Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

કવાંટમાં આદિજાતિ ગીત-સંગીત અને લોકડાયરો યોજાયો:પારુલ રાઠવા સહિતના કલાકારોએ રજૂઆત કરી; નવી પેઢી સુધી આદિવાસી સંસ્કૃતિ પહોંચાડવાનો હેતુ

યોગેશ પંચાલ | કવાંટ, છોટા ઉદેપુર12 દિવસ પેહલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી કવાંટમાં આદિજાતિ ગીત-સંગીત અને લોકડાયરાનું આયોજન થયું. કાર્યક્રમ ગાયત્રી મંદિર પાસેના મેદાનમાં યોજાયો હતો. તેનું આયોજન આદિવાસી વિકાસ મંડળ અને સમાજસેવક રંગુભાઈ રાઠવાએ કર્યું હતું.

.

પાવીજેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. પદ્મશ્રી પરેશભાઈ રાઠવા, કવાંટનાં સરપંચ શીલાબેન રાઠવા અને ઉપસરપંચ સંદીપ પંચાલ (ચિંટુ) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. લોકગાયિકા પારુલ રાઠવા, ગાયક પી.પી. બારીયા અને ગાયિકા ચાંદની પરમારે કાર્યક્રમમાં રજૂઆત કરી હતી.

આયોજકોએ જણાવ્યું કે આદિવાસી સંસ્કૃતિ, ગીત અને સંગીતને જીવંત રાખવા અને નવી પેઢી સુધી પહોંચાડવા કાર્યક્રમ યોજાયો હતો. નિલેશભાઈ રાઠવા, સુખરામભાઈ રાઠવા, કલ્પેશભાઈ રાઠવા, મહેશભાઈ કે. રાઠવા અને ભરતભાઈ કે. રાઠવાએ સહયોગ આપ્યો હતો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links