- Gujarati News
- Year ender 2025
- 2026 AI Advancements Update; Seven Major Artificial Intelligence Wonders Photos VIDEOS
વેલકમ 2026આંખે જોયેલી દરેક વાત યાદ રાખશે AI ચશ્માં:ઘરનો નોકર બનીને રહેશે AI રોબોટ, મોત પછી ડેથબોટ; 2026માં AI શું-શું કરશે?
- કૉપી લિંક

નવા વર્ષમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ક્રીનથી નીકળીને સીધું તમારી જિંદગીમાં દાખલ થવાનું છે. તમે જે પણ જોશો, એને યાદ રાખનારાં AI ચશ્માં, ઘરની સાફ-સફાઈ અને કૂકિંગ કરનારા હાઉસકીપિંગ રોબોટ્સ અને મોત પછી પણ પોતાનાં પ્રિયજનોના અવાજમાં વાત કરનારા ડેથબોટ્સ.
2026ના પહેલા દિવસે જાણો આ વર્ષે AI શું-શું કરી શકશે…
1. AI-પાવર્ડ ચશ્માં:
મેપ, ટ્રાન્સલેશનની સાથે તમારી ખોવાયેલી ચાવી સુધી શોધશે

- સેમસંગની સાથે મળીને ગૂગલ Android XR Glasses ડેવલપ કરી રહ્યું છે. આ હલકા અને સ્ટાઇલિશ AI-પાવર્ડ ચશ્માં છે.
- Geminiથી કામ કરનારાં આ ચશ્માં રિયલ-ટાઇમ ટ્રાન્સલેશન, મેપ નેવિગેશન, નોટિફિકેશન, મેસેજ, મ્યુઝિક, ફોટો-વીડિયો, AI આસિસ્ટન્સ જેવાં કામ કરશે.
- સૌથી રસપ્રદ વાત, આ મેમરી સ્ટોર કરી શકશે, એટલે કે જે કંઈપણ તમે જોશો-સાંભળશો એને યાદ કરી લેશે. ભલે એ ફોટો હોય, રસ્તા હોય કે ઘરમાં રાખેલો સામાન. પછી તમે આમને એ પણ પૂછી શકો છો કે તમે કારની ચાવી ક્યાં રાખી છે અથવા મિત્ર સાથે દલીલ કેમ થઈ હતી?
- Android XRના વાઇસ-પ્રેસિડેન્ટ શહરામ ઇજાદી કહે છે, 'ટ્રાવેલિંગ, મિટિંગ, ડ્રાઇવિંગ વગેરે દરમિયાન તમને એવા ટૂલની જરૂર હોય છે, જે તમારું કામ સરળ બનાવે. આ જ માટે આવા હલકા અને સ્ટાઇલિશ ચશ્માં તૈયાર કરી રહ્યા છીએ, જે ફોન અડ્યા વગર તરત જ જાણકારી આપી શકે.'
- Samsung Galaxy XR હેડસેટ પહેલાંથી જ માર્કેટમાં છે, પરંતુ Android XRનો સ્ક્રીન-ફ્રી AI વર્ઝન 2026માં લોન્ચ થશે.

