- Gujarati News
- Year ender 2025
- New Year 2026 Numerology: How To Strengthen Your Individual Numbers (1 To 9) To Ensure Success, Fortune, And New Opportunities In The Coming Year
ધ સ્પીકિંગ પ્લેનેટ્સ:જીવનને સજાવતા 1થી 9 અંકને બળવાન બનાવો, સમગ્ર વર્ષ પ્રસન્ન રહો
- કૉપી લિંક

દરેક નવા વર્ષે શરીરને સુદઢ બનાવવાની,મનને મજબુત કરવાની,કુંડળીને બળવાન બનાવવાની અને ગ્રહોને રીઝવવાની આપણી માનસિકતા હોય છે પરંતુ રોજબરોજના આપણા સાથીદાર અંક 1 થી 9ને આપણે ભાગ્યે જ તાકતવર બનાવવાની કોશિશ કરતા હોઈએ છીએ.આ લેખમાં આપણા વ્યક્તિગત અંકને ઈ.સ.2026માં કેવી રીતે બળવાન બનાવવો તેની વિશેષ વાતો અને પ્રયોગની ચર્ચા કરી છે. ઈ.સ.2026ની શરૂઆત 01-01-2026ના રોજ પ્રયાગરાજના IST અનુસાર સવારે 06:49 સમયે વહેલી પરોઢે થશે. તા.01-01-2026નો સરવાળો 12 થાય અર્થાત નવા વર્ષનો રાજા ગુરુ બને અને નવા વર્ષના પ્રથમ દિવસનો રૂલર તા.1 અનુસાર સૂર્ય બને ઉપરાંત ઈ.સ. 2026નો સરવાળો પણ 1 થાય આથી નવા ઈસ્વીસનના પ્રથમ દિવસનો RULAR સૂર્ય બને. તારીખ અનુસાર જન્માંક(ડ્રાઈવર) 1 સૂર્ય અને તારીખ + મહિનો અને વર્ષનું ટોટલ ત્રણ કંડકટર ગુરુ ગ્રહના અનુશાસન હેઠળ હશે. 2026 દરમિયાન જુદા-જુદા અંક હેઠળ આવતા જાતકો એ પોતાનું નવું વર્ષ કેવી રીતે સફળ બનાવવું તેની કેટલીક અગત્યની ટીપ આ લેખમાં આપી છે જેને અનુસરવાથી 1 જાન્યુઆરી 2026થી 31 ડીસેમ્બર 2026 સુધીનો સમય તમારા જીવનમાં એક નવા અભિગમનો એહસાસ અને સફળતાની સીડીનો સ્વાદ માણવાનો અવસર આપશે તે વાત ચોક્કસ છે.અહી જણાવેલી વિધિ દરેક અંકના જાતકો એ 01-01-2026 ગુરુવારની શુભ યોગ, શુભ ચોઘડીયામાં ,રોહિણી નક્ષત્ર અને ગુરુની હોરા દરમિયાન સવારે 07:10થી 07:45 દરમિયાન કરવાની રહેશે.

સૂર્યની અસર હેઠળ આવતા જાતકો તમારે ઉપરોક્ત સમય દરમિયાન એક ભોજપત્રના ટુકડા પર કેસરી પેન વડે તમારી જન્મતારીખ લખી તેની સાથે એક ગોમતી ચક્ર મૂકી સાથે એક મીઠાનો ગાંગડો +ફટકડીનો ટુકડો +કોલસાનો ટુકડો +હળદરનો ગાંઠિયો ઝીપ લોક બેગમાં મૂકી આ બેગને સમગ્ર વર્ષ તમારે ઓફીસ બેગમાં રાખવાની છે. 2026 ના પ્રથમ દિવસે તમારે આ વિધિ કરતી વખતે કેસરી રંગનો કુર્તો પેહરવો અને પીતાંબર પણ ધારણ કરવું. ‘ઓમ ધ્રૂણી આદિત્યાય નમઃ’ મંત્રની માળા કરવી. આ વિધિ પૂર્ણ થયા પછી તમારા મેઈન ગેટ પર એક સાદા કાગળ પર તમારે અંક (1) કેસરી શ્યાહીથી લખી ચોટાડી દેવો....સાથે સાથે એક ગોમતી ચક્રની પોટલી બનાવી લટકાવી દેવી. 01 જાન્યુઆરી 2026થી જ તમારા ખિસ્સામાં ભગવાન સૂર્ય નારાયણનો ફોટો રાખવો અને જમણા કાંડા પર કેસરી રંગનો ધાગો બાંધવો. યાદ રાખજો આ બધી જ શરૂઆત નવા વર્ષના પ્રથમ દિવસથી કરવાની છે અને સમગ્ર વર્ષ ઝીપ લોકવાળી થેલી ઓફીસ બેગમાં રાખવાની છે. પૂજાના સમય દરમિયાન A 4 સાઈઝના ભોજપત્ર ઉપર તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો તેની બરોબર નીચે તમારી કુળદેવીનો ફોટો અને તેની નીચે લાલનો એક્કો ફેવીક્વિકથી ચોટાડી લાલ પેનથી તમારી ઈચ્છા લખવાની છે અને તેને ફ્રેમ કરી તમારા મંદિરમાં રાખવી.

