Mon, Nov 16, 2026Updated 02:41 PM IST
Google Preferred Source CTA

રાજ્યસભામાં PM બોલ્યા- કોંગ્રેસના સમયમાં ડીલ એટલે બોફોર્સ કૌભાંડ:આ મોહબ્બતની દુકાન મોદીની કબર ખોદવાની વાત કરે છે, વિપક્ષનું વોકઆઉટ

નવી દિલ્હી9 મહિનો પેહલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. સંબોધન દરમિયાન વિપક્ષે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. વિપક્ષી નેતાઓએ માગ કરી હતી કે 'રાહુલ ગાંધીને બોલવા દેવામાં આવે'. આ બાબતે વડાપ્રધાને કટાક્ષ કરતા કહ્યું કે, ખડગેજીની ઉંમરને જોતા તેમને બેસીને સૂત્રોચ્ચાર કરવાની પરવાનગી આપવામાં આવે. ત્યારબાદ વિપક્ષે વોકઆઉટ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં 1 કલાક અને 27 મિનિટ ભાષણ આપ્યું. PM મોદીએ કહ્યું, આ કયા પ્રકારની મોહબ્બતની દુકાન છે, જે મોદીની કબર ખોદવાની વાતો કરે છે. શું આ જાહેર જીવનની મર્યાદાનું અપમાન નથી.

PMએ વધુમાં ઉમેર્યું કે, "TMC, કોંગ્રેસ, લેફ્ટ અને DMK દાયકાઓ સુધી કેન્દ્રમાં સત્તાનો હિસ્સો રહ્યા છે. પરંતુ તેમની ઓળખ શું બની? તેમના સમયમાં 'ડીલ'ના નામે માત્ર બોફોર્સ યાદ આવે છે, જ્યારે આજે ડીલની ચર્ચા ગૌરવ સાથે કરવામાં આવે છે."

બુધવારે સાંજે 5 વાગ્યે લોકસભામાં પણ વડાપ્રધાનનું સંબોધન થવાનું હતું, પરંતુ વિપક્ષના ભારે હોબાળાને કારણે સ્પીકર ઓમ બિરલાએ ભાષણ ટાળી દીધું હતું. સ્પીકરે અત્યંત ગંભીર નોંધ લેતા કહ્યું કે, સદનમાં વડાપ્રધાન સાથે કોઈ અણધારી ઘટના ઘટી શકી હોત.

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરનો આભાર પ્રસ્તાવ વિપક્ષના ભારે હોબાળા વચ્ચે પસાર થઈ ગયો છે. વર્ષ 2004 પછી આ પ્રથમ એવી ઘટના છે જ્યારે વડાપ્રધાનના જવાબ વગર જ આભાર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હોય.

બુધવારે લોકસભામાં વિપક્ષે PMની ખુરશીનો ઘેરાવ કર્યો, સ્પીચ ટળી…

રિપોર્ટ્સ મુજબ, PMની ખુરશીનો ઘેરાવ કરનારાઓમાં વિપક્ષી સાંસદ વર્ષા ગાયકવાડ અને જ્યોતિમણિ પણ સામેલ હતા.
રિપોર્ટ્સ મુજબ, PMની ખુરશીનો ઘેરાવ કરનારાઓમાં વિપક્ષી સાંસદ વર્ષા ગાયકવાડ અને જ્યોતિમણિ પણ સામેલ હતા.

લોકસભામાં બુધવારે સાંજે 5 વાગ્યે જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે વિપક્ષની મહિલા સાંસદોએ સત્તાધારી નેતાઓની ખુરશીઓ ઘેરી લીધી હતી. જેમાં PM મોદીની ખુરશી પણ સામેલ હતી. મહિલા સાંસદોના હાથમાં મોટા બેનરો હતા, જેના પર લખ્યું હતું- 'જે સાચું છે, તે કરો'.

PM નરેન્દ્ર મોદી આભાર પ્રસ્તાવ પર જવાબ આપવાના હતા, પરંતુ વિપક્ષની મહિલા સાંસદોના હોબાળાને કારણે લોકસભા સ્થગિત કરી દેવામાં આવી હતી. જેના કારણે PMનું સંબોધન પણ ટળી ગયું હતું.

સંસદના બંને ગૃહો સાથે જોડાયેલા અપડેટ્સ માટે આ બ્લોગ વાંચો…

.

અપડેટ્સ

01:31 PM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
PM બોલ્યા- BSNLને લઈને ટુચકાઓ ચાલતા હતા, અમે સ્વદેશી 4G ઊભું કર્યું

વડાપ્રધાને જણાવ્યું કે, "એક સમય હતો જ્યારે BSNL ને લઈને ટુચકાઓ ચાલતા હતા, પરંતુ આજે અમે સ્વદેશી 4G ટેકનોલોજી ઊભી કરી દીધી છે. અમે કોમ્યુનિકેશનની નવી ટેકનોલોજીને આગળ વધારી છે, એટલા માટે જ તમારું દર્દ જીભ પર આવી રહ્યું છે અને તમે ‘મોદી તેરી કબ્ર ખુદેગી’ના નારા લગાવી રહ્યા છો."

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, "4 કરોડ ગરીબોને પાકા ઘર, વીજળી, પાણી અને સિલિન્ડર આપ્યા છે, મને લાગે છે કે ભગવાને મને સાચી દિશામાં કામ કરવાની પ્રેરણા આપી છે. આજે ગામડાની મહિલાઓ ગર્વથી કહે છે કે 'હું લખપતિ દીદી બની ગઈ છું અને હવે મારે કરોડપતિ દીદી બનવું છે'."

પીએમ મોદીએ કહ્યું- "જેના પર લાખો-કરોડો માતાઓ અને બહેનોનું રક્ષાકવચ હોય, તેની કબર તમે ક્યારેય ખોદી શકશો નહીં."

