Mon, Nov 16, 2026Updated 02:26 PM IST
Google Preferred Source CTA

લઢોદ પ્રાથ.શાળાના આચાર્યને‎લાયકાત નહીં છતાં ખોટી બઢતી:DPEOને પત્ર લખ્યાને સવા મહિને આચાર્યને મૂળ જગ્યાએ મૂકાયા

બોડેલી11 દિવસ પેહલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની લઢોદ પ્રાથમિક શાળામાં છેલ્લા ચાર વર્ષથી HTAT તરીકે ફરજ બજાવતા આચાર્યને તેમની મૂળ શાળામાં મૂકવાનો હુકમ થયો છે. નાયબ નિયામકનો પત્ર આવ્યા બાદ જિલ્લા પ્રા. શિક્ષણ અધિકારીની કચેરીએ કાર્યવાહી કરી છે.

.

મામલો આચાર્ય સલીમભાઈ મન્સૂરીની લાયકાતને લઈને ઊભો થયો હતો. લઢોદના એક જાગૃત નાગરિકે આરટીઆઈથી માહિતી મેળવી હતી. ત્યારબાદ ગાંધીનગર રજૂઆત કરી હતી. શિક્ષણ વિભાગે તપાસ કરી સુનાવણી કરી હતી.

આ અંગેનો આદેશ 2 નવેમ્બરે અમલમાં આવ્યો હતો. આ બાબતનો પત્ર 23 સપ્ટેમ્બરે જ જિલ્લામાં પહોંચ્યો હતો. સમયસર બદલી થઈ હોત તો લઢોદ શાળામાં HTATની જગ્યા ખાલી પડી શકાત અને બીજી નિમણૂકની શક્યતા રહેતી. એવી ચર્ચા છે.

જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી જે.કે. પરમારે જણાવ્યું કે ન્યાયના સિદ્ધાંત મુજબ સંબંધિત પક્ષને સાંભળવાની તક આપવી જરૂરી હતી. તે મુજબ બદલી કરી દેવાઇ છે. તેમણે કહ્યું કે તે સમયના ડીપીઇઓ અને સિનિયર ક્લાર્ક નિવૃત્ત હોવાથી તેમની સામે કાર્યવાહી થતી નથી. મૂળ શાળામાં શિક્ષકની જગ્યા ખાલી દર્શાવાઈ હતી કે નહીં તે મુદ્દે પણ તપાસની માગ ઊઠી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links