Mon, Nov 16, 2026Updated 02:27 PM IST
Google Preferred Source CTA

રોહિત શર્માએ હાઇ-ટેક ફીચર્સથી સજ્જ TESLA ખરીદી:કાર માટે ખાસ '3015' નંબર લીધો, જાણો તેનો અર્થ શું થાય છે?; સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ

1 વર્ષ પેહલા
  • કૉપી લિંક

ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટર રોહિત શર્મા માત્ર મેદાન પર જ નહીં, પરંતુ અંગત જીવનમાં પણ શાનદાર ઇનિંગ્સ રમી રહ્યો છે. હાલમાં જ તેનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો, જેમાં તે મુંબઈમાં આયોજિત એક એવોર્ડ શોમાં પોતે પોતાની નવી Tesla Model Y ચલાવીને પહોંચતા જોવો મળ્યો. આ નજારો કોઈ બોલીવુડ સ્ટારની એન્ટ્રી સીનથી ઓછો નહોતો.

X પોસ્ટ પર એક યુઝરે વીડિયોને શેર કર્યો હતો, જેમાં તેણે લખ્યું, "આ જ કારણ છે કે ટેસ્લાને જાહેરાતની જરૂર નથી. ઈન્ડિયન નેશનલ ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા, જેમના 4.5 કરોડ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે, તેમણે નવી Tesla Model Y ખરીદી છે." આ પોસ્ટ જોઈને ખુદ ઈલોન મસ્કે પણ પોસ્ટને રીપોસ્ટ કરી.

ટેસ્લાના ભારતીય VPએ આપી શુભેચ્છાઓ ટેસ્લાના ભારતીય મૂળના વાઇસ પ્રેસિડેન્ટ અશોક એલુસ્વામીએ પણ રોહિત શર્માને શુભેચ્છાઓ આપી. તેમણે X પર લખ્યું, "વેલકમ ટુ ટેસ્લા ફેમિલી, રોહિત!". તેમની આ પોસ્ટ પછી ભારતીય ચાહકોએ ટેસ્લા અને ક્રિકેટ બંને પ્રત્યેનો પોતાનો જોશ સોશિયલ મીડિયા પર જામીને બતાવ્યો.

'હિટમેને' કઈ Tesla લીધી? અમુક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રોહિત શર્માએ Tesla Model Y નો સ્ટાન્ડર્ડ રેન્જ રીઅર વ્હીલ ડ્રાઇવ (RWD) વેરિઅન્ટ ખરીદ્યો છે. તેની શરૂઆતની કિંમત લગભગ 59.89 લાખ રૂપિયા છે, જ્યારે ટૉપ વેરિઅન્ટની કિંમત 73.89 લાખ સુધી જાય છે. આ કારમાં હાઇ-ટેક ઓટોપાઇલટ ફીચર્સ, શાનદાર ડ્રાઇવિંગ રેન્જ અને ફ્યુચરિસ્ટિક ડિઝાઇન આપવામાં આવી છે, જે તેને બાકી ઇલેક્ટ્રિક કારોથી અલગ બનાવે છે.

3015 નંબર પ્લેટનો ખાસ અર્થ રોહિતની નવી ટેસ્લાનું એક વધુ રસપ્રદ પાસું છે તેનું રજિસ્ટ્રેશન નંબર. કારની નંબર પ્લેટ "3015" પર પૂરી થાય છે, જે તેમના બાળકો, સમાયરા અને આહાનની જન્મતારીખ હોવાનું જણાવવામાં આવે છે. આ ખાસ નંબરને કારણે સોશિયલ મીડિયા પર ફેન્સમાં ચર્ચા થઈ છે. તમને જણાવી દઈએ કે, પુત્રી સમાયરાનો જન્મદિવસ 30 ડિસેમ્બર અને પુત્ર આહાનની જન્મતારીખ 15 નવેમ્બર છે.

Tesla Model Y ની રેન્જ Tesla Model Y બે વેરિઅન્ટ્સ- Standard Range (60 kWh) અને Long Range (75 kWh)માં ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે Standard Range વર્ઝનની રેન્જ 500 કિમી સુધી છે, જ્યારે Long Range મોડલ એકવાર ચાર્જમાં 622 કિમી સુધી જઈ શકે છે. વાસ્તવિક પરિસ્થિતિઓમાં તેની રેન્જ 400 થી 550 કિમીની વચ્ચે રહે છે. ચાર્જિંગના મામલામાં આ SUV ખૂબ જ ફાસ્ટ છે. હોમ ચાર્જરથી તેને 8-10 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે, જ્યારે Tesla Supercharger થી માત્ર 15 મિનિટમાં 238–267 કિમી સુધીની રેન્જ ચાર્જ થઈ જાય છે.

રોહિત શર્માએ લીધેલી Tesla Model Y ના વેરિએન્ટ અને ફીચર્સ ગ્રાફિક્સમાં જાણો...

કેવા છે Tesla Model Y ના ફીચર્સ? Tesla Model Y ને Insurance Institute for Highway Safety (IIHS) તરફથી Top Safety Pick+ રેટિંગ મળ્યું છે. તેમાં ADAS (Advanced Driver Assistance System), ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ, ફોરવર્ડ કોલિઝન વોર્નિંગ, બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ, લેન ડિપાર્ચર અવોઇડન્સ, અને 360 ડિગ્રી કેમેરા સિસ્ટમ જેવી એડવાન્સ ટેકનોલોજી આપવામાં આવેલી છે. આ ઉપરાંત કારમાં ABS with EBD, ટ્રેક્શન કંટ્રોલ અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવી સુરક્ષા સુવિધાઓ હાજર છે, જે દરેક ડ્રાઇવને વધુ સુરક્ષિત બનાવે છે.

રોહિતનું કાર કલેક્શન રોહિત શર્માનો કાર પ્રેમ કોઈનાથી છુપાયેલો નથી. તેના ગેરેજમાં મર્સિડીઝ બેન્ઝ જી-ક્લાસ, BMW 7 સિરીઝ, ઓડી Q7 અને રેન્જ રોવર જેવી લક્ઝરી કારો પહેલેથી હાજર છે. થોડા સમય પહેલા તેને એક વાદળી Lamborghini ચલાવતા જોવાયો હતો, જેની નંબર પ્લેટ '264' તેના વર્લ્ડ રેકોર્ડ વન-ડે સ્કોરની યાદ અપાવતી હતી. IPL 2025 સીઝનમાં તેણે આ જ કાર એક ક્રિકેટ કોન્ટેસ્ટ વિજેતાને ગિફ્ટ કરી દીધી.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links