01:23 PM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
PM બોલ્યા- 140 કરોડ દેશવાસીઓ મારું રીમોટ

વડાપ્રધાને કહ્યું કે, "આ લોકોની સરકાર રીમોટથી ચાલતી હતી. મારી સરકાર પણ રીમોટથી જ ચાલે છે, પરંતુ 140 કરોડ દેશવાસીઓ મારું રીમોટ છે. અમારા માટે સત્તા એ સુખ ભોગવવાનું સાધન નથી, પણ સેવા કરવાનું આસન છે."

મુદ્રા યોજના હેઠળ અમે લાખો-કરોડો રૂપિયાની લોન આપીને સ્વરોજગારને બળ આપ્યું છે. કોંગ્રેસે ક્યારેય દેશમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપ્યું નથી. સ્થિતિ તો એવી છે કે તેઓ પોતાના ઘરના સ્ટાર્ટઅપને પણ વ્યવસ્થિત કરી શકતા નથી. અમારી સરકારે અત્યાર સુધી 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કર્યો છે. ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે. પરંતુ તેમની પાસે એક જ રસ્તો છે, 'મોદી તેરી કબ્ર ખુદેગી'.

01:01 PM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
PM બોલ્યા- કોંગ્રેસે પરિવાર માટે દેશને દાવ પર લગાવ્યો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "મોહબ્બતની દુકાનમાં જે આગ ભરેલી પડી છે, આ તેનું જ પરિણામ છે કે તેઓ 'મોદીની કબર ખોદવા'નો નારો લઈને ચાલી રહ્યા છે. દેશની જનતાએ કોંગ્રેસના શાહી પરિવારને દાયકાઓ સુધી તક આપી, દેશે પોતાનું ભવિષ્ય દાવ પર લગાવ્યું, પરંતુ તમે તમારા પરિવાર માટે દેશને દાવ પર લગાવી દીધો."

પીએમએ 'ગરીબી હટાવો'ના નારા પર પ્રહાર કરતા કહ્યું- "લાલ કિલ્લા પરથી 'ગરીબી હટાવો'નો નારો તો લગાવવામાં આવ્યો, પરંતુ ગરીબી હટાવવા માટે શું કર્યું, તે કોઈએ ન જણાવ્યું. હું દેશના ગરીબોને સલામ કરું છું, જેમણે અમારી નીતિઓ અને નીયત પર ભરોસો કર્યો અને પોતાને રાષ્ટ્ર નિર્માણમાં સમર્પિત કરવામાં કોઈ કમી નથી રાખી."

12:58 PM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
PM બોલ્યા- હું રોજ 2 કિલો ગાળો ખાઉં છું

વડાપ્રધાને કહ્યું કે, "મને કોઈએ પૂછ્યું કે મોદીજી, તમારા સ્વાસ્થ્યનું રહસ્ય શું છે? મેં કહ્યું કે હું રોજ 2 કિલો ગાળો ખાઉં છું. આ લોકો મોદીની કબર કેમ ખોદવા માંગે છે? આ માત્ર નારો નથી, પણ તેમની અંદરની માનસિકતાનું પ્રતિબિંબ છે. કારણ કે અમે કલમ 370ની દીવાલ તોડી પાડી, એટલે તેઓ મોદીની કબર ખોદવા માંગે છે."

PM એ વધુમાં જણાવ્યું- "અમે નોર્થ ઈસ્ટમાં શાંતિ લાવ્યા, પાકિસ્તાની આતંકીઓને ઘરમાં ઘૂસીને જવાબ આપીએ છીએ. અમે 'ઓપરેશન સિંદૂર' કરીએ છીએ, તેનાથી તેમને તકલીફ થાય છે. માઓવાદી આતંકનો ખાત્મો કરવા અમે પગલાં લીધા અને અમે સિંધુ જળ કરાર પર કડક વલણ અપનાવ્યું, એટલે તેઓ મોદીની કબર ખોદવા માંગે છે."

વડાપ્રધાને કહ્યું કે, "કોંગ્રેસની મુશ્કેલી કંઈક અલગ જ છે. તેઓ એ પચાવી શકતા નથી કે મોદી અહીં સુધી કેવી રીતે પહોંચ્યા અને પહોંચ્યા તો પહોંચ્યા, આટલા સમય સુધી ટકી કેવી રીતે રહ્યા? તેઓ તો એવું માનીને બેઠા હતા કે વડાપ્રધાનનું પદ એ તેમના પરિવારની જાગીર છે."

12:56 PM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
PM બોલ્યા- મોહબ્બતની દુકાન ચલાવનારા 'મોદી તેરી કબ્ર ખુદેગી'ના નારા લગાવે છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "કોંગ્રેસના સાથીઓ પ્રત્યે અમારો વિશેષ પ્રેમ છે. મને જે જવાબદારી મળી છે, તેના હેઠળ હું 'વિકસિત ભારત'ની જમીન મજબૂત કરી રહ્યો છું, તેને શક્તિ આપી રહ્યો છું. એક તરફ હું દેશના યુવાનો માટે મજબૂત પાયો તૈયાર કરી રહ્યો છું, તો બીજી તરફ કોંગ્રેસ મોદીની કબર ખોદવાની તૈયારી કરી રહી છે."

PM એ ઉમેર્યું- "મોહબ્બતની દુકાન ચલાવનારા 'મોદી તેરી કબ્ર ખુદેગી'ના નારા લગાવી રહ્યા છે. આ કયા પ્રકારની દુકાન છે જે દેશના કોઈ નાગરિકની કબર ખોદવાની વાત કરે છે? તમે આ કયા બંધારણમાંથી શીખ્યા છો?"

