Mon, Nov 16, 2026Updated 02:40 PM IST
Google Preferred Source CTA

વિપક્ષની મહિલા સાંસદોએ PM મોદીની ખુરશી ઘેરી લીધી:વડાપ્રધાન સાંજે 5 વાગ્યે આભાર પ્રસ્તાવ પર બોલવાના હતા, ભાષણ ના આપી શક્યા, હોબાળા પર ભાજપનો દાવો

નવી દિલ્હી9 મહિનો પેહલા
  • કૉપી લિંક

વિપક્ષી સાંસદોના સતત હોબાળાને કારણે બુધવારે લોકસભાની કાર્યવાહી 4 વખત સ્થગિત કરવામાં આવી હતી, જે બાદ સાંજે 5 વાગ્યે ગૃહને ગુરુવાર સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. હોબાળાને કારણે PM નરેન્દ્ર મોદીનું સાંજે 5 વાગ્યે રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પરનું સંબોધન પણ ટળી ગયું હતું.

આ બાબતને લઈને ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપના સાંસદ મનોજ તિવારીએ લોકસભાની કાર્યવાહી સ્થગિત થયા બાદ આરોપ લગાવ્યો છે કે, વડાપ્રધાન જ્યાં બેસે છે ત્યાં સુધી વિપક્ષના લોકો આવી ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષની મહિલા સભ્યોએ PMની ખુરશીનો ઘેરાવો કર્યો હતો અને તેમનો ઈરાદો વડાપ્રધાન પર હુમલો કરવાનો હતો.

સંસદમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાની ઓફિસમાં વિપક્ષ અને ભાજપના સાંસદો વચ્ચે દલીલો થઈ છે. ઓફિસનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં વિપક્ષના મહિલા સાંસદ કેન્દ્રીય સંસદીય મંત્રી કિરેન રિજિજુને કંઈક કહેતા જોવા મળી રહ્યા છે.

બીજી તરફ, લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ગાંધી પરિવાર અને કોંગ્રેસ પર લખાયેલા પુસ્તકો અને નોટ્સ બતાવ્યા. તેમણે કહ્યું કે આ પુસ્તકોમાં ગાંધી પરિવાર અને કોંગ્રેસ પરિવારની મક્કારી, ગદ્દારી, ભ્રષ્ટાચાર અને અય્યાશીનો ઉલ્લેખ છે.

નિશિકાંતે ક્વોટ કરેલા પુસ્તકોમાં એડવિના એન્ડ નહેરુ, રેમિનિસેન્સ ઓફ ધ નહેરુ એજ, ધ રેડ સાડી, એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર સહિત અન્ય પુસ્તકો અને નોટ્સ બતાવ્યા.

આજે ફરી અધ્યક્ષની ખુરસી તરફ વિપક્ષી સાંસદોએ કાગળો ઉડાડ્યા. વિપક્ષના હંગામાને કારણે બપોરે 2 વાગ્યે શરૂ થયેલી કાર્યવાહી માત્ર 8 મિનિટ જ ચાલી શકી હતી. લોકસભા સાંજે 5 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

આ પહેલા ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ગૃહ માત્ર 5 મિનિટ જ ચાલ્યું હતું. પીએમ મોદી પણ સાંજે 5 વાગ્યે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ગૃહને સંબોધિત કરી શકે છે.

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ગાંધી પરિવાર-કોંગ્રેસ પર લખાયેલા પુસ્તકો ટાંક્યા.રાહુલ ગાંધીએ બોફોર્સ ગેટ સહિત અન્ય પુસ્તકો ટાંક્યા છે.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ગાંધી પરિવાર-કોંગ્રેસ પર લખાયેલા પુસ્તકો ટાંક્યા.રાહુલ ગાંધીએ બોફોર્સ ગેટ સહિત અન્ય પુસ્તકો ટાંક્યા છે.
વિપક્ષી સાંસદોએ આજે પણ ચેર (અધ્યક્ષના આસન) તરફ કાગળો ઉછાળ્યા.
વિપક્ષી સાંસદોએ આજે પણ ચેર (અધ્યક્ષના આસન) તરફ કાગળો ઉછાળ્યા.
ગઈકાલે આ જ હરકત બદલ 8 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ગઈકાલે આ જ હરકત બદલ 8 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

પીયૂષ ગોયલે કહ્યું- અમેરિકા અને ભારતની ટ્રેડ ડીલ ઐતિહાસિક

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે લોકસભામાં અમેરિકા સાથે ટેરિફ ડીલ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ ડીલ ઐતિહાસિક છે. ભારતના કૃષિ અને ખાદ્ય ક્ષેત્રનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ડીલ ભારતના વિકાસમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

ગોયલના ભાષણ દરમિયાન વિપક્ષી સાંસદો હંગામો કરતા રહ્યા. વિપક્ષે 'LoP (રાહુલ ગાંધી)ને બોલવા દો', નરેન્દ્ર મોદી-સરેન્ડર મોદી અને ‘ડરતા હૈ ડરતા હૈ નરેન્દ્ર મોદી ડરતા હૈ’ના નારા લગાવ્યા. વિપક્ષના હંગામાને કારણે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

લોકસભામાં અમેરિકા-ભારત ટ્રેડ ડીલ પર વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવ્યો.
લોકસભામાં અમેરિકા-ભારત ટ્રેડ ડીલ પર વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવ્યો.