ચંદ્રની અસર હેઠળ આવતા જાતકો તમારે ઉપરોક્ત સમય દરમિયાન એક ભોજપત્રના ટુકડા પર તમારી જન્મતારીખ લખી તેની સાથે બે ગોમતી ચક્ર મૂકી સાથે એક મીઠાનો ગાંગડો +ફટકડીનો ટુકડો +કોલસાનો ટુકડો +હળદરનો ગાંઠિયો ઝીપ લોક બેગમાં મૂકી આ બેગને સમગ્ર વર્ષ તમારી ઓફીસ બેગમાં રાખવાની છે. 2026ના પ્રથમ દિવસે તમારે આ વિધિ કરતી વખતે શ્વેત રંગનો કુર્તો પેહરવો અને પીતાંબર પણ ધારણ કરવું. ‘ઓમ શ્રીમ શ્રીમ ચંદ્રમસે નમઃ ’ મંત્રની માળા કરવી. આ વિધિ પૂર્ણ થયા પછી તમારા મેઈન ગેટ પર એક સાદા કાગળ પર તમારે અંક (2) પીળી સ્કેચ પેનથી લખી ચોટાડી દેવો....સાથે સાથે બે ગોમતી ચક્રની પોટલી રેશમી કાપડમાં બાંધી મુખ્ય દરવાજા પર લટકાવી દેવી નવા વર્ષથી જ તમારા ખિસ્સામાં ચંદ્ર ગ્રહનો ફોટો રાખવો અને જમણા કાંડા પર શ્વેત રંગનો ધાગો બાંધવો. યાદ રાખજો આ બધી જ શરૂઆત નવા વર્ષના પ્રથમ દિવસથી કરવાની છે અને સમગ્ર વર્ષ તેનું પાલન કરવાનું છે
પૂજાના સમય દરમિયાન A 4 સાઈઝના ભોજપત્ર ઉપર તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો તેની બરોબર નીચે તમારી કુળદેવીનો ફોટો અને તેની નીચે લાલની રાણી ફેવીક્વિકથી ચોટાડી લાલ પેનથી તમારી ઈચ્છા લખવાની છે અને તેને ફ્રેમ કરી તમારા મંદિરમાં રાખવી.

ગુરુની અસર હેઠળ આવતા જાતકો તમારે ઉપરોક્ત સમય દરમિયાન એક ભોજપત્રના ટુકડા પર ડાર્ક યેલો સ્કેચ પેન વડે તમારી જન્મતારીખ લખી તેની સાથે ત્રણ ગોમતી ચક્ર મૂકી સાથે એક મીઠાનો ગાંગડો +ફટકડીનો ટુકડો +કોલસાનો ટુકડો +હળદરનો ગાંઠિયો ઝીપ લોક બેગમાં ભરી આ બેગને સમગ્ર વર્ષ તમારે તમારી ઓફીસ બેગમાં રાખવાની છે. પ્રથમ દિવસે તમારે આ વિધિ કરતી વખતે ગાઢો પીળા રંગનો કુર્તો પેહરવો અને પીતાંબર પણ ધારણ કરવું. ‘ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ’ મંત્રની માળા કરવી. આ વિધિ પૂર્ણ થયા પછી તમારા મેઈન ગેટ પર એક સાદા કાગળ પર તમારે અંક (3) પીળી શ્યાહીથી લખી ચોટાડી દેવો....સાથે સાથે ત્રણ ગોમતી ચક્રની પોટલી બનાવી મુખ્ય દરવાજા પર લટકાવી દેવી. નવા સંવતથી જ તમારા ખિસ્સામાં ગુરુ ગ્રહનો ફોટો રાખવો અને જમણા કાંડા પર પીળા રંગનો ધાગો બાંધવો. પૂજાના સમય દરમિયાન A4 સાઈઝના ભોજપત્ર ઉપર તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો તેની બરોબર નીચે તમારી કુળદેવીનો ફોટો અને તેની નીચે લાલનો બાદશાહ ફેવીક્વિકથી ચોટાડી લાલ પેનથી તમારી ઈચ્છા લખવાની છે અને તેને ફ્રેમ કરી તમારા મંદિરમાં રાખવી.