મારા માટે અનુભવ ઘણો ખરાબ રહ્યો છે. 2002 થી જ્યારે તેઓ વિપક્ષમાં હતા, 2004 થી જ્યારે તેઓ સત્તામાં હતા અને 2014 થી અત્યાર સુધી સંસદનું એકપણ સત્ર એવું નથી ગયું જેમાં મોદીને ગાળો ન આપવામાં આવી હોય.

12:49 PM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
કોંગ્રેસે ભારત રત્ન ભૂપેન હજારિકાનું અપમાન કર્યું - PM મોદી

PM મોદીએ કહ્યું કે, "દેશના લોકતંત્રના મંદિરનું અપમાન કરવું ખોટું છે, સ્પીકર સામે કાગળો ફેંકવામાં આવ્યા. ગઈકાલે ફરી એવું જ કરવામાં આવ્યું, એ સમયે આંધ્રપ્રદેશના દલિત પરિવારનો દીકરો ખુરશી પર બેઠો હતો. પહેલા નોર્થ ઈસ્ટનું અપમાન કર્યું, પછી દલિતનું અપમાન કર્યું. તેઓ દલિત સમાજમાંથી આવે છે એટલે જ તમે અપમાન કરો છો."

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું- "કોંગ્રેસના લોકોમાં અસમના લોકો પ્રત્યે નફરત છે, ભારત રત્ન ભૂપેન હજારિકાનું તેમણે અપમાન કર્યું. અમારું સૌભાગ્ય હતું કે અમે તેમને સન્માન આપ્યું, પરંતુ આ બાબતે પણ તેમને વાંધો છે. તેઓ બોલ્યા કે 'તેઓ તો માત્ર સિંગર હતા'. આ લોકો કોઈનું પણ અપમાન કરવામાં પાછીપાની કરતા નથી. ભૂપેન હજારિકાનું અપમાન એ અસમનું અપમાન છે, જે અસમ ક્યારેય ભૂલશે નહીં."

12:43 PM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
PM બોલ્યા- કોંગ્રેસે રાષ્ટ્રપતિનું અપમાન કર્યું

વડાપ્રધાને કહ્યું કે, "કોંગ્રેસે રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે. ગઈકાલે લોકસભામાં પણ રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચા થઈ શકી નહીં. આ લોકોએ તેમના પદની ગરિમાને ઠેસ પહોંચાડી છે. ગરીબીમાંથી આવેલી એક મહિલાનું અપમાન કર્યું છે. તમે આદિવાસીઓનું અપમાન કર્યું છે."

PM એ વિકાસ કાર્યોમાં થતા વિલંબ પર પ્રહાર કરતા ઉમેર્યું- "અરુણાચલ અને આસામને જોડતો બ્રિજ કેટલાય વર્ષો સુધી લટકેલો રહ્યો હતો, તેને અમે પૂરો કર્યો. અમારી વિચારધારા સ્પષ્ટ છે અને દેશવાસીઓને અમારા પર ભરોસો છે કે ગમે તેટલા પડકારો હોય, અમે તેનો ઉકેલ લાવી શકીએ છીએ."

12:41 PM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
PM બોલ્યા- હું 3 દિવસ ધરણા પર બેઠો, ત્યારે સરદાર સરોવર ડેમ બનાવવાની મંજૂરી મળી

પીએમ મોદીએ કહ્યું કે, "મારો જન્મ નહોતો થયો એ પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલે નર્મદા નદી પર ડેમ બનાવવાની કલ્પના કરી હતી. પરંતુ દુર્ભાગ્ય જુઓ, તેનું ઉદ્ઘાટન મેં વડાપ્રધાન બન્યા પછી કર્યું - આ તેમની કામ કરવાની ગતિ હતી. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે મારે 3 દિવસ સુધી ધરણા પર બેસવું પડ્યું હતું, ત્યારે જઈને સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની અને કામ આગળ વધારવાની મંજૂરી મળી હતી."

12:39 PM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
PM બોલ્યા- ઇન્દિરાએ નહેરુના પ્લાનિંગ કમિશનના ધજાગરા ઉડાવ્યા હતા

વડાપ્રધાને કટાક્ષ કરતા કહ્યું કે, "ઇન્દિરા ગાંધી જે પ્લાનિંગ કમિશનના ધજાગરા ઉડાવી રહ્યા હતા, તેના જન્મદાતા તેમના પિતાજી હતા. 2014 પહેલાં દરેક વ્યક્તિ આ વ્યવસ્થાથી દુખી હતી. સૌ કોઈ ભૂલો જોઈ રહ્યા હતા, પરંતુ સુધારવાની ઈચ્છાશક્તિ નહોતી. અમે 2014 પછી નીતિ આયોગ બનાવીને આ સ્થિતિ બદલી."

PM મોદીએ વધુમાં જણાવ્યું- "દેશના અનેક જિલ્લાઓને 'પછાત' માનીને તરછોડી દેવામાં આવ્યા હતા, જેના કારણે તે વિસ્તારોની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. અમે આ સ્થિતિને બદલી છે. આજે છત્તીસગઢનું બસ્તર ‘ઓલિમ્પિક’ના નામે દેશભરમાં ચર્ચાઈ રહ્યું છે. કોંગ્રેસના આપણા સાથીઓને આ ગ્રાઉન્ડ લેવલનું અમલીકરણ દેખાતું નથી."