રાહુલે કહ્યું- આજે PMને નરવણેનું પુસ્તક આપીશ:અનપબ્લિશ્ડ બુક લઈને સંસદ પહોંચ્યા, કેન્દ્રીય મંત્રી બિટ્ટુને ગદ્દાર કહ્યા, મંત્રી બોલ્યા- દેશના દુશ્મન

આર્મી ચીફ એમએમ નરવણેના જે પુસ્તકને લઈને સંસદમાં બે દિવસથી હોબાળો થઈ રહ્યો છે. રાહુલ ગાંધી બુધવારે તે જ પુસ્તક લઈને સંસદ પહોંચ્યા. તેમણે કહ્યું કે જો આજે PM આવશે તો તેમને આ પુસ્તક આપીશ.

રાહુલે પુસ્તકનું તે પાનું ખોલીને બતાવ્યું, જેમાં લખ્યું છે કે વડાપ્રધાને આર્મી ચીફને કહ્યું હતું- જે યોગ્ય લાગે તે કરો! રાહુલે કહ્યું કે સરકાર અને રક્ષા મંત્રી કહી રહ્યા છે કે પુસ્તકનું અસ્તિત્વ નથી. જુઓ, આ રહ્યું પુસ્તક.

રાહુલે કહ્યું કે મને નથી લાગતું કે વડાપ્રધાન આજે લોકસભામાં આવવાની હિંમત કરશે. જો વડાપ્રધાન આવે છે તો હું પોતે જઈને તેમને આ પુસ્તક સોંપીશ, જેથી તેઓ તેને વાંચી શકે અને દેશને તેના વિશે જાણ થઈ શકે.

લોકસભામાં બજેટ સત્ર દરમિયાન બુધવારે રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે દલીલ થઈ. રાહુલે ભાજપ નેતા બિટ્ટુને ગદ્દાર મિત્ર કહ્યા. મકર દ્વાર પાસે કોંગ્રેસના કેટલાક સાંસદો પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ રવનીત સિંહ બિટ્ટુને પાસેથી પસાર થતા જોઈને કહ્યું કે અહીં એક ગદ્દાર ચાલી રહ્યો છે, જુઓ તેનો ચહેરો.

રાહુલ ગાંધીએ હાથ મિલાવવાની ઓફર કરતા કહ્યું કે હેલો ભાઈ, મારા ગદ્દાર મિત્ર. ચિંતા ન કરો, તમે પાછા (કોંગ્રેસમાં) આવી જશો. કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ હાથ ન મિલાવ્યો. તેમણે જવાબમાં કહ્યું કે "દેશના દુશ્મનો" સાથે મારે કોઈ લેવાદેવા નથી. સંપૂર્ણ સમાચાર વાંચો…

જાહેર હિસાબ સમિતિ 2025-26નો રિપોર્ટ રજૂ થશે

બુધવારના કાર્યસૂચિ મુજબ, સાંસદ જય પ્રકાશ અને બાલાશૌરી વલ્લભનેની 2025-26 માટે જાહેર હિસાબ સમિતિનો અહેવાલ રજૂ કરશે. આમાં રેલવે, OCI કાર્ડ ફી, વિદેશમાં સાંસ્કૃતિક કેન્દ્રો અને પાક વીમા યોજના સંબંધિત બાબતોના અહેવાલોનો સમાવેશ થાય છે.

રેલ્વેમાં ટ્રેનો સમયસર ચાલી રહી છે કે કેમ: ભારતીય રેલવેમાં ટ્રેનોની સમયસરતા અને મુસાફરીના સમયની તપાસ અંગેનો 36મો અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવશે.

OCI કાર્ડ ફીમાં ગડબડી: ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ માટે ફી નક્કી કરતી વખતે લાગુ કરાયેલા ખોટા વિનિમય દરોને કારણે સરકારને ઘટાડો થયો. આ બાબતે રિપોર્ટ દાખલ કરવામાં આવશે.

વિદેશમાં સાંસ્કૃતિક કેન્દ્રોમાં અનિયમિતતાઓ: વોશિંગ્ટન અને પેરિસમાં ભારતીય મિશન દ્વારા ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રોની સ્થાપનામાં અનિયમિતતાઓ અંગેનો 37મો અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવશે.

પાક વીમા યોજના પર સરકારની કાર્યવાહી: પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના પ્રદર્શન ઓડિટ પર PACની અગાઉની ભલામણો પર સરકારે લીધેલા પગલાં અંગેનો 38મો અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવશે.

લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી પર મિનિટ-ટુ-મિનિટ અપડેટ્સ માટે, નીચે આપેલા બ્લોગ પર જાઓ...

.

અપડેટ્સ

10:32 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
ખડગેએ કહ્યું, "દેશમાં બુલડોઝર રાજકારણ ચાલી રહ્યું છે."

દેશ એક ખતરનાક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ભારત તેની વિવિધતા અને વિચારસરણી માટે જાણીતું છે. ઉત્તરાખંડમાં, સદ્ભાવનાની હત્યા કરવામાં આવી છે. જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય છે ત્યારે કેવી રીતે આપણને સુરક્ષા મળશે? તમારામાં કોઈ સહનશીલતા નથી. તમે ફક્ત મત માટે લડો છો. ભાજપના એક મુખ્યમંત્રી મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને નિવેદનો આપી રહ્યા છે. આ મુખ્યમંત્રી હંમેશા મુસ્લિમો વિરુદ્ધ બોલે છે.