રાહુની અસર હેઠળ આવતા જાતકો તમારે તા. 1 જાન્યુઆરી 2026ની સવારે ઉપરોક્ત સમય દરમિયાન એક ભોજપત્રના ટુકડા પર કાળી પેન વડે તમારી જન્મતારીખ લખી તેની સાથે ચાર ગોમતીચક્ર મૂકી સાથે એક મીઠાનો ગાંગડો +ફટકડીનો ટુકડો +કોલસાનો ટુકડો +હળદરનો ગાંઠિયો ઝીપ લોક વાળી બેગમાં મૂકી સમગ્ર વર્ષ તમારે તમારી ઓફીસ બેગમાં રાખવાની છે. વર્ષના પ્રથમ દિવસે તમારે આ વિધિ કરતી વખતે ગ્રે રંગનો કુર્તો પેહરવો અને પીતાંબર પણ ધારણ કરવું. ‘ઓમ રામ રાહવે નમઃ’ મંત્રની માળા કરવી. આ વિધિ પૂર્ણ થયા પછી તમારા મેઈન ગેટ પર એક સાદા કાગળ પર તમારે અંક (4) કાળી શ્યાહીથી લખી ચોટાડી દેવો....સાથે સાથે ચાર ગોમતી ચક્રની પોટલી બનાવી મુખ્ય દ્વાર પર લટકાવવી. 1/1/2026થી જ તમારા ખિસ્સામાં રાહુ ગ્રહનો ફોટો રાખવો અને જમણા કાંડા પર ગ્રે રંગનો ધાગો બાંધવો. પૂજાના સમય દરમિયાન A4 સાઈઝના ભોજપત્ર ઉપર તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો તેની બરોબર નીચે તમારી કુળદેવીનો ફોટો અને તેની નીચે કાળીનો બાદશાહ ફેવીક્વિક થી ચોટાડી લાલ પેનથી તમારી ઈચ્છા લખવાની છે અને તેને ફ્રેમ કરી તમારા મંદિરમાં રાખવી.

બુધની અસર હેઠળ આવતા જાતકો તમારે ઉપરોક્ત મુહુર્ત દરમિયાન એક ભોજપત્રના ટુકડા પર લીલી શ્યાહીની પેન વડે તમારી જન્મતારીખ લખી તેની સાથે પાંચ ગોમતી ચક્ર મૂકી સાથે એક મીઠાનો ગાંગડો +ફટકડીનો ટુકડો +કોલસાનો ટુકડો +હળદરનો ગાંઠિયો ઝીપ લોક વાળી બેગમાં મૂકી આ બેગને સમગ્ર વર્ષ તમારે ઓફીસ બેગમાં રાખવાની છે. વર્ષના પ્રથમ દિવસે તમારે આ વિધિ કરતી વખતે લીલા રંગનો કુર્તો પેહરવો અને પીતાંબર પણ ધારણ કરવું. ‘ઓમ ઐમ શ્રીમ શ્રીમ બુધાય નમઃ’ મંત્રની માળા કરવી. આ વિધિ પૂર્ણ થયા પછી તમારા મેઈન ગેટ પર એક સાદા કાગળ પર તમારે અંક (5) કેસરી શ્યાહીથી લખી ચોટાડી દેવો....સાથે સાથે પાંચ ગોમતી ચક્રની પોટલી બનાવી મુખ્ય દ્વાર પર લટકાવી દેવી. નવા વર્ષ થી જ તમારા ખિસ્સામાં ચરકટની રાણી લીલા કાગળમાં લપેટીને રાખવી અને જમણા કાંડા પર લીલા રંગનો ધાગો બાંધવો. પૂજાના સમય દરમિયાન A4 સાઈઝના ભોજપત્ર ઉપર તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો તેની બરોબર નીચે તમારી કુળદેવીનો ફોટો અને તેની નીચે ચરકટની રાણી ફેવીક્વિક થી ચોટાડી લાલ પેનથી તમારી ઈચ્છા લખવાની છે અને તેને ફ્રેમ કરી તમારા મંદિરમાં રાખવી.