12:35 PM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
PMએ ઇન્દિરા ગાંધીનો યોજના આયોગને લઈ કિસ્સો સંભળાવ્યો

PM મોદીએ કહ્યું કે, "હું એક કિસ્સો સંભળાવું છું. આપણા દેશના એક નેતા હિમાચલ પ્રદેશના પ્રવાસે હતા અને ત્યાંથી આવ્યા બાદ તેમણે પોતે એક ઘટના સંભળાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે–"

QuoteImage

"મારે લાંબા સમય સુધી યોજના આયોગ સાથે સંઘર્ષ કરવો પડ્યો, કારણ કે તેઓ પહાડી વિસ્તારો માટે અલગથી યોજના બનાવવા તૈયાર નહોતા. કામદારોને ખચ્ચરોની જરૂર છે જેથી તેમના પર સામાન લાદી શકાય, પરંતુ મને કહેવામાં આવ્યું કે અમે પૈસા જીપ માટે આપીશું કારણ કે ખચ્ચરો માટે પૈસા આપી શકાય નહીં. જ્યાં રોડ નથી ત્યાં જીપની શું જરૂર હશે? પરંતુ યોજના આયોગનો નિયમ હતો– કાં તો જીપ લો અથવા કંઈ નહીં."

QuoteImage

PM એ ઘટસ્ફોટ કરતા કહ્યું કે, "આ ભાષણ કોઈ બીજાનું નહીં, પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું હતું."

12:30 PM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
કોંગ્રેસની કાર્યશૈલી લટકાવવાની અને ભટકાવવાની હતી - પીએમ મોદી

વડાપ્રધાને કહ્યું કે, "કોંગ્રેસની કાર્યશૈલી પ્રોજેક્ટ્સને લટકાવવાની અને ભટકાવવાની હતી. અમે આ સ્થિતિને બદલી નાખી છે. હવે દરેકને કામ કરવાની તક મળી રહી છે. અમે યોજના આયોગને ખતમ કરીને નીતિ આયોગ બનાવ્યું."

12:28 PM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
'કોંગ્રેસે કોંગ્રેસ સાથે જ વિશ્વાસઘાત કર્યો, અમે 4 લાખ કરોડ રૂપિયા આપી ચૂક્યા છીએ'

PM મોદીએ કહ્યું કે, "આ લોકો કેટલી ખોટી વાતો ફેલાવતા હતા. આ લોકો અર્બન નક્સલની જેમ કંપનીઓની બહાર જઈને મજૂરોને ભડકાવતા હતા. જ્યારે તેમની સરકાર હતી ત્યારે તેમનાથી કંઈ સંભાળ્યું નહોતું. અમે PSUમાં પણ સુધારા કર્યા, આજે LIC શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે."

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું- "જે PSU ને કોંગ્રેસ તાળાં લગાવાવાની હતી, આજે તે PSU રેકોર્ડ નફો કરી રહ્યા છે. તેઓ 'મેક ઇન ઇન્ડિયા'ને પણ ગતિ આપી રહ્યા છે, રોજગાર પેદા કરી રહ્યા છે અને વિશ્વ સાથે જોડાઈ રહ્યા છે. PSU ને આજે દેશ અને વિદેશમાંથી મોટા-મોટા ઓર્ડર મળી રહ્યા છે."

ખેડૂતોના મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે, "કોંગ્રેસે વિશ્વાસઘાત કરવામાં ખેડૂતોને પણ ન છોડ્યા. દેશમાં 10 કરોડ ખેડૂતો એવા છે જેમના પાસે ખૂબ ઓછી જમીન છે. કોંગ્રેસના મગજમાં ક્યારેય આ નાના ખેડૂતોનો વિચાર જ ન આવ્યો. અમે નાના ખેડૂતો માટે 'પીએમ કિસાન સન્માન નિધિ યોજના' લાવ્યા અને અત્યાર સુધી અમે ખેડૂતોને 4 લાખ કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં આપી ચૂક્યા છીએ."

12:25 PM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
PM બોલ્યા- NDA સરકારે બેંકિંગ સેક્ટરમાં પારદર્શક વ્યવસ્થા બનાવી

વડાપ્રધાને જણાવ્યું કે, "એક સમયે સૌ પૂછતા હતા કે NPA નું શું થશે, આપણે કેવી રીતે બચીશું? પડકાર ઘણો મોટો હતો, પરંતુ અમે બેંકિંગ ક્ષેત્રના તમામ લોકોને વિશ્વાસમાં લીધા અને એક પારદર્શક વ્યવસ્થા ઊભી કરી. અમે સુધારાઓ કર્યા અને જે સરકારી બેંકો વ્યવસ્થિત નહોતી ચાલતી, તેમનું વિલિનીકરણ કર્યું."

પીએમએ વધુમાં ઉમેર્યું- "અર્થતંત્રના એક મોટા નિષ્ણાતે કહ્યું હતું કે જો મોદી સરકાર બેંકોમાં આ સુધારા કરી લેશે તો એ બહુ મોટી વાત ગણાશે. અમે એ કરી બતાવ્યું. આજે ગરીબોને લોન મળી રહી છે. મુદ્રા યોજના દેશના યુવાનોને પોતાના પગ પર ઊભા રહેવાની તક આપે છે. અમે મુદ્રા યોજના દ્વારા દેશના યુવાનોને ગેરંટી વગર 30 લાખ કરોડ રૂપિયાથી વધુની લોન આપી છે."

વડાપ્રધાને ગર્વ સાથે કહ્યું કે, "અમે NPA ને રેકોર્ડ નીચલા સ્તરે લાવી દીધો છે. આજે NPA 1% થી પણ નીચે છે. પહેલા એવી માન્યતા હતી કે PSU માત્ર બરબાદ કે બંધ થવા માટે જ બને છે, અમે એ માનસિકતા બદલી નાખી છે."