દેશમાં સિલેક્ટિવ ટાર્ગેટિંગ અને બુલડોઝર પોલિટિક્સનો ઉપયોગ થઈ રહ્યો છે. નડ્ડાજી, તમારે મોદીને ટેકો આપવાની મજબુરી છે. કેરળમાં ચૂંટણી નજીક આવે ત્યારે મોદી ચર્ચમાં જાય છે, પરંતુ તેમની સામે થયેલા અત્યાચારો પર મૌન રહે છે. ભાજપના સભ્યો ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓક્યા વિના ખાવાનું પચાવી શકતા નથી. તમારી પાસે સત્તા છે, તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો; દેશની છબીને નુકસાન થઈ રહ્યું છે.

ગરીબો અને નબળા લોકોના દુઃખને વ્યક્તિગત રીતે જોનારા રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં તેનો ઉલ્લેખ કર્યો ન હતો. વડાપ્રધાન સંસદમાં પ્રશ્નોથી બચે છે. 16મી અને 17મી લોકસભામાં 8123 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પરંતુ ફક્ત 13ના જ જવાબ આપવામાં આવ્યા હતા. બાકીનું બધું ફગાવી દેવામાં આવ્યું. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના રાજ્યત્વ અંગેના મારા પ્રશ્નોને કાલ્પનિક ગણાવીને ફગાવી દેવામાં આવ્યા. અગ્નિવીર યોજના પરના મારા પ્રશ્નો ફગાવી દેવામાં આવ્યા. મણિપુર વિશેના મારા પ્રશ્નોને ફગાવી દેવામાં આવ્યા છે. આ લોકશાહીને તોડી પાડવાની એક નવી રીત છે. આ સરકાર દેશ પર નવા કાયદા લાદવા માંગે છે. વિપક્ષની માંગણીઓ છતાં, તેમની ચર્ચા કરવામાં આવતી નથી. તેમને તપાસ માટે સમિતિને પણ મોકલવામાં આવતા નથી.

સરકાર "સૌનો સાથ સૌનો વિકાસ"ની વાતો કરે છે, પરંતુ આ ફક્ત બોલવા પુરતું છે. બિન-એનડીએ રાજ્યોમાં, રાજભવન આરએસએસ અને ભાજપ કાર્યાલય બની ગયા છે. કર્ણાટક, તમિલનાડુ અને કેરળના રાજ્યપાલોએ ભાષણો વાંચવાનો ઇનકાર કર્યો છે. શ્રીમાન સ્પીકર, શું તમે ક્યારેય ઇનકાર કર્યો છે?

ભારતમાં, 1% વસ્તી 40% સંપત્તિ ધરાવે છે, જ્યારે 50% વસ્તી ફક્ત 15% સંપત્તિ ધરાવે છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી મોદી હતા ત્યારે તેમણે રૂપિયાના ઘટાડાને મનમોહન સિંહની ઉંમર સાથે જોડ્યો હતો. આજે, રૂપિયો મોદીની ઉંમરને પાર થઈ ગયો છે. વિરોધ પક્ષમાં હોવા છતાં, તેઓએ રાષ્ટ્રના સન્માન માટે કોઈ ચિંતા દર્શાવી નહીં. સરકાર યુવાનોના દુઃખ પ્રત્યે ઉદાસીન છે. આજે પણ 9.7 લાખ સરકારી પદો ખાલી છે.

નોટબંધી, લોકડાઉન, બુલેટ ટ્રેન, કાળું નાણું - આ બધા યુક્તિઓ ક્યાં ગઈ? લોકો તેમને ભૂલી જવા માંગે છે, પણ તેઓ ભૂલી શકતા નથી. તેઓ ખૂબ જૂઠું બોલે છે. તમે આપણા યુવાનોને ઇઝરાયલ જેવા એક્ટિવ વોર ઝોનમાં મોકલી રહ્યા છો. હે ગુરુ, લોકોને નોકરી આપો.

મનરેગા કાયદો નાબૂદ ન કરો. નવો કાયદો ખેડૂતો, મજૂરો અને મહિલાઓની વિરુદ્ધ છે. ગાંધીજીના નામે, ઓછામાં ઓછું રાઈટ ટુ વર્ક તો પુનઃસ્થાપિત કરો. હાલના મહિનાઓમાં, સરકારે લેબર કોડને જોરશોરથી પ્રચાર કર્યો છે.

