Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

દિવાળી ટાણે ચાઈનીઝ કોડિયા સામે માટીના કોડિયાનું ચલણ ઘટ્યું:ફાયબરના કોડિયાનો ક્રેઝ વધતાં માટીના કોડિયાનું મહત્વ ક્રમશઃ ઓસરવા માંડ્યું, ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ માટીના કોડિયાનું ચલણ

જબુગામ9 દિવસ પેહલા
  • કૉપી લિંક

બોડેલી પંથકમાં દીપાવલી પર્વને લઇને બજારમાં ખરીદીનો મહાલ જામ્યો છે, ત્યારે પ્રકાશના પર્વને ઉજાગર કરતા દેશી બનાવટના નાનકડા માટીના કોડિયા, દીવડાની સામે હવે રંગબેરંગી ચાઈનીઝ કોડિયા સહિત ફાઇબરના દીવડાએ આકર્ષણ જમાવ્યું છે.

.

પરિવર્તનની છડી પોકારતા પર્વમાં હજારો વર્ષથી દીવડા કોડિયાનો ઉપયોગ થતો હતો. તેની સામે રંગબેરંગી આકર્ષક અવનવા ફાઇબરના દીવડા, કોડિયાનો ક્રેઝ વધતાં માટીના દીવડા, કોડિયાનું મહત્વ ક્રમશઃ ઓસરવા માંડ્યું છે. જેને કારણે બોડેલી તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી માટીકામ કરતા કલાત્મક દીવડા કોડિયા બનાવતા ગણ્યા ગાંઠ્યા કારીગરો બચ્યાં છે.

જેમના ધંધા ઉપર બેકારીની તલવાર લટકતાં આ માટીકામનો ગૃહ ઉદ્યોગ મૃત:પ્રાય અવસ્થામાં આવી જતાં ચિંતાનો વિષય બન્યો છે. જબુગામ કુંભારવાડામાં રહેતા અનુભવી કારીગર નટુભાઈ પ્રજાપતિ ચાકડા ઉપર બેસી દિવાળી પર્વે રોજના 150થી 300 દીવડા, કુલડી, કોડિયા બનાવી લે છે.

જો કે કાચી માટીમાંથી બનાવતા કોડિયા માટે હાલ કારીગરોને માટીના અભાવે પણ તેમનો ગૃહ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. હવે માટી બહારથી વેચાતી મંગાવી પડતી હોવાથી સોના કરતાં ઘડામણ મોંઘી પડે છે. માટી સાથે નૃત્ય કરતી આંગળીઓના કસબથી ગણતરીની મિનિટોમાં કોડિયા, કુલડી, દીવડા બની જાય છે.

માંડ રોટલા ભેગા થાય તેટલું કમાવી લેતા પ્રજાપતિના કલા વારસો તેમના દીકરાઓ શીખવા તૈયાર નથી તેથી તેમના પછી આ કલા મૃતપ્રાય બની જાય તેવું દુઃખ વ્યક્ત કરતા આ પ્રજાપતિ કારીગરો આખા શહેરને અજવાળવા દીવડા બનાવે છે પરંતુ તેમના ઘરમાં ગરીબી બેકારી હતાશા નિરાશાનું અંધારું છે સરકાર આવા કલાકારોને સબસીડી પ્રોત્સાહન આપે તે જરૂરી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links