- Gujarati News
- Local
- Gujarat
- Chhota udaipur
- Bodeli
- Over ₹8 Lakh Stolen From 6 Houses And A Shop
6 મકાન અને એક દુકાનમાંથી ₹8 લાખથી વધુની ચોરી:બોડેલીમાં એક જ રાતમાં 7 સ્થળેથી દાગીના- રોકડાની ચોરી કરી તસ્કરોએ દિવાળી મનાવી
- કૉપી લિંક

બોડેલીમાં દિવાળીના દિવસોમાં એક જ રાતમાં છ મકાન અને એક દુકાન સહિત સાત સ્થળે ઘરફોડ ચોરીનો બનાવ બનતાં નગરવાસીઓમાં ભય ફેલાયો છે. દેવીનગરમાં ત્રણ ઘરોમાં થયેલી ચોરી પૈકી એક ઘરમાં ચોરોએ સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂા.8 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી
નવાઈની વાત તો એ છે કે મળસ્કે જ ત્રણેક ચોરો કાર લઈને બિન્ધાસ્ત ચોરી કરી ભાગી ગયા હતા. બોડેલી પોલીસ સ્ટેશન સામે જ આવેલા શાક માર્કેટમાં ચાંદની બેંગલ્સ નામે દુકાન ચલાવતા અબ્દુલ રહેમાન ખત્રી દુકાન ઉપર આવેલા ઘરમાં પરિવાર સાથે સૂતા હતા.
ત્યારે રાતના સમયે ચોર ટોળકીએ દુકાનના બારણાંનો નકૂચો તોડીને દુકાનનો ગલ્લો ફંફોસીને રૂા.30 હજાર રોકડાની ચોરી કરી હતી. ત્યાં સીસીટીવી કેમેરામાં ચોર ટોળકી કાર લઈને ચોરી કરવા આવ્યા હતા.
દેવી નગરમાં અશોક દરજીના મકાનમાં ઉપરના માળે પરિવાર સૂતો હતો ત્યારે આગળની લોખંડની જાળી અને બારણાંનો નકૂચો તોડી નીચે ત્રણ તિજોરી તોડી તેમાંથી 6 તોલા સોનાના વિવિધ દાગીના, ચાંદીનો ઝૂડો અને રોકડ રૂા.40 હજાર મળી રૂા.8 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી જતા પોલીસને જાણ કરી હતી.
આ ઉપરાંત દેવી નગરમાં કુણાલ પટેલ, બાબુભાઈની ઘંટી, ધાનકવાડમાં હમીદાબેન અને જમના પાર્કમાં રસિકભાઈ પટેલના મકાનમાં તેમજ શિરોલા કમ્પાઉન્ડમાં દિવ્યેશભાઈના બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો. આમ બોડેલીમાં એક જ રાતમાં 7 સ્થળે ચોરીના બનાવથી પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલ ઉભા થયા છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