સંસદ સત્ર દરમિયાન અમેરિકા સાથે ટ્રેડ ડીલ થઈ, અને ટ્રમ્પ તરફથી માહિતી મળી હતી. આનાથી ખેડૂતોનો વિનાશ થશે. તમે અમારા ખેડૂતોને ખતમ કર્યા છે. આયાત પર શૂન્ય ટેરિફ અને નિકાસ પર 18 ટકા ટેરિફ. ભારતના ખેડૂતોને જેટલા મારી શકો છે એટલા મારો, પણ જીવતા તો રહેવા દો. ભારતના ખેડૂતોને જેટલા મારી શકો છે એટલા મારો, પણ એમને જીવતા તો રહેવા દો. સામાન્ય ખેડૂતો અમેરિકાન ઉત્પાદનોનો સામનો કેવી રીતે કરી શકશે. ખેડૂતોના કાળા કાયદા પાછા ખેચ્યા પણ ટ્રમ્પ સાથે દોસ્તી કરી લીધી. હવે ફરીથી ખેડૂત આંદોલન થશે. ખેડૂતો રસ્તા પર ઉતરશે. તમારે આ પણ પાછું ખેંચવું પડશે. આ ખેડૂત વિરોધી ડીલ છે. પીએમ બળજબરીથી ભેટી રહ્યા છે. બીજા દેશ માટે પ્રચાર કરીને તમને શું મળશે? અમેરિકા વારંવાર ભારતનું અપમાન કરે છે. તેઓ દાવો કરે છે કે ટ્રેડની ધમકીઓ દ્વારા યુદ્ધ બંધ થયું હતું. તેઓ કહી રહ્યા છે કે ભારત વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે. તમે કંઈ કેમ નથી કહેતા? આપણે ટ્રમ્પના નિયંત્રણમાં છીએ. '71 પછી પહેલી વાર, બાંગ્લાદેશ, ચીન અને પાકિસ્તાન નજીક આવ્યા છે. અને પછી તેઓ દાવો કરે છે કે તેમની પાસે 56 ઇંચની છાતી છે.

71 પછી પહેલી વાર, બાંગ્લાદેશ, ચીન અને પાકિસ્તાન નજીક આવ્યા છે. અને પછી તેઓકહે છે કે 56 ઇંચની છાતી છે. જો તમે નહીં બોલો, તો અમને નુકશાન થશે. જે લોકો એક સમયે ચીનને લાલ આંખ બતાવવાની વાત કરતા હતા તેઓ હવે ટ્રેડ કાર્પેટ પાથરીને બેઠા છે. આ શરણાગતિ છે, અને દેશ તેની કિંમત ચૂકવી રહ્યો છે. પહેલગામ હુમલા પછી ચીન પાકિસ્તાનને મદદ કરી રહ્યું હતું. આ વિદેશ નીતિની નિષ્ફળતા છે. આ સરકારના કાર્યકાળ દરમિયાન, 2,300 આતંકવાદી હુમલા થયા, જેમાં 1,000થી વધુ લોકો માર્યા ગયા. તમે બધાને નિરાશ કર્યા છે. વાતોથી કાંઈ થતું નથી; કાર્ય જરૂરી છે. તમે ઊંઘી રહ્યા છો. જે વ્યક્તિ ઊંઘનો ડોળ કરે છે તેને જગાડવો મુશ્કેલ છે. મોદી લોકોને ગેરમાર્ગે દોરે છે. તમારો નફરત તમને કહે છે કે તમને પ્રેમની જરૂર છે. જીતે તમને આંધળા કરી દીધા છે, તમારે એ હારની જરૂર છે.

10:18 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
રાજ્યસભામાં ખડગેના ભાષણની મોટી વાતો...

ખડગેએ કહ્યું- હું તમને એ બતાવવા માગુ છું કે દેશની જનતાના ભલા માટે કેટલો સમય આપવામાં આવ્યો અને કેટલો સમય દેશની બહાર વિતાવવામાં આવ્યો. છેલ્લા 11 વર્ષોમાં મોદી સરકારે સામાજિક ન્યાયને નબળો પાડ્યો છે.

મહિલાઓને ભાજપ માત્ર વોટબેંક તરીકે જુએ છે. જો વડાપ્રધાન મોદી ખરેખર મહિલાઓને આગળ લાવવા માગતા હોત, તો અત્યાર સુધીમાં મહિલા અનામત લાગુ કરી દીધી હોત. 100 વર્ષ પહેલા મહિલાઓને મત આપવાનો અધિકાર નહોતો અને ભારતમાં પણ લગભગ 77-78 વર્ષ પહેલા સુધી મહિલાઓને આ અધિકાર મળ્યો નહોતો, પરંતુ તે સમયગાળામાં કોંગ્રેસે સરોજિની નાયડુને પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા હતા. આનાથી વિપરીત, આજ સુધી ન તો ભાજપ કે ન તો આરએસએસએ કોઈ મહિલાને અધ્યક્ષ બનાવ્યા છે.

કોંગ્રેસ સરકારે પોતાના કાર્યકાળમાં એસસી-એસટી સમુદાય માટે ઘણી મહત્વપૂર્ણ યોજનાઓ અને કાર્યો કર્યા હતા, પરંતુ મોદી સરકારે તે યોજનાઓ ખતમ કરી દીધી. વર્તમાન સરકાર તેમના માટે કંઈ ખાસ કરી રહી નથી, જેના કારણે આ વર્ગોની સમસ્યાઓ વધુ વધી રહી છે.

પ્રધાનમંત્રી અભ્યુદય જેવી યોજનાઓના નામ ભલે આકર્ષક રાખવામાં આવ્યા હોય, પરંતુ કામની હાલત ખરાબ છે. આ યોજનાઓમાં 41.59 ટકા સુધીનું અન્ડર-યુટિલાઇઝેશન (ઓછો વપરાશ) છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે યોજનાઓ જમીન પર યોગ્ય રીતે લાગુ થઈ રહી નથી. ફક્ત બોલવાથી કામ ચાલતું નથી. કામ કરવું પડે છે, જે આ સરકારમાં દેખાતું નથી.

