Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

કવાંટ પાસે બાઈક-કારની ટક્કરમાં યુવકનું સારવાર દરમિયાન મોત:31 ઓક્ટોબરે ધનીવાડી પાસે અકસ્માત સર્જીને કારચાલક ફરાર; અન્ય યુવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ

યોગેશ પંચાલ | કવાંટ, છોટા ઉદેપુર8 દિવસ પેહલા
  • કૉપી લિંક

કવાંટ તાલુકાના ધનીવાડી ગામ પાસે 31 ઓક્ટોબર 2026ની સાંજે બાઈક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં ઘવાયેલા 18 વર્ષના યુવાનનું 6 નવેમ્બરે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

.

મળતી માહિતી મુજબ, કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર સામે આવી રહેલી બાઈક સાથે અથડાઈ હતી. બાઈક પર સવાર બંને યુવાનો રસ્તા પર ફંગોળાયા હતા.

આસપાસના લોકો બંનેને 108 એમ્બ્યુલન્સથી દવાખાને લઈ ગયા હતા. વધુ સારવાર માટે તેમને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજો યુવાન હાલ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મૃતકની ઓળખ અવિનાશભાઈ શૈલેષભાઈ રાઠવા (18), રહેવાસી મોટી ટીટોડ, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર તરીકે થઈ છે. અકસ્માત બાદ કારચાલક ગાડી મૂકીને ફરાર થયો હતો. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links