12:22 PM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
PM બોલ્યા- કોંગ્રેસ નેતાઓના ફોન પર બેંકો અબજો રૂપિયાની લોન આપતી હતી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "બેંકિંગ સેક્ટર એક પ્રકારે અર્થતંત્રની ધરી હોય છે. 2014 પહેલાં 'ફોન બેંકિંગ' થતી હતી; નેતાઓના ફોન જતા હતા અને પછી કરોડો રૂપિયા આપી દેવામાં આવતા હતા, જ્યારે ગરીબોને બેંકોમાં ધુત્કાર મળતો હતો. કોંગ્રેસના નેતાઓના ફોન પર અબજો રૂપિયા આપવામાં આવ્યા અને જે લોકો આ પૈસા લઈ જતા હતા, તેઓ તેને પોતાની અંગત મિલકત માનીને હજમ કરી જતા હતા."

PMએ કહ્યું- "હું જ્યારે નવો-નવો વડાપ્રધાન બન્યો, ત્યારે એક દેશના વડાને મળ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે તમે નવા છો, એટલે તમારી બેંકોની વ્યવસ્થાનો અભ્યાસ કરી લેજો."

12:18 PM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
PM બોલ્યા- જેમની સરકાર દારૂમાં ડૂબી ગઈ, તેઓ ઉપદેશ આપી રહ્યા છે

PM મોદીએ કહ્યું કે, "વિપક્ષને કંઈ કરવું નથી અને અહીં આવીને ઉપદેશ આપી રહ્યા છે. એક સભ્ય જેમની સરકાર દારૂમાં ડૂબી ગઈ છે, જેમના 'શીશમહેલ' ઘરે-ઘરે નફરતનું કારણ બની ગયા છે. ખબર નથી 'બ્લેક' સાથે તેમનો શું જૂનો સંબંધ છે, આવા તમામ સાથીઓને હું કહીશ કે, તમે દુનિયાને કેટલું છેતરશો? જો અરીસો જોશો તો પોતાની સચ્ચાઈ ક્યાં છુપાવશો?"

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું- "TMC, કોંગ્રેસ, લેફ્ટ, DMK દાયકાઓ સુધી કેન્દ્રની સત્તામાં રહ્યા છે, રાજ્યોમાં સત્તામાં રહ્યા છે, પરંતુ તેમની ઓળખ શું બની? આજે જ્યારે ‘ડીલ’ની ચર્ચા ગૌરવ સાથે થાય છે, ત્યારે ડીલના નામે બોફોર્સ યાદ આવતું હતું. આ લોકોએ માત્ર પોતાના ખિસ્સા ભરવાનું જ કામ કર્યું છે."

12:14 PM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
PM બોલ્યા- TMC ઘૂસણખોરોને બચાવવા માટે અદાલતો પર દબાણ લાવી રહી છે

વડાપ્રધાને કહ્યું કે, "આ સંસદનું ઉચ્ચ સદન (રાજ્યસભા) એક પ્રકારે રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યાં ચર્ચાનું સ્તર ઊંચું હોવું જોઈતું હતું. હું ગઈકાલે એક માનનીય સભ્યને સાંભળી રહ્યો હતો, જેઓ પોતે 'રાજા' કહેવડાવવામાં ગર્વ અનુભવે છે અને તેઓ આર્થિક અસમાનતાની વાત કરી રહ્યા હતા."

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું- "TMCના સાથીઓ પોતાનામાં ડોકિયું કરીને જુએ. પતનના જેટલા પણ માપદંડો છે, તે બધામાં તેઓ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને અહીં ઉપદેશ આપી રહ્યા છે. કેવી હાલત બનાવી રાખી છે! રાજ્ય (પશ્ચિમ બંગાળ) અંધકારમાં ડૂબી રહ્યું છે અને તેઓ અહીં ઉપદેશ આપે છે."

PM મોદીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે, "દુનિયાનો સમૃદ્ધ દેશ પણ પોતાના ત્યાંથી ઘૂસણખોરોને બહાર કાઢે છે, પરંતુ આપણે ત્યાં ઘૂસણખોરોને બચાવવા માટે અદાલતો પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. ઘૂસણખોરો દેશના યુવાનોનો હક છીનવી રહ્યા છે, જમીન છીનવી રહ્યા છે અને મહિલાઓ પર અત્યાચારો થઈ રહ્યા છે."

12:11 PM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
PM બોલ્યા- ટ્રેડ ડીલનો મોટો લાભ દેશના યુવાનોને થશે

વડાપ્રધાને કહ્યું કે, "જ્યારે પાછલા દિવસોમાં તમામ પક્ષોના પ્રતિનિધિમંડળ (ડેલીગેશન) વિદેશ ગયા ત્યારે તેમણે પણ અનુભવ્યું કે વિશ્વ આપણને બરાબરીની નજરે જુએ છે. અમે MSME સેક્ટર પર ભાર મૂક્યો છે અને તેનાથી દુનિયાનો ભરોસો વધી રહ્યો છે."

વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, "અમેરિકા સાથે ટ્રેડ ડીલ થયા પછી વિશ્વનો ભરોસો વધુ મજબૂત થયો છે. તેનો સૌથી મોટો લાભ દેશના યુવાનોને થશે. તેમના માટે અવસરો જ અવસરો છે. તેમના માટે આખું વિશ્વબજાર ખુલી ચૂક્યું છે. જે પ્રકારે દુનિયામાં આપણા યુવા પ્રોફેશનલ્સની માગ વધી રહી છે, કેટલાક લોકો તો ટેલેન્ટની શોધ કરવા માટે અહીં સ્પેશિયલ ઓફિસ બનાવી રહ્યા છે."