આવી જ રીતે ઘણી સ્કીમ્સમાં અન્ડર યુટિલાઇઝેશન છે. એસસી-એસટી અને મહિલાઓ પરના ગુના વધી રહ્યા છે. તમે આંકડા છુપાવો છો. સૌ જાણે છે કે દરેક ગુનો નોંધાતો નથી. જાતિગત હિંસા કરનારાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે.

આઝાદી પછી અમારી સામે બે લક્ષ્યો હતા - સમાન ન્યાય વ્યવસ્થા ઉભી કરવી અને લોકશાહી સ્થાપિત કરવી. તમે બંને પર બુલડોઝર ચલાવ્યું. તમારી બંધારણને ખતમ કરવાની યોજના છે. મનરેગા, આરટીઈ (RTE), આરટીઆઈ (RTI) જેવા કાયદાઓને ખતમ કરી રહ્યા છો. આ બધું કોંગ્રેસે બનાવ્યું હતું. જે અમે બનાવ્યું તેને તમે બગાડ્યું. અમે રેલવેના પાટા બિછાવ્યા તો તમે વંદે ભારત ચલાવીને ગીતો ગાવા લાગ્યા. બુલેટ ટ્રેન ક્યાં ગઈ?

મણિપુર સળગ્યું અને સરકાર મૌન રહી. સામાજિક સદભાવનાની વાત મણિપુર વિના અધૂરી છે. મણિપુરને મિલિટ્રી એરિયા બનાવી દીધું. પોતાના નેતાના એટલા પણ વખાણ ન કરો કે જો ઉપરથી નીચે પડે તો હાડકાં પણ ન મળે. મોદી સરકારને મણિપુર પહોંચવામાં 2 વર્ષ લાગી ગયા. વાસ્કો દ ગામાએ 11 મહિનામાં નવી દુનિયા શોધી કાઢી હતી. ભારતની આત્મા પર હુમલો થઈ રહ્યો છે.

દેશ ખતરનાક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ભારતની ઓળખ વિવિધતા (ડાયવર્સિટી) અને વિચારોની પ્રેક્ટિસ રહી છે. ઉત્તરાખંડમાં સદભાવનાની હત્યા કરવામાં આવી છે. જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય તો સુરક્ષા કેવી રીતે મળશે? તમારામાં સહિષ્ણુતા નથી. તમે માત્ર વોટ માટે લડો છો. ભાજપના એક સીએમ મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને નિવેદન આપી રહ્યા છે. આ સીએમ હંમેશા મુસલમાનો વિરુદ્ધ વાત કરે છે.

દેશમાં સિલેક્ટિવ ટાર્ગેટિંગ અને બુલડોઝર પોલિટિક્સનો ઉપયોગ થઈ રહ્યો છે. નડ્ડા જી, તમારી મજબૂરી છે કે તમે મોદીનું સમર્થન કરી રહ્યા છો. મોદી કેરળમાં ચૂંટણી આવે ત્યારે ચર્ચમાં જાય છે પરંતુ તેમના પર થતા અત્યાચારો પર ખામોશ રહે છે. ખ્રિસ્તીઓ અને મુસલમાનો વિરુદ્ધ ઝેર ઓક્યા વિના ભાજપના લોકોનું જમવાનું પચતું નથી. તમને સત્તા મળી છે તેનો યોગ્ય ઉપયોગ કરો, દેશની છબીને નુકસાન પહોંચી રહ્યું છે.

અમને એ વાતની તકલીફ છે કે રાષ્ટ્રપતિ કે જેમણે ગરીબ અને નબળા વર્ગની પીડા પોતે જોઈ છે, તેમના ભાષણમાં તેનો ઉલ્લેખ નહોતો.

10:16 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
ખડગે બોલ્યા- ભાજપ સરકારે દેશની હાલત ખરાબ કરી દીધી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું- ભાજપ સરકારે દેશની હાલત બહુ ખરાબ કરી દીધી છે. જોવું પડશે કે આવનારા દિવસોમાં શું થાય છે. આ સરકારે 6062 શબ્દોનું ભાષણ તૈયાર કરાવ્યું છે, પરંતુ ઘણા મહત્વના સવાલો પર અભિભાષણ મૌન છે.

હું ગૃહમાં પાંચ મહત્વના મુદ્દા રજૂ કરવા માગુ છું, જેમના પર વાત કરવામાં આવી નથી.

સામાજિક ન્યાય, સામાજિક સદભાવ, સંસદીય લોકશાહી પર હુમલો, અર્થતંત્ર, ખેડૂતો-મજૂરોની મુશ્કેલીઓ અને વિદેશ નીતિની ખામીઓ.

10:13 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
મકર દ્વાર પર સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું વિરોધ પ્રદર્શન
સંસદના મકર દ્વાર પર વિપક્ષી સાંસદોએ પીએમ મોદી સામે વિરોધ પ્રદર્શન કર્યું.
સંસદના મકર દ્વાર પર વિપક્ષી સાંસદોએ પીએમ મોદી સામે વિરોધ પ્રદર્શન કર્યું.

લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષના 8 સાંસદોએ પોસ્ટર લઈને વિરોધ દર્શાવ્યો. પોસ્ટર પર લખ્યું હતું- PM ઈઝ કોમ્પ્રોમાઈઝ્ડ (વડાપ્રધાને સમજૂતી કરી છે). પોસ્ટર પર પૂર્વ આર્મી ચીફ નરવણે, પીએમ નરેન્દ્ર મોદી અને જેફ્રી એપ્સટીનની તસવીર હતી.

