Mon, Nov 16, 2026Updated 02:22 PM IST
Google Preferred Source CTA

ચલામલીમાં 5 પેઢીથી નૂતન વર્ષની પરંપરા જાળવતો ભક્ત સમાજ:સમાજના લોકો એકત્ર થઈ પારાયણ કરે છે, બાદ એકબીજાને નમન કરી ગળે મળી નવા વર્ષની શુભકામના પાઠવે છે

ચલામલી2 દિવસ પેહલા
  • કૉપી લિંક

બોડેલી તાલુકાના ચલામલી ગામે વણધા ચલામલી ભક્ત સમાજ દ્વારા પાંચ પેઢીથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી નૂતન વર્ષની અનોખી રીતે ઉજવણી કરાય છે. નામદેવ-કબીરની પરંપરા અને આધ્યાત્મિક ભાવના સાથે યોજાતા આ પ્રસંગમાં સમાજના વડીલો, યુવાનો, મહિલાઓ અને યુવતીઓ એકત્ર થ

.

પારાયણ બાદ દરેક ભક્તને તુલસીના છોડની સૂકી ડાળીમાંથી બનાવેલી તુલસીમાળા પ્રસાદરૂપે અર્પણ કરાય છે. સાથે જ પાછલા વર્ષ દરમિયાન થયેલી ભૂલો બદલ એકબીજાની માફી માગી નવા વર્ષમાં સારા સંકલ્પો સાથે આગળ વધવાનો સંદેશ અપાય છે. ભક્ત સમાજની વિશેષતા માત્ર આ પરંપરા પૂરતી મર્યાદિત નથી.

છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં વસતા આ સમાજના આશરે 50 ટકા પરિવારો વિદેશમાં અને 50 ટકા પરિવારો ભારતમાં વસવાટ કરે છે. સમાજમાં વર્ષોથી અનેક કુરિવાજોને સ્થાન ન આપવાની પરંપરા પણ જળવાય છે.

દિવાળી પર્વ દરમિયાન ભક્ત સમાજના અનેક ગામોમાં પરિવારો પાંચ દિવસ સુધી એક જ સ્થળે સાથે ભોજન કરે છે. આ પરંપરા સમાજની એકતા, ભાઈચારો અને પરસ્પર લાગણીનું પ્રતીક બની છે. રાત્રિના સમયે યુવાનો, યુવતીઓ અને બાળકો એકત્ર થઈ વિવિધ પરંપરાગત ભારતીય શેરી રમતો રમે છે.

ત્યારબાદ બે તાળી, ત્રણ તાળી ગરબા અને ટીમલી રમી તહેવારની ઉજવણી કરે છે. આમ, બદલાતા સમયની સાથે પણ વણધા ચલામલીના ભક્ત સમાજે પાંચ પેઢીથી ચાલી આવતી ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓને જાળવી રાખી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links