12:05 PM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
વિકસિત ભારત બનાવવાની દિશામાં બીજું ક્વાર્ટર નિર્ણાયક- પીએમ મોદી

રાજ્યસભામાં પીએમ મોદીએ કહ્યું કે, "21મી સદીનો પહેલું ક્વાર્ટર (2001-2025) પૂરો થઈ ગયું છે, પરંતુ આ બીજું ક્વાર્ટર (2026-2050) નિર્ણાયક છે, બરાબર તેવી જ રીતે જેમ પાછલી સદીમાં ભારતની આઝાદીની લડાઈનું બીજું ક્વાર્ટર (1926-1947) હતું. હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે વિકસિત ભારત બનાવવાની દિશામાં, આ બીજું ક્વાર્ટર પણ એટલો જ કાબેલ સાબિત થવાનો છે."

12:00 PM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
પીએમ રાજ્યસભામાં બોલી રહ્યા છે, વિપક્ષી સાંસદોએ વોકઆઉટ કર્યું

રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જવાબ આપી રહ્યા હતા તે દરમિયાન વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું.

11:57 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
દુનિયાના દેશો ભારત સાથે વ્યાપારી સંબંધો બનાવવા માટે આતુર - પીએમ મોદી

આજે મોટા-મોટા દેશો ભારત સાથે વ્યાપારી સંબંધો બનાવવા માટે આતુર છે. પછી તે EU (યુરોપિયન યુનિયન) ટ્રેડ ડીલ હોય કે પછી અમેરિકાની ટ્રેડ ડીલ. અમેરિકા સાથે ટ્રેડ ડીલ થયા પછી વિશ્વને વધુ ભરોસો બેસી ગયો છે.

11:54 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
કોંગ્રેસ પર પીએમ મોદીએ કસ્યો તંજ

કોંગ્રેસ પર પલટવાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, "જૂના વડાપ્રધાનોના લાલ કિલ્લાના ભાષણો જોઈ લો, તેમનું કોઈ વિઝન જ નહોતું. જેના કારણે દેશની આવી હાલત થઈ. દેશને એવી રીતે બરબાદ કર્યો કે આજે દુનિયા સામે તેની છબી સુધારવામાં હું લાગેલો છું."

11:53 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
કોઈ પણ દેશ આપણી સાથે ડીલ કરવા માટે આગળ આવતો નહોતો - પીએમ મોદી

વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, "ભારતની એવી હાલત કરી દીધી હતી કે કોઈ પણ આપણી સાથે ડીલ કરવા માટે આગળ આવતું નહોતું. તમે પાછળ-પાછળ ગયા હશો પણ કોઈ પાસે આવતું નહોતું."

11:52 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
આપણે દુનિયાની ત્રીજી ઇકોનોમી બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણે દુનિયામાં 6ઠ્ઠા નંબરની ઇકોનોમી હતા, પરંતુ આ લોકોએ (વિપક્ષે) એવી હાલત કરી કે તે 11મા નંબર પર પહોંચી ગઈ. પરંતુ હવે આપણે ત્રીજી ઇકોનોમી બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

11:51 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
આપણી પાસે વિશ્વની સૌથી મહત્વની યુવા પ્રતિભા છે - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે આપણો દેશ વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. વિશ્વનું જે પ્રકારે ભારત પ્રત્યે આકર્ષણ વધ્યું છે, આજે આખા વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. અમારી પાસે દુનિયાની સૌથી મહત્વની યુવા પ્રતિભા (ટેલેન્ટ) છે, જેની પાસે સપના, સંકલ્પ અને સામર્થ્ય બધું જ છે.

11:47 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
લક્ષ્ય પ્રાપ્ત કરીને જ આપણે જંપવાનું છે - પીએમ મોદી

PM મોદીએ કહ્યું કે રાષ્ટ્રની દરેક વ્યક્તિ અનુભવી રહી છે કે આપણે એક મહત્વના પડાવ પર પહોંચી ગયા છીએ. આપણે નથી અટકવાનું કે નથી પાછળ વળીને જોવાનું. આપણે આગળની તરફ જોવાનું છે અને જે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યાં લક્ષ્ય પ્રાપ્ત કરીને જ આપણે જંપવાનું છે.

11:41 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
મહિલાઓ અને યુવાઓનો વિકાસ સરકારનું લક્ષ્ય - PM મોદી

PM મોદીએ કહ્યું કે મહિલાઓ અને યુવાઓનો વિકાસ સરકારનું લક્ષ્ય છે. દરેક ક્ષેત્રમાં ભારતની પ્રગતિનો પડઘો સંસદમાં ગુંજ્યો.

11:38 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
રાજ્યસભામાં PM મોદીનું સંબોધન, વિપક્ષનો જોરદાર હોબાળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. PM મોદીના ભાષણ દરમિયાન વિપક્ષના સભ્યો ગૃહની મધ્યમાં (વેલ) આવીને જોરદાર હોબાળો કરી રહ્યા છે. વિપક્ષી સભ્યો વેલમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. વિપક્ષના હોબાળા પર PM મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે, “ખડગેજીની ઉંમરને જોતા તેમને બેઠા-બેઠા પણ સૂત્રોચ્ચાર કરવાની પરવાનગી આપી દેવી જોઈએ.”

10:01 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભા શુક્રવાર સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ અંગે ગંભીરતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "ગઈકાલે લોકસભા અધ્યક્ષની ઓફિસમાં જે બન્યું, તે ગૃહના ઈતિહાસમાં ક્યારેય નથી બન્યું. જ્યારે સદનના નેતા પીએમ મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવાનો હતો, ત્યારે વિપક્ષી સાંસદો વડાપ્રધાનની સીટ પાસે પહોંચીને કોઈ અણધારી ઘટના કરી શક્યા હોત. જો આવી ઘટના બની હોત, તો લોકશાહીની પરંપરાઓ લજવાઈ જાત. આ પરિસ્થિતિને ટાળવા માટે મેં પોતે પીએમને ગૃહમાં ન આવવા વિનંતી કરી હતી, અને પીએમએ મારા સૂચનનો સ્વીકાર કર્યો હતો."