શુક્રની અસર હેઠળ આવતા જાતકો તમારે તા.1 જાન્યુઆરી એ આપેલા સમય દરમિયાન એક ભોજપત્રના ટુકડા પર ગુલાબી શ્યાહીની પેન વડે તમારી જન્મતારીખ લખી તેની સાથે 6 ગોમતી ચક્ર મૂકી સાથે એક મીઠાનો ગાંગડો +ફટકડીનો ટુકડો +કોલસાનો ટુકડો +હળદરનો ગાંઠિયો ઝીપ લોક બેગમાં મૂકી આ બેગને સમગ્ર વર્ષ તમારે તમારી ઓફીસ બેગમાં રાખવી.વર્ષના પ્રથમ દિવસે તમારે આ વિધિ કરતી વખતે ગુલાબી રંગનો કુર્તો પેહરવો અને પીતાંબર પણ ધારણ કરવું. ‘ઓમ શું શુક્રાય નમઃ’ મંત્રની માળા કરવી. આ વિધિ પૂર્ણ થયા પછી તમારા મેઈન ગેટ પર એક સાદા કાગળ પર તમારે અંક (6) કેસરી શ્યાહીથી લખી ચોટાડી દેવો....સાથે સાથે 6 ગોમતી ચક્રની રેશમી કાપડની પોટલી બનાવી મુખ્ય દરવાજા પર લગાવવી. નવા વર્ષથી જ તમારા ખિસ્સામાં ગંજીફાનો ચરકટનો દસ્સો ગુલાબી કાગળમાં લપેટીને રાખવો અને જમણા કાંડા પર ગુલાબી રંગનો દોરો ધારણ કરવો. પૂજાના સમય દરમિયાન A 4 સાઈઝના ભોજપત્ર ઉપર તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો તેની બરોબર નીચે તમારી કુળદેવીનો ફોટો અને તેની નીચે ચરકટનો દસ્સો ફેવીક્વિક થી ચોટાડી લાલ પેનથી તમારી ઈચ્છા લખવાની છે અને તેને ફ્રેમ કરી તમારા મંદિરમાં રાખવી.

નેપચ્યુન અને કેતુ એમ બંને ગ્રહની અસર હેઠળ આવતા જાતકો તમારે તા.1 જાન્યુઆરીએ ઉપર જણાવેલા સમય દરમિયાન એક ભોજપત્રના ટુકડા પર જાંબલી રંગની શ્યાહીની પેન વડે તમારી જન્મતારીખ લખી તેની સાથે સાત ગોમતી ચક્ર મૂકી સાથે એક મીઠાનો ગાંગડો +ફટકડીનો ટુકડો +કોલસાનો ટુકડો +હળદરનો ગાંઠિયો ઝીપ લોક વાળી બેગમાં મૂકી આ બેગને સમગ્ર વર્ષ તમારે ઓફીસ બેગમાં રાખવાની છે. પ્રથમ દિવસે તમારે આ વિધિ કરતી વખતે જાંબલી રંગનો કુર્તો પેહરવો અને પીતાંબર પણ ધારણ કરવું. ‘ઓમ સ્ત્રામ સ્ત્રીમ સ્ત્રોમ સહ કેતવે નમઃ’ મંત્રની માળા કરવી. આ વિધિ પૂર્ણ થયા પછી તમારા મેઈન ગેટ પર એક સાદા કાગળ પર તમારે અંક (7)જાંબલી શ્યાહીથી લખી ચોટાડી દેવો....સાથે સાથે મુખ્ય દરવાજા ઉપર સાત ગોમતી ચક્રની પોટલી લટકાવી દેવી.. નવા વર્ષથી જ તમારા ખિસ્સામાં ગંજીફાનો લાલનો સત્તો જાંબલી કાગળમાં લપેટીને રાખવો અને જમણા કાંડા પર જાંબલી રંગનો ધાગો બાંધવો. પૂજા પૂર્ણ થયા પછી A4 સાઈઝ ના ભોજપત્ર પર તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો,તમારી કુળદેવીનો ફોટો અને તેની બરાબર નીચે લાલનો સત્તો ચીપકાવો જરૂરી છે. ભોજપત્ર પર તમારી ઈચ્છા લખવાનું ભુલતા નહિ.