2. હાઉસકીપિંગ રોબોટ:
કૂકિંગ, ક્લીનિંગની સાથે તમારો પર્સનલ સેક્રેટરી

- અમેરિકી રોબોટ કંપની 1X એ 28 ઓક્ટોબર 2025ના રોજ એક રોબોટ લોન્ચ કર્યો. NEO નામનો આ રોબોટ રોજબરોજનાં કામ પોતે પોતાની મેળે કરે છે અને પર્સનલી આસિસ્ટ કરે છે.
- એક બટન દબાવીને અથવા મોઢેથી નિર્દેશ આપીને તમે NEOને એક હાઉસકીપર બનાવી શકો છો. એને તમે ઘરનાં કામોનું લિસ્ટ અને એને પૂરું કરવાનો સમય જણાવી શકો છો.
- ભલે સફાઈ કરવાની હોય, કપડાં ધોવા, ખાવાનું પકાવવું કે પછી કબાટોમાં રાખેલી વસ્તુઓ ઠીક કરવી. NEO ગેસ્ટ માટે દરવાજો ખોલશે અને રાત્રે સૂઈ ગયા પછી લાઈટ્સ પણ બંધ કરશે.
- NEO તમારાં અંગત કામ પણ કરી શકે છે. એપોઈન્ટમેન્ટ શિડ્યૂલ તૈયાર કરવું, બર્થ-ડેનું રિમાઇન્ડર સેટ કરવું કે પછી કરિયાણાનું લિસ્ટ તૈયાર કરવું.
- NEOનું વજન આશરે 30 કિલો છે. એ 68 કિલોથી વધારે વજન ઉઠાવી શકે છે અને 25 કિલો વજન ઊંચકી શકે છે.
- 1Xના ફાઉન્ડર અને સીઈઓ બર્ન્ટ બોરનિચનું કહેવું છે, 'માણસ જેવા રોબોટ લાંબા સમયથી વિજ્ઞાનની વાર્તાઓમાં હતા. પછી એનું રિસર્ચ થયું અને આજે NEO જેવો માણસ જેવો રોબોટ એક પ્રોડક્ટ બની ગયો. કંઈક એવું જેને તમે સ્પર્શી શકો છો. NEO અમારી વિચારસરણી અને આપણી દુનિયા વચ્ચેની ખાઈને એટલી પાટી દે છે કે આપણે એની પાસે મદદ માગીએ, તો આપણને મદદ મળી જાય છે.'

3. AI ડેથબોટ્સ:
પ્રિયજનોનાં મોત પછી તેમની જેવા જ વાત કરી શકશે

- પ્રિયજનોને ખોવાનું દુઃખ ઓછું કરવા માટે હવે AI-બેઝ્ડ ગ્રીફ ટેક્નોલોજી ડેવલપ થઈ રહી છે. ટેક સ્ટાર્ટઅપ્સ એવા ઇન્ટરેક્ટિવ ડેથબોટ્સ બનાવી રહ્યા છે, જે મરી ચૂકેલા લોકોના ડિજિટલ અવતાર હોય છે. આ તેમની સ્ટાઈલ, પર્સનાલિટી, લુક, ઇમોશન, વગેરેની હૂબહૂ નકલ કરે છે.
- Project December, HereAfter, StoryFile અને You, Only Virtual જેવા સ્ટાર્ટઅપ્સ એવા AI ટૂલ ડેવલપ કરી રહ્યા છે, જેથી યુઝર AI ડેથબોટ્સ બનાવી શકે.
- You, Only Virtualના ફાઉન્ડર અને CEO જસ્ટિન હેરિસન કહે છે, 'ઘણીવાર એવું બને છે જ્યારે માત્ર માતા કે પિતા જ આપણને વધુ સારો અનુભવ કરાવી શકે છે. એ જ સિચ્યુએશન માટે અમે સોલ્યુશન બનાવી રહ્યા છીએ. અમારું સ્ટાર્ટઅપ મૃત લોકોનું AI ઓડિયો વર્ઝન તૈયાર કરે છે, જેને વર્સોના નામ આપ્યું છે. આનાથી યુઝર કોલ કરીને વાત કરી શકે છે.'
- ન્યૂઝપોર્ટલ NPR મુજબ, ડેથબોટ્સ, ગ્રીફ થેરાપી જેવી આફ્ટરલાઇફ ઇન્ડસ્ટ્રીનો ગ્લોબલ બિઝનેસ ટૂંક સમયમાં 80 અબજ ડોલર સુધી પહોંચી શકે છે.