તેમણે વિપક્ષી સાંસદોને ટકોર કરતા કહ્યું કે જો તમે પોસ્ટરો લઈને આવશો તો ગૃહની કાર્યવાહી ચાલશે નહીં. જે રીતે મહિલા સભ્યો પીએમની સીટ સુધી પહોંચી ગયા તે આખા દેશે જોયું છે. આ વર્તન ઉચિત નહોતું અને ગૃહની ગરિમાને અનુરૂપ પણ નહોતું. આ દરમિયાન વિપક્ષી સાંસદો સતત સૂત્રોચ્ચાર અને હોબાળો કરતા રહ્યા હતા, જેના પરિણામે સ્પીકરે લોકસભાની કાર્યવાહી શુક્રવાર સવાર સુધી સ્થગિત કરી દીધી હતી.

09:59 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
રાજ્યસભામાં પણ રાહુલ ગાંધીને લોકસભામાં બોલતા અટકાવવાના મુદ્દે હોબાળો

રાજ્યસભામાં પણ રાહુલ ગાંધીને લોકસભામાં બોલતા અટકાવવાના મુદ્દે ભારે હોબાળો જોવા મળ્યો હતો. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, રાહુલ ગાંધીને પૂર્વ સેના પ્રમુખના અપ્રકાશિત પુસ્તક પર બોલવા દેવામાં આવ્યા નથી, તેથી હું તે મુદ્દે અહીં બોલીશ. જોકે, ઉપસભાપતિએ તેમને આમ કરતા રોક્યા હતા.

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ ખડગેને સંબોધતા કહ્યું કે, "રાહુલ ગાંધી નિયમોનું પાલન કરતા નથી, તમે તેમને કેમ સમજાવતા નથી?" બીજી તરફ, જે.પી. નડ્ડાએ પણ ખડગેને સ્પષ્ટ કર્યું કે રાજ્યસભામાં લોકસભાના મુદ્દાઓ ઉઠાવી શકાય નહીં. તેમણે ટકોર કરતા ઉમેર્યું કે, "તમારે કોંગ્રેસને મૂર્ખ બાળક બચાવવી જોઈએ."

આ હોબાળા બાદ વિપક્ષી સાંસદોએ એકસાથે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો હતો.

09:25 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું - દરેક સાંસદને સંસદમાં બોલવાનો અધિકાર છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અંગે તેમણે કહ્યું, "હવે જ્યારે છાપેલું પુસ્તક રજૂ કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેમને તેમ કરવાની છૂટ આપવી જોઈએ. દરેક સાંસદને સંસદમાં પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે."

સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કહ્યું, "સરકારે આ ડીલ અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી. આપણા ખેડૂતોના હિતોનું રક્ષણ થશે કે કેમ તે પણ સ્પષ્ટ નથી."

09:22 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
મનોજ ઝાએ કહ્યું- નરવણેના પુસ્તકે સરકારને પોતાનું મોઢું છુપાવવા મજબૂર કરી

કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ વિપક્ષી નેતા રાહુલ ગાંધીને "અબોધ બાળક" ગણાવ્યા તેના પર પ્રતિક્રિયા આપતા, આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું, "વાસ્તવિક મુદ્દો એ છે કે (પુસ્તક હજુ સુધી પ્રકાશિત થયું નથી) તે પુસ્તકે સરકારને પોતાનો ચહેરો છુપાવવા મજબૂર કરી દીધા છે. શું આપણે ક્યારેય એવી પરિસ્થિતિ જોઈ છે કે જ્યાં રાષ્ટ્રપતિના ભાષણની ચર્ચા ન થઈ હોય? વડાપ્રધાન બોલી શક્યા ન હતા.

જે માણસ સામાન્ય રીતે બોલવા માટે આટલા ઉત્સુક હોય છે તેને આ વખતે તક મળી નહીં, કારણ કે પુસ્તકે કેટલાક સત્યોનો પર્દાફાશ કર્યો છે. નડ્ડા અને અન્ય લોકો શું કહી રહ્યા છે, તેઓ બીજું શું કરી શકે? તેમની સ્ક્રિપ્ટ અને શબ્દો મર્યાદિત છે.

08:35 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
સાંસદોના સતત સૂત્રોચ્ચારને કારણે લોકસભાની કાર્યવાહી ત્રીજી વખત સ્થગિત

લોકસભાની કાર્યવાહી ત્રીજી વખત બપોરે 2 વાગ્યે ફરી શરૂ થઈ. સંધ્યા રાય સ્પીકરની ખુરશી પર હતા. જોકે, સાંસદોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા. ત્યારબાદ લોકસભાને ત્રીજી વખત બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.

08:19 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
કોંગ્રેસના સાંસદે કહ્યું- જ્યાં સુધી રાહુલ ગાંધી બોલશે નહીં, ત્યાં સુધી પીએમ પણ બોલી શકશે નહીં

કોંગ્રેસના સસ્પેન્ડેડ સાંસદ મણિકમ ટાગોરે ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી રાહુલ ગાંધીને બોલવાની મંજૂરી આપવામાં નહીં આવે ત્યાં સુધી વિપક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં બોલવા દેશે નહીં.

રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પસાર કરવા બદલ ટાગોરે લોકસભાની નિંદા કરી.

તેમણે કહ્યું, "મને રાજ્યસભા વિશે ખબર નથી. હું લોકસભાનો સસ્પેન્ડેડ સભ્ય છું. મને ફક્ત ખબર છે કે અમે કેવી રીતે કામ કરીએ છીએ. પરંતુ જ્યાં સુધી LoPને બોલવાની મંજૂરી આપવામાં નહીં આવે ત્યાં સુધી વડાપ્રધાનને પણ બોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં."

