Mon, Nov 16, 2026Updated 02:20 PM IST
Google Preferred Source CTA

હોન્ડા ભારતીય ગ્રાહકો માટે ઝીરો સિરીઝ SUV લાવશે:સિગલ ચાર્જ પર 482 કિમી રેન્જ, ડિઝાઇન રિવીલ, 2026 માં પ્રોડક્શન શરૂ થશે

1 વર્ષ પેહલા
  • કૉપી લિંક

હોન્ડા કાર્સ ઇન્ડિયાએ તેના ભવિષ્યના પ્લાન પરથી પડદો ઉઠાવ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં, તેણે લાસ વેગાસમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો (CES) માં બે શાનદાર પ્રોટોટાઇપ દર્શાવ્યા હતા. તેમાં '0 સિરીઝ સલૂન' અને '0 સિરીઝ એસયુવી' સામેલ હતા. આ હોન્ડાના નવા આસિમો ઓપરેટિંગ સિસ્ટમથી ચાલે છે. કાર નિર્માતા કંપનીએ ત્યારે કન્ફર્મ કર્યું હતું કે તેમને 2026 માં પ્રોડક્શનમાં લાવવામાં આવશે. ઓટોકાર ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, 0 સિરીઝ એસયુવી આવતા વર્ષે ભારતમાં લોન્ચ થશે.

પસંદગીના મોડલ પર મર્યાદિત સમય સુધી શાનદાર ડીલ

રિપોર્ટ અનુસાર, 0 સિરીઝ એસયુવીને ભારતમાં સંપૂર્ણ રીતે બનેલા યુનિટ (CBU) તરીકે લાવવામાં આવશે. એક વાતચીતમાં હોન્ડાના અધિકારીઓએ પોતાનું નામ ન જણાવવાની શરતે કન્ફર્મ કર્યું હતું કે કંપનીના ભવિષ્યના પોર્ટફોલિયોમાં 'મેડ-ઇન-ઇન્ડિયા' અને CBU મોડેલ બંને હશે અને તેના વધુ ગ્લોબલ પ્રોડક્ટ્સને ભારતીય બજારમાં લાવવામાં આવશે. જોકે, તેમણે આ પ્લાન્સ વિશે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. ઓટોકારનો રિપોર્ટ આ વાતો સાથે ઘણો મળતો આવે છે.

'થીન, લાઇટ અને વાઇઝ' ફિલોસોફી પર આધારિત હશે બધા મોડેલ

0 સિરીઝના પ્રોટોટાઇપ્સ ઇલેક્ટ્રિક વાહનોની એક ફેમિલીની ઝલક દર્શાવે છે. આ પ્રોટોટાઇપ્સના મૂળ CES 2024 માં બતાવેલ સલૂન અને સ્પેસ-હબ કોન્સેપ્ટમાં છે. ખાસ વાત એ છે કે આ પ્રોટોટાઇપ્સ તેમની સ્ટાઇલિંગની બાબતમાં કોન્સેપ્ટની ખૂબ નજીક છે. હોન્ડાએ કન્ફર્મ કર્યું છે કે સેડાન 0 સિરીઝનું ફ્લેગશિપ મોડેલ હશે.આ ફેમિલી માત્ર બે મોડેલ સુધી મર્યાદિત નહીં રહે. 2030 સુધીમાં અલગ-અલગ ગ્લોબલ માર્કેટમાં પાંચ વધુ મોડેલ લોન્ચ થશે. આ બધા મોડલ 'થીન, લાઇટ અને વાઇઝ' ફિલોસોફી પર આધારિત હશે.

અનોખી એક્સટીરિયર સ્ટાઇલિંગ અંદર વધુ સ્પેસ આપશે વાત કરીએ 0 એસયુવીની, તો તે પ્રોડક્શનમાં આવનાર પ્રથમ 0 મોડેલોમાંની એક હશે. પ્રોટોટાઇપની સ્ટાઇલિંગ અનોખી છે. તેમાં બ્લોકી ડિઝાઇન, એક સીધી વિન્ડસ્ક્રીન અને એક ચોરસ પાછળનો ભાગ છે જે લગભગ એમપીવી (MPV) જેવો લાગે છે. એસયુવી કદાચ સેડાનથી નાની હશે. પ્રોટોટાઇપનું ઇન્ટિરિયર ડિઝાઇન ઓરિજિનલ કોન્સેપ્ટ જેવું જ હતું. અમને આશા નથી કે પ્રોડક્શન મોડેલમાં કોઈ મોટો ફેરફાર થશે. અનોખી એક્સટીરિયર સ્ટાઇલિંગ અંદર વધુ જગ્યા બનાવવામાં મદદ કરશે. જોકે, આ દરેકને પસંદ નહીં આવે. વિચિત્ર હોવા છતાં, આ ડિઝાઇન સારી દેખાય છે, પરંતુ ભારત એક એવું બજાર છે જે એક ખાસ પ્રકારની સ્ટાઇલિંગને જ પસંદ કરે છે અને 'અનકન્વેન્શનલ' (અસામાન્ય) સ્ટાઇલિંગને લગભગ સહન કરતું નથી.

સિંગર ચાર્જમાં 482km ની રેન્જ હોન્ડાએ 0 સિરીઝને એક બિલકુલ નવા EV પ્લેટફોર્મ પર બનાવી છે. 0 સિરીઝ એસયુવીમાં 80-90 kWh ની NMC બેટરી પેક હોવાની અપેક્ષા છે, જેના વિશે દાવો કરવામાં આવ્યો છે કે તે કાર નિર્માતા કંપનીના હાલના EV મોડેલમાં મળતી બેટરીથી 6% પાતળી હશે. આનો મતલબ છે કે બેટરી ઓછામાં ઓછી 8mm પાતળી હોઈ શકે છે, જેનાથી કેબિનમાં વધુ જગ્યા મળશે. એક ચાર્જમાં 482km ની રેન્જની અપેક્ષા છે. કંપની કેટલાક માર્કેટમાં કદાચ એક મોટો 100kWh બેટરી પેક પણ આપશે. આપણે એ જાણવા માટે રાહ જોવી પડશે કે ઇન્ડિયા-સ્પેસિફિક મોડેલ કયા સ્પેસિફિકેશન્સ સાથે આવશે. અટકળો છે કે RWD (રીઅર-વ્હીલ ડ્રાઇવ) અને AWD (ઓલ-વ્હીલ ડ્રાઇવ) બંને કોન્ફિગરેશન આપવામાં આવશે. એન્ટ્રી-લેવલ વેરિઅન્ટમાં 244hp ની પાવર મળશે. ટોપ વેરિઅન્ટમાં કદાચ 488hp ની પાવર હશે.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links