4. સ્માર્ટ મિરર:
તમારા ઘરને એક મિરરને કંટ્રોલ કરશે

- તૈયાર થતી વખતે સ્માર્ટ મિરર તરફ એક ઇશારો કરીને અથવા કમાન્ડ આપીને ઘરના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ચાલુ કે બંધ કરી શકશો. તાપમાન અને સિક્યોરિટી પણ એડજસ્ટ કરી શકાશે.
- સ્માર્ટ મિરર તમારું હેલ્થ ચેકઅપ પણ કરશે અને જણાવશે કે તમે કેટલા સ્વસ્થ છો. એને સરળતાથી બાથરૂમમાં લગાવી શકાય છે, જેનાથી સવારે બ્રશ કરતી વખતે હેલ્થ અપડેટ મળી જાય.
- મિરર સામે જો તમે કેટલાંક કપડાં લઈને ઊભા રહેશો તો જોઈ શકશો કે કપડાં તમારા પર કેવા લાગશે. મિરર તમને સલાહ પણ આપશે કે શું પહેરવું જોઈએ અને કેવી રીતે તૈયાર થવું જોઈએ.
- સ્માર્ટ મિરર બનાવતી ચીની કંપની વર્કોન આ મિરર તૈયાર કરી રહી છે. ગયા વર્ષે જ કંપનીએ બ્યૂટી મિરર લોન્ચ કર્યો હતો, જે મેકઅપ અને ડ્રેસિંગમાં મદદ કરે છે.

5. AI ટ્યુટર:
દરેક સ્ટુડન્ટની સ્પીડ અને રીતે ભણાવનાર પર્સનલ ટીચર

- અમુમન સ્કૂલમાં એક ક્લાસમાં 30થી 40 સ્ટુડન્ટ્સ હોય છે, જેમને ભણાવવા માટે માત્ર એક જ ટીચર હોય છે. આ સિવાય દરેક બાળકની શીખવાની રીત અને રફ્તાર અલગ-અલગ હોય છે.
- આને ધ્યાનમાં રાખીને ભારતની એડટેક કંપની LEAD ગ્રુપ 'Ms Curie' નામનો એક એવો AI ટ્યૂટર ડેવલપ કરી રહ્યું છે, જે દરેક બાળકના શીખવાના સ્તર મુજબ તેને શીખવશે અને મદદ કરશે.
- LEAD ગ્રુપના કો-ફાઉન્ડર અને સીઇઓ સુમિત મહેતાનું કહેવું છે, 'અમારું ટૂલ ટીચર્સની મદદ કરશે અને તેમને શીખવશે, નહીં કે તેમના પર કામનો બોજ વધારશે, સાથે જ બાળકોની શીખવાની સ્પીડ અને પ્રોગ્રેસનું એનાલિસિસ કરી મદદ કરશે.'
- Ms Curieની પ્રેક્ટિસ ટ્રેકિંગ, બેઝિક એસેસમેન્ટ અને ડેટા એનાલિસિસ કરવાથી ટીચર્સનો સમય બચશે, જેમાં તેઓ બાળકોને મોટિવેટ, મેન્ટોર અને ઇમોશનલી સપોર્ટ કરી શકશે.

6. AI ક્લિનિક:
ભારતમાં પહેલીવાર AIથી થશે દર્દીઓની સારવાર

- ઈડાની ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ હોસ્પિટલ IIT કાનપુરની સાથે મળીને ભારતનું પહેલું AI ક્લિનિક શરૂ કરી રહી છે.
- અહીં સારવારમાં કામ આવતાં AI ટૂલ્સનો ઉપયોગ અને પરીક્ષણ કરવામાં આવશે, જેથી આમને સારવારમાં ઉપયોગ કરવા લાયક બનાવી શકાય.
- ક્લિનિકનું કામ એ સુનિશ્ચિત કરવાનું હશે કે દર્દીઓની સારવારમાં AIનો ઉપયોગ કેટલો અને કેવી રીતે કરવામાં આવે, જેથી એ અસરદાર પણ હોય અને સુરક્ષિત પણ.

