શનિની અસર હેઠળ આવતા જાતકો તમારે નવા વર્ષની શરૂઆતમાં જ ઉપર જણાવેલા સમય દરમિયાન એક ભોજપત્રના ટુકડા પર વાદળી શ્યાહીની પેન વડે તમારી જન્મતારીખ લખી તેની સાથે આઠ ગોમતી ચક્ર મૂકી સાથે એક મીઠાનો ગાંગડો +ફટકડીનો ટુકડો +કોલસાનો ટુકડો +હળદરનો ગાંઠિયો ઝીપ લોક બેગમાં મૂકી આ બેગને સમગ્ર વર્ષ તમારે ઓફીસ બેગમાં રાખવાની છે. આ વિધિ કરતી વખતે વાદળી રંગનો કુર્તો પેહરવો અને પીતાંબર પણ ધારણ કરવું. ‘ઓમ શં શનેશ્ચરાય નમઃ’ મંત્રની માળા કરવી. આ વિધિ પૂર્ણ થયા પછી તમારા મેઈન ગેટ પર એક સાદા કાગળ પર તમારે અંક (8) કેસરી શ્યાહીથી લખી ચોટાડી દેવો....સાથે સાથે આઠ ગોમતી ચક્રની પોટલી બનાવી મુખ્ય દ્વાર પર લટકાવી દેવી. નવા વર્ષથી જ તમારા ખિસ્સામાં ગંજીફાનો કાળીનો એક્કો વાદળી કાગળમાં લપેટીને રાખવો અને જમણા કાંડા પર વાદળી રંગનો ધાગો બાંધવો. પૂજાના સમય દરમિયાન A4 સાઈઝના ભોજપત્ર ઉપર તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો તેની બરોબર નીચે તમારી કુળદેવીનો ફોટો અને તેની નીચે કાળીનો એક્કો ફેવીક્વિકથી ચોટાડી લાલ પેનથી તમારી ઈચ્છા લખવાની છે અને તેને ફ્રેમ કરી તમારા મંદિરમાં રાખવી.

મંગળની અસર હેઠળ આવતા જાતકો તમારે 1/1/2026ના ઉપર આપેલા સમય દરમિયાન એક ભોજપત્રના ટુકડા પર લાલ શ્યાહીની પેન વડે તમારી જન્મતારીખ લખી તેની સાથે નવ ગોમતી ચક્ર મૂકી સાથે એક મીઠાનો ગાંગડો +ફટકડીનો ટુકડો +કોલસાનો ટુકડો +હળદરનો ગાંઠિયો ઝીપ લોક બેગમાં મૂકી આ બેગને સમગ્ર વર્ષ તમારે ઓફીસ બેગમાં રાખવાની છે. વર્ષના પ્રથમ દિવસે તમારે આ વિધિ કરતી વખતે લાલ રંગનો કુર્તો પેહરવો અને પીતાંબર પણ ધારણ કરવું. ‘ઓમ અં અંગારકાય નમઃ’ મંત્રની માળા કરવી. આ વિધિ પૂર્ણ થયા પછી તમારા મેઈન ગેટ પર એક સાદા કાગળ પર તમારે અંક (9)લાલ શ્યાહીથી લખી ચોટાડી દેવો....સાથે સાથે મુખ્ય દ્વારની ઉપર નવ ગોમતી ચક્રની પોટલી રેશમી કાપડમાં લટકાવી દેવી. નવા વર્ષ થી જ તમારા ખિસ્સામાં ચરકટનો એક્કો લાલ કાગળમાં લપેટીને રાખવો અને જમણા કાંડા પર લાલ રંગનો ધાગો બાંધવો. પૂજાના સમય દરમિયાન A 4 સાઈઝના ભોજપત્ર ઉપર તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો તેની બરોબર નીચે તમારી કુળદેવીનો ફોટો અને તેની નીચે ચરકટનો એક્કો ફેવીક્વિકથી ચોટાડી લાલ પેનથી તમારી ઈચ્છા લખવાની છે અને તેને ફ્રેમ કરી તમારા મંદિરમાં રાખવી. સમગ્ર પૂજા દરમિયાન દીવો ધૂપ કરવો જરૂરી છે.
(અંકશાસ્ત્ર અનુસાર આ પ્રયોગ કરનાર જાતક સમગ્ર વર્ષ તન- મન અને ધનથી પ્રસન્ન રહે છે.)
(ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ.પંકજ ય. નાગર) drpanckaj@gmail.com
















