Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

કવાંટમાં પંચાયતના મકાનમાં આગ લાગી:વોર્ડ સભ્ય અભય પંડ્યાએ ફાયર સેફટીનાં સાધનોથી આગ બુઝાવી; કોઈ જાનહાનિ નહીં

યોગેશ પંચાલ | કવાંટ, છોટા ઉદેપુર7 દિવસ પેહલા
  • કૉપી લિંક

કવાંટમાં દિવાળીના દિવસે શ્રીનાથજી સોસાયટી સામે આવેલા પંચાયતના મકાનમાં આગ લાગી હતી. વોર્ડ સભ્ય અભયભાઈ પંડ્યાએ ફાયર સેફટીનાં સાધનોથી આગ બુઝાવી હતી. કોઈ જાનહાનિ થઈ નહોતી.

.

મળતી માહિતી મુજબ, ફટાકડા ફોડતી વખતે મકાનમાં આગ લાગી હતી. આગની જાણ થતાં આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા.

અભયભાઈ પંડ્યા પણ તરત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પોતાના વોર્ડમાં અગાઉથી રાખેલાં ફાયર સેફટીનાં સાધનો અને ફાયર એક્સ્ટિંગ્વિશરની બોટલોનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવ્યો હતો.

કવાંટ ગ્રામ પંચાયતમાં પોતાના વોર્ડમાં ફાયર સેફટીનાં સાધનો રાખનાર અભયભાઈ એકમાત્ર સભ્ય છે. આગ વધુ ફેલાય તે પહેલાં જ તેને કાબુમાં લેવાઈ હતી.

સ્થાનિક લોકોએ અભયભાઈ પંડ્યાની કામગીરીની પ્રશંસા કરી હતી.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links