આ સાંસદોને ચેર તરફ કાગળો ઉછાળવાની ફરિયાદ પર સમગ્ર બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ અમેરિકા-ભારત ટ્રેડ ડીલ પર વિપક્ષે હંગામો કર્યો હતો.

07:48 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
અખિલેશ યાદવે કહ્યું- આ ડીલ નહીં, સરેન્ડર છે

અમેરિકા-ભારત ટ્રેડ ડીલ અંગે, સપા સાંસદ અખિલેશ યાદવે કહ્યું, "આ કોઈ ડીલ નથી, પરંતુ સરેન્ડર છે. સરકારે આખું ભારતીય બજાર અમેરિકાને સોંપી દીધું છે." આવા કરારથી દેશના હિતોને અસર થશે અને સરકારે તેનો જવાબ આપવો જોઈએ.

07:47 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
ગોયલે કહ્યું- આ ડીલ 'વિકસિત ભારત 2047'ની દિશામાં એક પગલું છે

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કહ્યું - આ ઐતિહાસિક અને માળખાકીય કરાર ભારત-અમેરિકા સંબંધોને મજબૂત બનાવવા અને 'વિકસિત ભારત 2047'ની દિશામાં એક મોટું પગલું છે.

ગોયલે કહ્યું કે આ કરાર વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચે મજબૂત ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ભાગીદારો છે અને સહિયારી સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. આ કરાર બંને દેશો વચ્ચેના સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મદદ કરશે.

07:32 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
રાહુલે કેન્દ્રીય મંત્રી બિટ્ટુને ગદ્દાર કહ્યા, બિટ્ટુએ કહ્યું - રાહુલ દેશના દુશ્મન

બુધવારે, લોકસભામાં બજેટ સત્ર દરમિયાન, રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે ઉગ્ર દલીલ થઈ. રાહુલ ગાંધીએ ભાજપના નેતા બિટ્ટુને "ગદ્દાર દોસ્ત" કહ્યા હતા.

મકર દ્વાર પાસે કેટલાક કોંગ્રેસના સાંસદો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન, રાહુલ ગાંધીએ રવનીત સિંહ બિટ્ટુને ત્યાંથી પસાર થતા જોઈને કહ્યું- અહીં એક ગદ્દાર જઈ રહ્યા છે. જુઓ તેનો ચહેરો.

રાહુલ ગાંધીએ હાથ મિલાવવાની ઓફર કરી અને કહ્યું- હેલો ભાઈ, મારા ગદ્દાર દોસ્ત. ચિંતા ના કરો, તમે (કોંગ્રેસમાં) પાછા આવીશો.

કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ હાથ મિલાવવાનો ઇનકાર કર્યો. તેમણે જવાબ આપ્યો કે તેમને "દેશના દુશ્મનો" સાથે કોઈ લેવાદેવા નથી.

07:28 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
બિરલાએ કહ્યું- આ રીતે હોબાળો કરવો યોગ્ય નથી

ગોયલના ભાષણ દરમિયાન, વિપક્ષી સાંસદોએ રાહુલ ગાંધી (એલઓપી)ને બોલવા દેવાની માંગણી કરીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો. આ દરમિયાન વિપક્ષના સાંસદો વેલમાં ધસી ગયા.

સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, "બાલુજી, તમે સીનિયર નેતા છો, શું તમને આ શોભે છે?" વિપક્ષી સાંસદો પોસ્ટરો લઈને પહોંચ્યા હતા.

સ્પીકરે કહ્યું, "વિપક્ષી સાંસદો મર્યાદા તોડી રહ્યા છે. વિરોધ દલીલો પર આધારિત હોય છે. મતભેદ મુદ્દાઓ પર આધારિત હોય છે. આ રીતે હોબાળો કરવો યોગ્ય નથી."

07:04 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
ગોયલે કહ્યું- 140 કરોડ ભારતીયોની સલામતી એ સરકારની સૌથી મોટી પ્રાથમિકતા

ગોયલે કહ્યું, "આ ડીલ ઐતિહાસિક છે. યુએસ બજારમાં ભારતની નિકાસ વધશે. સંવેદનશીલતાઓને ધ્યાનમાં લેવામાં આવી છે. અમે કૃષિ ક્ષેત્રનું રક્ષણ કરવામાં સફળ રહ્યા છીએ." હું સ્પષ્ટ કરવા માંગુ છું કે 140 કરોડ ભારતીયોની જરૂરિયાતોનું રક્ષણ કરવું એ સરકારની પ્રાથમિકતા છે.

06:58 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત

લોકસભાની કાર્યવાહી ફરી ખોરવાઈ ગઈ. વિપક્ષના હોબાળાથી ગુસ્સે ભરાયેલા સ્પીકરે તેમને શિષ્ટાચાર અને પરંપરાઓનું પાલન કરવાની સૂચના આપી. ત્યારબાદ તેમણે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી.

