Mon, Nov 16, 2026Updated 02:17 PM IST
Google Preferred Source CTA

જબુગામમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ સામે આવ્યો:કસ્બા, ફરિયા સહિતના વિસ્તારોમાં સફાઈ અને દવાના છંટકાવની માંગ; આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું- તપાસ કરવા ટીમ જશે

ઈમરાનહુસેન મનસુરી | બોડેલી, છોટા ઉદેપુર3 દિવસ પેહલા
  • કૉપી લિંક

બોડેલી તાલુકાના જબુગામમાં અનેક જગ્યાએ ગંદકી અને પાણી ભરાવાની સમસ્યા છે. જબુગામ કસ્બા, ફરિયા અને આસપાસના વિસ્તારોમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ સામે આવ્યાની માહિતી છે. ન્યૂ એનએસ-વન (NS1) પ્રકારના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ હોવાની પણ ચર્ચા છે.

.

ગંદકી અને પાણી ભરાવાથી મચ્છરો વધવાની શક્યતા છે. ડેન્ગ્યુનો ફેલાવો રોકવા ગ્રામ પંચાયત સફાઈ અભિયાન ચલાવે અને ગંદકીવાળા વિસ્તારોમાં દવાનો છંટકાવ કરે તેવી લોકોની માંગ છે.

લોકોએ આરોગ્ય વિભાગની ટીમ જબુગામ કસ્બા, ફરિયા સહિતના વિસ્તારોની તપાસ કરે અને આરોગ્ય સર્વે કરે તેવી પણ માંગ કરી છે. શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવા અને લોકોને ડેન્ગ્યુથી બચવા અંગે માર્ગદર્શન આપવા પણ કહ્યું છે.

જિલ્લા આરોગ્ય ખાતાના મુખ્ય અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે જબુગામમાં દવાનો છંટકાવ કરવામાં આવશે. આરોગ્ય ખાતાની ટીમ તપાસ માટે જબુગામ આવશે અને સફાઈ પણ કરવામાં આવશે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links