Sun, Nov 29, 2026Updated 08:31 PM IST
Google Preferred Source CTA

ડેરેક ઓ'બ્રાયનો આઇડિયા ને બન્યો ગુપ્ત પ્લાન:સ્ટાલિન નહીં માને તે જાણવા છતાં વિપક્ષ ચેન્નઈ કેમ દોડ્યો? સોનિયાને કેમ આગળ કરાયા, રવિવાર સવાર સુધી કોઈને ગંધ પણ ન આવી

1 કલાક પેહલા
  • કૉપી લિંક

એમકે સ્ટાલિન અને શરદ પવારને મનાવવા માટે મુંબઈ અને ચેન્નાઈ જવાનો વિચાર INDIA બ્લોકની બેઠકમાં TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયને આપ્યો હતો.

મીડિયા અહેવાલો મુજબ, ડેરેકે બેઠકમાં કહ્યું હતું કે સોનિયા ગાંધી વિપક્ષી નેતાઓના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરે. સ્ટાલિન અને પવારને બિલનું સમર્થન ન કરવા માટે મનાવે.

આ યોજના હેઠળ INDIA બ્લોકના 6 વિપક્ષી દળોના નેતાઓ સોનિયા, રાહુલ, મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી, અભિષેક બેનર્જી અને મીસા ભારતી રવિવારે ચેન્નાઈ પહોંચ્યા. આ સમગ્ર યોજનાને રવિવાર સવાર સુધી ગુપ્ત રાખવામાં આવી હતી.

તેમણે ડીએમકેના પ્રમુખ એમકે સ્ટાલિન સાથે 70 મિનિટ સુધી મુલાકાત કરી. હવે આ તમામ નેતાઓ મુંબઈ જશે અને શરદ પવારને મળશે.

INDIA બ્લોકનું નેતૃત્વ જાણતું હતું કે DMK પોતાનો નિર્ણય બદલશે નહીં

સૂત્રોના જણાવ્યા અનુસાર, INDIA બ્લોકના નેતાઓને ખબર હતી કે DMK પોતાનો નિર્ણય બદલવા માટે તૈયાર નહીં થાય. તેમ છતાં તેઓ સ્ટાલિન અને પવારને મળીને તેમને મનાવવાનો પ્રયાસ કરવા માગતા હતા. તેઓ એ દર્શાવવા માગતા હતા કે બિલને પસાર થતું રોકવા માટે તેમણે અંતિમ સમય સુધી સંપૂર્ણ પ્રયાસ કર્યો.

સોનિયા ગાંધીને પ્રતિનિધિમંડળમાં સામેલ કરવાનો હેતુ એ પણ હતો કે સ્ટાલિન પોતે તમામ નેતાઓને મળે. એવું ન બને કે તેઓ મુલાકાત માટે DMKના કોઈ અન્ય નેતાને મોકલી દે.

ડેરેક ઓ'બ્રાયનનું માનવું હતું કે INDIA બ્લોકને આ પ્રયાસ સંપૂર્ણ સન્માન અને નમ્રતા સાથે કરવો જોઈએ.

બેઠકમાં સામેલ એક નેતાએ કહ્યું કે બધા એ વાત પર સહમત હતા કે તેમણે સ્ટાલિન અને પવાર સાથે વાત કરવી જોઈએ. વિપક્ષી ગઠબંધન તરીકે આ તેમની જવાબદારી હતી, જેથી ઇતિહાસમાં નોંધાઈ રહે કે તેમણે અંતિમ સમય સુધી બિલને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

INDIA બ્લોકનો પ્રયાસ હતો કે જો DMK બિલનો વિરોધ કરવા માટે તૈયાર ન થાય, તો ઓછામાં ઓછું મતદાનથી દૂર રહે.

શનિવારે ખડગેના નિવાસસ્થાને ઇન્ડિયા બ્લોકના નેતાઓ સાથે બેઠક યોજાઈ.
શનિવારે ખડગેના નિવાસસ્થાને ઇન્ડિયા બ્લોકના નેતાઓ સાથે બેઠક યોજાઈ.

કનિમોઝીએ ખડગેને કહ્યું- DMK પોતાનો નિર્ણય બદલશે નહીં

DMK સાંસદ કનિમોઝીને રવિવારે સવારે ખબર પડી કે INDIA બ્લોકના નેતાઓ સ્ટાલિનને મળવા ચેન્નાઈ જઈ રહ્યા છે. તેઓ તરત જ ખડગેના નિવાસસ્થાને પહોંચ્યાં. તેમણે જણાવ્યું કે DMK પરિસીમન બિલને સમર્થન આપવાનો નિર્ણય લઈ ચૂકી છે. હવે પાર્ટી પાછળ નહીં હટે.

ખડગેએ કહ્યું કે વિપક્ષી નેતાઓ તેમ છતાં સ્ટાલિનને મળશે. ત્યારબાદ કનિમોઝી અને દયાનિધિ મારન બપોરે 12:10 વાગ્યાની ફ્લાઇટથી ચેન્નાઈ રવાના થયા.

સ્ટાલિન સાથેની મુલાકાતમાં સોનિયા આગળ કેમ?

ડેરેક ઓ’બ્રાયનના સૂચન પર કોંગ્રેસ સહમત થઈ. ત્યારબાદ TMC પ્રમુખ મમતા બેનર્જી અને ગઠબંધનના અન્ય નેતાઓને પણ આ અંગે જાણકારી આપવામાં આવી.

સોનિયા ગાંધીની હાજરીને એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી, કારણ કે સ્ટાલિનના પરિવાર સાથે તેમના જૂના અને સારા સંબંધો છે.

સોનિયા ગાંધીએ જ ડિસેમ્બર 2003માં DMKને કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધનમાં સામેલ કરાવી હતી. તે સમયે સ્ટાલિનના પિતા એમ. કરુણાનિધિ પાર્ટીના પ્રમુખ હતા.

સોનિયા માટે આ નિર્ણય સરળ નહોતો. 1997માં કોંગ્રેસે જૈન પંચના અહેવાલ બાદ સંયુક્ત મોરચાની સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું હતું.

પંચે રાજીવ ગાંધીની હત્યાની તપાસ દરમિયાન ડીએમકેએ એલટીટીઈને કથિત રીતે સમર્થન આપ્યું હોવાની વાત કહી હતી.

આમ છતાં સોનિયાએ 2003માં ડીએમકે સાથે ગઠબંધન કર્યું. તેમણે પોતાની આત્મકથામાં તેને સૌથી પડકારજનક કાર્ય ગણાવ્યું હતું.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links