Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

ખેડૂતોએ મહેસૂલી રેકર્ડમાં સુધારા માટે અરજી કરી:થડગામના ખેડૂતોની 73-Aની એન્ટ્રી અને અટક સુધારવાની મામલતદારને રજૂઆત

યોગેશ પંચાલ | કવાંટ, છોટા ઉદેપુર14 દિવસ પેહલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના થડગામ જૂથ ગ્રામ પંચાયતના ખેડૂતોએ મહેસૂલી રેકર્ડમાં સુધારા માટે મામલતદારને લેખિત અરજી આપી છે. ખેડૂતોની માંગ છે કે 73-A અને 73-AAની નકલ મળે અને અટકમાં સુધારો થાય.થડગામ ગ્રામ પંચાયતના સરપંચ રાઠવા રઘુનાથભાઈ રજનભાઈની આગે

.

ખેડૂતોના જણાવ્યા મુજબ, 7/12ની નકલમાં 73-Aની વિગત છે, પરંતુ 73-Aની નકલ માગતા ‘73-A લાગુ પડેલ નથી’ એવો દાખલો મળે છે. કેટલાક ખાતેદારોને 73-Aની નકલ મળે છે, જ્યારે કેટલાકને મળતી નથી.આ ઉપરાંત, 7/12 અને 8Aના રેકર્ડમાં અટક ‘કોળી, કોલી’ લખાયેલી છે. ખેડૂતોની માંગ છે કે તેને બદલે ‘રાઠવા’ અટક નોંધવામાં આવે.

અરજીમાં આ સમસ્યા અધૂરી વહીવટી કામગીરીને કારણે સર્જાઈ હોવાનું જણાવાયું છે. તમામ ખેડૂત ખાતેદારોને 73-A અને 73-AAની નકલ મળે તે માટે જરૂરી તપાસ અને ચકાસણી કરીને રેકર્ડમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links