- Gujarati News
- Local
- Gujarat
- Chhota udaipur
- Kavant
- Birsa Munda Birth Anniversary 2026; Kavant Cleanliness Drive & Respect
કવાંટમાં બિરસા મુંડાની જન્મજયંતિએ સફાઈ અભિયાન યોજાયું:પ્રતિમાઓ સાફ કરી, સાધુ-સંતોનું સન્માન કરાયું, મોટી સંખ્યામાં નગરજનો, યુવાનો જોડાયા
- કૉપી લિંક

કવાંટમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે સફાઈ અભિયાન અને સાધુ-સંતોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં ભાજપનાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા, કવાંટ ગ્રામ પંચાયતનાં સરપંચ શીલાબેન રાઠવા અને કવાંટના તલાટી-કમ-મંત્રી શંકરભાઈ બારીયા સહિતના લોકો હાજર રહ્યા હતા.

સવારે કવાંટમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડા અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓ સાફ કરી હતી. ત્યારબાદ બંને પ્રતિમાઓને ફૂલહાર પહેરાવી વંદન કરાયું હતું.

આ પ્રસંગે નગરના સાધુ-સંતોને શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા. શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પૂજારી દુષ્યંત ભારદ્વાજ અને રામજી મંદિરના મુખ્યાજી ભરતભાઈ શર્માનું પણ સન્માન કરાયું હતું.

ગીતાબેન રાઠવાએ કહ્યું કે ભગવાન બિરસા મુંડાએ જળ, જંગલ અને જમીનની રક્ષા સાથે સફાઈ અને સંસ્કારનો સંદેશ આપ્યો હતો. તેમના વિચારો આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો, યુવાનો અને કાર્યકરો જોડાયા હતા. નગરમાં “ધરતી આબા અમર રહો”ના નારા લાગ્યા હતા.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















