન કરાયું છે. દર વખતે તહેવારોમાં અનાજનો જથ્થો મોડો પહોંચતો હોવાની ફરિયાદો ઉઠતી હોય છે.
ત્યારે આ વખતે તંત્રે અગાઉથી જ તમામ 42 દુકાનોમાં 100 ટકા જથ્થો પહોંચાડી દઈને ગ્રાહકોને રાહત આપી છે. નસવાડી તાલુકા પુરવઠા અધિકારી દ્વારા તમામ રેશનિંગ દુકાનદારોને સૂચના અપાઈ છે કે, કોઈ પણ ગ્રાહકને અનાજ વગર પરત ન મોકલવો અને નિયત ભાવે જ આપવું.
આ આયોજનથી રેશનકાર્ડ ધારકોમાં ખુશી વ્યાપી હતી.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















