Mon, Nov 16, 2026Updated 02:14 PM IST
Google Preferred Source CTA

ટ્રાયમ્ફે નેક્સ્ટ જનરેશન ટ્રાઇડેન્ટ 800 રજૂ કરી:મસ્ક્યુલર ડિઝાઇન, લેટેસ્ટ ટેકનોલોજી; ટ્રેક માટે ઝડપી અને ટ્રાફિક માટે સરળ મોટરસાયકલ

1 વર્ષ પેહલા
  • કૉપી લિંક

ભારતીય બજાર સાથે ગ્લોબલ માર્કેટમાં દમદાર મોટરસાયકલ વેચનારી ટ્રાયમ્ફ મોટરસાયકલ્સએ પોતાની નેક્સ્ટ-જનરેશન ટ્રાઇડેન્ટ 800ને રજૂ કરી દીધી છે. તેને મસ્ક્યુલર ડિઝાઇન, લેટેસ્ટ ટેકનોલોજી અને સિગ્નેચર ટ્રિપલ-સિલિન્ડર પર્ફોર્મન્સ સાથે રજૂ કરવામાં આવી છે.

એન્જિન અને પર્ફોર્મન્સ આ નવી નેકેડ બાઇક એક નવા 798cc ટ્રિપલ-સિલિન્ડર એન્જિન પર બનેલી છે, જે શાર્પ રિસ્પોન્સ અને એક મજબૂત પાવર કર્વ આપે છે.આ એન્જિન 10,750rpm પર 114bhp અને 8,500rpm પર 85Nm નો પીક ટોર્ક આપે છે.છ-સ્પીડ ગિયરબોક્સમાં ક્લચલેસ અપ અને ડાઉનશિફ્ટ માટે ટ્રાયમ્ફ શિફ્ટ અસિસ્ટ મળે છે, જે ટ્રેક માટે ઝડપી અને ટ્રાફિક માટે સરળ છે.

ટ્રાયમ્ફના એન્જિનિયરોએ 798cc એન્જિનને હાઇ-રેવિંગ કેરેક્ટર અને ઉપયોગ કરી શકાય તેવા ટોર્ક ડિલિવરી સાથે એન્જિનિયર કર્યું છે, જે તેને નવા અને અનુભવી બંને રાઇડર્સ માટે સારું બનાવશે. ટ્રિપલ-થ્રોટલ બોડી ડિઝાઇન, ફોર્સ્ડ ઇન્ટર્નલ પાર્ટ્સ અને રિવાઇઝ્ડ ઇન્ટેક સિસ્ટમ પીક પર્ફોર્મન્સ આપે છે.

ફરીથી ડિઝાઇન કરાયેલું એરબોક્સ એરફ્લો અને અવાજને વધારે છે. એક્ઝોસ્ટ નોટને એક ઊંડા ટોન માટે ટ્યુન કરવામાં આવી છે જે હાયર રેવ્સ પર ઘુરઘુરાટ (ગ્રૉલ) માં બદલાઈ જાય છે. 198kg ના કર્બ વેટ સાથે, ટ્રાઇડેન્ટ 800 તે બધી તાકાત સાથે એજિલિટીનું વચન આપે છે.

હેન્ડલિંગ અને સસ્પેન્શન મોટરસાયકલની ફ્રેમ ડિઝાઇન રિસ્પોન્સિવ હેન્ડલિંગ માટે કોમ્પેક્ટ અને સૉલિડ છે.સંપૂર્ણ રીતે એડજસ્ટેબલ શોવા સસ્પેન્શન પણ આમાં મદદ કરે છે. આગળ 41mm ઇન્વર્ટેડ ફોર્ક્સ છે જે કમ્પ્રેશન અને રિબાઉન્ડ ડેમ્પિંગને સંભાળે છે.જ્યારે પાછળનો મોનોશૉક પ્રીલોડ અને રિબાઉન્ડ એડજસ્ટમેન્ટ પ્રદાન કરે છે.

રાઇડર માટે સીટની ઊંચાઈ 810મિમિ સ્ટિકી મિશેલિન રબર અને ફોર-પિસ્ટન રેડિયલ કેલિપર્સ સાથે ડ્યુઅલ 310mm ડિસ્ક રાઇડરને પ્રોગ્રેસિવ કંટ્રોલ આપે છે.

ટેકનોલોજી અને ફીચર્સ નવી ટ્રાઇડેન્ટ 800 કોર્નરિંગ ABS, લીન-સેન્સિટિવ ટ્રેક્શન કંટ્રોલ અને ત્રણ રાઇડિંગ મોડ્સ (રોડ, સ્પોર્ટ અને રેન) સાથે ઇલેક્ટ્રોનિક્સનો એક કોમ્પ્રિહેન્સિવ સેટ લઈને આવે છે.ક્રૂઝ કંટ્રોલ અને ટ્રાયમ્ફ શિફ્ટ અસિસ્ટ જેવા સુવિધાવાળા ઇલેક્ટ્રોનિક્સ પણ સ્ટાન્ડર્ડ ફિટમેન્ટ તરીકે છે.

માય ટ્રાયમ્ફ બ્લૂટૂથ સિસ્ટમ પણ છે જે મ્યુઝિક, કૉલ અને નેવિગેશન માટે સ્માર્ટફોન કનેક્ટિવિટીને સક્ષમ બનાવે છે. 3.5-ઇંચ TFT કલર ડિસ્પ્લે આ ફંક્શન્સને એક મોર્ડન લેઆઉટમાં ઇન્ટિગ્રેટ કરે છે, જેને સહજ હેન્ડલબાર કંટ્રોલ્સ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે.

ડિઝાઇન અને કલર ઓપ્શન મોટરસાયકલમાં એક સ્ક્લપ્ટેડ 14-લિટર ફ્યુઅલ ટેન્ક, સ્લીક ટેલ સેક્શન અને બ્રશ એલ્યુમિનિયમ ડિટેલિંગ છે. તેનું મિનિમેલિસ્ટિક ફોર્મ અને કોન્ટ્રાસ્ટિંગ ટેક્સચર તેને એક એગ્રેસિવ લૂક આપે છે. ઊંચો મફલર, ગોલ્ડ-ફિનિશ એલોય વ્હીલ્સ અને કોમ્પેક્ટ ટેલ-લાઇટ યુનિટ તેના સ્પોર્ટી સાઇડને ઉજાગર કરે છે.કલર ઓપ્શનની વાત કરીએ તો તેમાં એશ ગ્રે સાથે ડિયાબ્લો રેડ,કાર્નિવલ રેડ સાથે ગ્રેફાઇટ જેટ બ્લેક જેવા કલર ઓપ્શન છે

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links