06:58 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
વિરોધ કરવાની આ રીત યોગ્ય નથી, સ્પીકરે વિપક્ષ પર પ્રહાર કર્યા

પીયૂષ ગોયલના નિવેદન બાદ થયેલા હોબાળા બાદ સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, વિરોધ કરવાની એક પદ્ધતિ છે. તેઓ તમને બોલવા દેશે કે નહીં બોલવા દે તે નિયમ પ્રક્રિયાથી ચાલે છે. મંત્રી બોલી રહ્યા છે અને તમે ત્યાં ઉભા થઈ જાઓ છો. પહેલા પણ વિરોધ પ્રદર્શન થયા છે, પરંતુ કોઈએ ક્યારેય મર્યાદા તોડી નથી.

06:53 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
આ ડીલ ભારતના હિતમાં છે- પીયૂષ ગોયલ

ગોયલે જણાવ્યું હતું કે આ ડીલ ભારતના એક્સપોર્ટના હિતમાં છે. તેનો લાભ મળશે. આ ડીલમાં ખાદ્ય અને કૃષિ ક્ષેત્રોમાં ભારતની સંવેદનશીલતાને સંપૂર્ણપણે ધ્યાનમાં લેવામાં આવી છે. આ ભાગીદારી MSME, ઉદ્યોગો અને નાના અને મોટા વ્યવસાયોના હિતમાં છે. ગોયલ બોલી રહ્યા હતા ત્યારે પણ વિપક્ષે લોકસભામાં હોબાળો ચાલુ રાખ્યો.

06:50 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
પીયૂષ ગોયલે કહ્યું- ભારત પર અન્ય ઘણા દેશો કરતા ઓછા ટેરિફ

ફેબ્રુઆરી 2025માં પીએમ મોદીની અમેરિકા મુલાકાત પછી, બંને દેશો ડીલ પૂર્ણ કરવા માટે સતત ચર્ચા કરતા રહ્યા. બંને પક્ષોના વાટાઘાટકારોએ વિવિધ સ્તરે ચર્ચા કરી.

ભારત તેના કૃષિ અને ડેરી ક્ષેત્રોના હિતોનું રક્ષણ કરવામાં સફળ રહ્યું છે, જે બંને દેશોના હિતમાં અને તેના પોતાના અર્થતંત્રમાં પણ છે. યુનાઇટેડ સ્ટેટ્સે ભારત પર અન્ય ઘણા દેશો કરતા ઓછા ટેરિફ લાદ્યા છે.

06:38 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
રાહુલ ગાંધી અને રવનીત સિંહ બિટ્ટુ આમને-સામને

આ દરમિયાન કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ આવી પહોંચ્યા. રાહુલ ગાંધીએ તેમને "માય ટ્રેટર ફ્રેન્ડ" કહીને બોલાવ્યા. બંને નેતાઓ વચ્ચે દલીલ થઈ. રાહુલ ગાંધીએ બિટ્ટુને કહ્યું, "એક દિવસ તમે પાછો આવીશ." આ ઘટના દરમિયાન રાહુલ ગાંધીએ હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો, પરંતુ રવનીત સિંહ બિટ્ટુએ ના પાડી. આ સમગ્ર ઘટનાએ સંસદ સંકુલમાં રાજકીય ઉથલપાથલને વધુ તીવ્ર બનાવી દીધી.

06:30 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
રાહુલે કહ્યું- મને નથી લાગતું કે પીએમ આજે સંસદમાં આવશે

રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ પોતાની જવાબદારી નિભાવી નથી. સરકારે મને ગૃહમાં બોલવા દીધો નહીં. મને નથી લાગતું કે પીએમ આજે સંસદમાં આવશે. રક્ષામંત્રીએ આર્મી ચીફને કોઈ જવાબ આપ્યો નહીં.

06:29 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
સંસદમાં AAP સાંસદોનો વિરોધ

AAP સાંસદોએ ભારત-અમેરિકા ટ્રેડ ડીલનો વિરોધ કર્યો, ભારતમાં આવતા યુએસ કૃષિ ઉત્પાદનો પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને શૂન્ય કરવા સામે વાંધો ઉઠાવ્યો.

06:26 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
બીજેપી સાંસદ રવનીત બિટ્ટુની રાહુલ ગાંધી સાથે દલીલ
06:24 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
કોંગ્રેસ નેતા ઉજ્જવલે કહ્યું - સંસદમાં બોલવું એ દરેક સાંસદનો અધિકાર છે

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બોલવા ન દેવા અંગે લખાયેલા પત્ર પર કોંગ્રેસના સાંસદ ઉજ્જવલ રમણ સિંહે કહ્યું - આ વિપક્ષના નેતા સહિત દરેક સાંસદનો અધિકાર છે.

05:49 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
અખિલેશ યાદવે કહ્યું-અમેરિકા સાથેનો કરાર "ડીલ" નહીં પણ "ઢીલ"

સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે અમેરિકા-ભારત ડીલને "ઢીલ" ગણાવી છે. તેમણે કહ્યું કે સરકારે આખું ભારતીય બજાર અમેરિકાને સોંપી દીધું છે. જો અમેરિકાથી ડેરી ઉત્પાદનોની આયાત કરવામાં આવે, તો આપણે વિચારવું જોઈએ કે સનાતનીઓ અને આપણા દેશના લોકોના ઉપવાસ કેવી રીતે "સનાતનિ" રહેશે. આ ચિંતાનો વિષય છે.

તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ હંમેશા ચર્ચા ટાળવાનો પ્રયાસ કરે છે. જ્યારે વિપક્ષના નેતા અને અન્ય પક્ષો ચીન મુદ્દા પર ચર્ચા અને માહિતી માંગે છે, ત્યારે ભાજપ પીછેહઠ કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર સંસદમાં ખુલીને ચર્ચા થવી જોઈએ. ચીન સાથેના આપણા સંબંધો ક્યારેક ઉતાર-ચઢાવના રહ્યા છે. આપણે જમીન ગુમાવી દીધી છે. દેશને આ અંગે સશસ્ત્ર દળોના મંતવ્યો જાણવાનો હક છે. ભારત ફક્ત ચીનની હાથે પોતાની જમાન જ ગુમાવી રહ્યું નથી, પરંતુ હવે તે તેનું બજાર પણ ગુમાવી રહ્યું છે. તો આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ?

05:31 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
પ્રિયંકાએ કહ્યું-PMએ સંજય બારુને પણ ટાંક્યા છે

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા ભારત-ચીન હિલચાલ પરના ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેના પુસ્તકના સંદર્ભનો જવાબ આપ્યો: રાહુલ એક પ્રકાશિત સ્ત્રોતમાંથી ટાંકે છે. જ્યારે તેઓ ભાષણ આપે છે, ત્યારે તેઓ ઘણીવાર પુસ્તકોમાંથી ટાંકે છે. પ્રધાનમંત્રીએ સંજય બારુને પણ ટાંક્યા છે. ક્યારેક કોઈ મેગેઝિનના લેખમાંથી, ક્યારેક કોઈ પુસ્તકમાંથી, ક્યારેક કોઈ અહેવાલમાંથી.

05:24 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
બજેટ સત્રમાં આ બિલો પર ચર્ચા શક્ય

બજેટ સત્ર 65 દિવસમાં 30 બેઠકો સુધી ચાલશે. તે 2 એપ્રિલે સમાપ્ત થશે. 28 જાન્યુઆરીથી શરૂ થયેલો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. ત્યારબાદ બીજો તબક્કો 9 માર્ચે શરૂ થશે.

લોકસભામાં 9 બિલ પેન્ડિંગ છે, જેમાં વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન વિધેયક 2025, પ્રતિભૂતિ બજાર સંહિતા 2025 અને સંવિધાન (129મો સુધારો) બિલ 2024 સામેલ છે. આ બિલોની હાલમાં સંસદીય સ્થાયી અથવા પ્રવર સમિતિઓ તપાસ કરી રહી છે.

05:23 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
બજેટ સત્રની પાછલા 5 દિવસની કાર્યવાહી વાંચો…

3 ફેબ્રુઆરી : રાહુલ ગાંધીએ કહ્યું- હું વિપક્ષનો નેતા છું, મને બોલવા દેવામાં આવતો નથી

લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું, 'ગઈકાલે મેં આ આર્ટિકલ પર મારું ભાષણ શરૂ કર્યું હતું. સ્પીકર સરે કહ્યું હતું કે તેને ઓથેન્ટિકેટ કરો. હું આજે તેને ઓથેન્ટિકેટ કરી રહ્યો છું. રાહુલે જેવું કહ્યું - મેં ગઈકાલે કહ્યું હતું કે રાષ્ટ્રપતિના ભાષણમાં રાષ્ટ્રીય સુરક્ષાનો મહત્વપૂર્ણ મુદ્દો છે. તેવું જ હોબાળો થવા લાગ્યો. રાહુલે કહ્યું - મને બોલવાની મંજુરી આપવામાં આવી રહી નથી. હું વિપક્ષનો નેતા છું.

05:22 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
2 ફેબ્રુઆરી: રાહુલ બોલ્યા- ચીની ટેન્ક લદ્દાખ બોર્ડર પહોંચ્યા, શાહ-રાજનાથે ટોક્યા, સ્પીકરે માઈક બંધ કરાવ્યું

લોકસભામાં સોમવારે રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ભારે હોબાલો થયો. રાહુલે પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેની અનપબ્લિશ્ડ બુકનો હવાલો આપતા કહ્યું- 4 ચીની ટેન્ક લદ્દાખ બોર્ડર પાસે પહોંચી ગયા હતા. રાહુલના આવું કહેતા જ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પછી ગૃહ મંત્રી શાહે તેમને ટોક્યા. ત્યારબાદ સ્પીકરે નિયમોનો હવાલો આપતા તેમને રોક્યા.

05:22 AM4 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
28 જાન્યુઆરી : રાષ્ટ્રપતિએ 45 મિનિટનું ભાષણ આપ્યું, કહ્યું- ઓપરેશન સિંદૂર, VB- જી રામ જી કાયદાના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો

સંસદનું બજેટ સત્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે શરૂ થયું. રાષ્ટ્રપતિએ પોતાની 45 મિનિટની સ્પીચમાં ઓપરેશન સિંદૂર, VB- જી રામ જી કાયદો, દુનિયામાં ભારતની ભૂમિકા જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું કે દેશમાં હાલમાં 150 વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે. ભારત પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. યુરોપિયન યુનિયન સાથેના મુક્ત કરારથી સેવા અને ઉત્પાદન ક્ષેત્રોને પ્રોત્સાહન મળશે. યુવાનોને રોજગારીની તકો પણ મળશે.

    Local News

    Today Weather Update

    Our Group Site Links