Mon, Nov 16, 2026Updated 02:33 PM IST
Google Preferred Source CTA

હીરો મોટો કોર્પે એક્સપલ્સ 210 ડકાર એડિશન લોન્ચ કરી:હાર્ડવેર અપગ્રેડ સાથેની મોટરસાયકલ રોયલ એન્ફિલ્ડ હિમાલયનને આપશે ટક્કર

1 વર્ષ પેહલા
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

હીરો મોટોકોર્પે આ વર્ષે ભારત મોબિલિટી એક્સ્પો 2025 માં પોતાની એક્સપલ્સ 210 મોટરસાઇકલની રેલી એડિશન રજૂ કર્રી હતી,જે બેઝ વેરિઅન્ટ પર આધારિત હતું. તેમાં મોટોક્રોસ બાઇક જેવી રીઅર ટેલ ટાઈડી સાથે ઘણા ઓફ-રોડને લાયક કમ્પોનન્ટ્સ આપવામાં આવ્યા છે.જોકે, હીરોએ એક્સપલ્સ 210 રેલી એડિશનના લોન્ચની પુષ્ટિ કરી ન હતી.હવે કંપનીએ નવેમ્બર 2025 માં એક્સપલ્સ 210 ડકાર એડિશનના લોન્ચની પુષ્ટિ કરી દીધી છે. કંપનીએ EICMA 2025માં આ એડિશન પરથી પડદો હટાવ્યો છે.

Loading advertisement...

આ મોટરસાઇકલ મોટે ભાગે એક્સપલ્સ 200ના પ્રો વેરિઅન્ટ જેવી જ છે, એટલે કે તેમાં ઓફ-રોડને લાયક કમ્પોનન્ટ્સ છે, પરંતુ તે ટોપ-સ્પેક, 'ટોપ' વેરિઅન્ટ પર આધારિત છે.તેથી, તેમાં સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ કરતાં થોડી વધુ કિંમતે તમામ ફીચર્સ મળશે. EICMA શો 2025 માં રજૂ કરાયેલા એક્સપલ્સ 210 ડકાર એડિશન પણ આવી જ હોવાની અપેક્ષા છે.તેની ડિઝાઇન અને બલ્કી દેખાવને કારણે, તે રોયલ એનફિલ્ડ હિમાલયનને ટક્કર આપી શકે છે.

ઓફ-રોડ મોટરસાઇકલિંગના શોખીનો માટે ખાસ એક્સપલ્સ 210 ડકાર એડિશન લાંબા સમયથી આવવાની અપેક્ષા હતી અને ભારતમાં ઓફ-રોડ મોટરસાઇકલિંગના શોખીનો એક્સપલ્સ 210ના આ હાર્ડકોર વર્ઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કંપનીનો ડકાર DNA આ મોટરસાઇકલમાં પણ આવ્યો છે.તેમાં પણ એક્સપલ્સ 200 પ્રો વેરિઅન્ટની જેમ જ સફેદ, લાલ અને કાળી કલર સ્કીમ આપવામાં આવી છે.એવું લાગે છે કે સ્ટાન્ડર્ડ વેરિઅન્ટથી તેને અલગ પાડતો એકમાત્ર ડિઝાઇન તફાવત તેનો કલરવે છે.

Loading advertisement...

હાર્ડવેર અપગ્રેડ: એક્સપલ્સ 210 ડકાર એડિશન પહેલેથી જ શાનદાર એક્સપલ્સ 210નો એક મોટો હાર્ડવેર અપગ્રેડ છે

સસ્પેન્શન:આ કિસ્સામાં, વધુ ટ્રાવેલ અને વધેલી ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે અપગ્રેડેડ સસ્પેન્શન મળે છે, જે ઓફ-રોડ પર વધુ ક્ષમતા આપે છે.

એડજસ્ટેબિલિટી: સસ્પેન્શન હવે એડજસ્ટેબલ પણ છે, જેમાં સરળતાથી કમ્પ્રેશન અને રિબાઉન્ડ સેટિંગ્સ કરી શકાય છે.

ટાયર: મેક્સિસ નોબી ટાયર્સ પણ ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધારવામાં મદદ કરે છે, જે ઓફ-રોડ પર ઢીલી સપાટીઓ પર ઉત્તમ ગ્રિપ અને ટ્રેક્શન આપે છે.

ઓપ્શન: કંપની ડ્યુઅલ-પર્પઝ ટાયર્સને એક વિકલ્પ તરીકે આપી શકે છે.

.
Loading advertisement...