08:12 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
ગિરિરાજ સિંહે કહ્યું- રાહુલ દેશમાં ભાગલા પાડી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, "કોંગ્રેસ તમિલનાડુમાં સરકાર ચલાવી રહી છે, અને તેઓ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોના લોકોને અપશબ્દો કહી રહ્યા છે." રાહુલ ગાંધીએ આનો જવાબ આપવો જોઈએ. શું તે દેશને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે?

08:01 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
શશિ થરૂર વ્હીલ ચેર પર સંસદ પહોંચ્યા, ગઈકાલે સીડી પરથી પડી ગયા હતા

કોંગ્રેસ સાંસદ શશિ થરૂર વ્હીલ ચેર પર સંસદ પહોંચ્યા હતા. બુધવારે સીડીઓ પરથી ઉતરતી વખતે તેઓ લપસીને પડી ગયા હતા, જેના કારણે તેમના પગમાં ઈજા થઈ છે.

થરૂરે ગુરુવારે કહ્યું હતું કે- વિપક્ષના નેતાને બોલવા દેવા જોઈએ, અને તેનાથી પણ મોટી વાત એ છે કે તેઓ જે કહી રહ્યા છે તે પહેલેથી જ પબ્લિક ડોમેનમાં છે. તેઓ ફક્ત પોતાની વાત કહેવા માગતા હતા. આટલો મોટો વાંધો ઉઠાવીને અને તેમને બોલવા ન દઈને, એક બહુ મોટી સમસ્યા ઊભી કરવામાં આવી છે.

07:49 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત, સદનમાં વિપક્ષના નેતા હાજર નહીં

વિપક્ષના વોકઆઉટ પછી રાજ્યસભાની કાર્યવાહી ચાલુ રહી હતી. જોકે, ત્યારબાદ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.

07:49 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
પ્રિયંકા બોલ્યા- રાહુલને બોલવા દો, તેઓ કેમ ડરી રહ્યા છે

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું- તેમણે LoPને બોલવા દેવા જોઈએ. તેમણે રાહુલ ગાંધીને બોલવા દેવા જોઈએ. તેઓ કઈ વાતથી ડરી રહ્યા છે. શું તેઓ એ વાતથી ડરી રહ્યા છે કે તે કોઈ પુસ્તકમાંથી કંઈક ટાંકશે. શું તેઓ એ વાતથી ડરી રહ્યા છે કે અમે તેમને જવાબદાર ઠેરવીશું કારણ કે તેમણે આ ટ્રેડ ડીલ કરી છે, જેના હેઠળ તમામ ખેડૂતોનું જીવન બરબાદ થવાનું છે.

07:17 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
સુધાંશુએ કહ્યું કે આર્મી ચીફ, PM અને રક્ષા મંત્રી વચ્ચેની ચર્ચાઓને જાહેર ક્ષેત્રમાં રાખી શકાય નહીં

સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જો ગૃહના નેતા "અબોધ" (બોધ) શબ્દનો ઉપયોગ કરે છે તો "બોધ" નો અર્થ જ્ઞાન થાય છે. તેમાં "અ" પ્રત્યય ઉમેરીને "અબોધ" નો ઉપયોગ એવી વ્યક્તિ માટે થાય છે જેને જ્ઞાન નથી. તે અબોધ છે, જેને ખબર નથી કે આર્મી ચીફ, વડાપ્રધાન અને રક્ષામંત્રીની વાત જાહેરમાં મૂકી શકાતી નથી

07:00 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
જગદંબિકા પાલે કહ્યું- રાહુલના કારણે ચાર દિવસની ચર્ચા બરબાદ થઈ

બીજેપી સાંસદ જગદંબિકા પાલે કહ્યું, "રવનીત બિટ્ટુને દેશદ્રોહી મિત્ર કહીને રાહુલ ગાંધીની ટિપ્પણીથી શીખ સમુદાયનું ચોક્કસપણે અપમાન થયું છે.

"રાહુલ ગાંધી જે નિવેદનો આપી રહ્યા છે તે જોતાં શું ખરેખર તેઓ દેશના દુશ્મન છે? તેઓ સંસદ અને લોકશાહી મૂલ્યોના દુશ્મન છે."

આ કદાચ પહેલી વાર બન્યું છે કે રાહુલ ગાંધીની એક મુદ્દા પરની જીદને કારણે રાષ્ટ્રપતિના ભાષણ પર ચાર દિવસની ચર્ચા સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હોય.

06:39 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
લોકસભામાં આભાર પ્રસ્તાવ પાસ, PM જવાબ આપી શક્યા ન હતા

રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો. બજેટ સત્રમાં PMના જવાબ વિના પસાર કરવામાં આવ્યું હતું.

હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી ફરી એકવાર બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.

06:37 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
લોકસભાની કાર્યવાહી ફરી શરૂ, વિપક્ષી સાંસદો પ્લેકાર્ડ સાથે પહોંચ્યા

લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યે ફરી શરૂ થઈ. જોકે, વિપક્ષી સાંસદો ફરી એકવાર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેઓ પ્લેકાર્ડ લઈને પહોંચ્યા. ઓમ બિરલાએ જવાબ આપતા કહ્યું, "જો તમે ગૃહમાં પ્લેકાર્ડ લાવશો, તો તમને બોલવા દેવામાં આવશે નહીં."

06:36 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
રાજ્યસભામાંથી વિપક્ષના સાંસદોનો વોકઆઉટ

રાજ્યસભામાં હોબાળો કરી રહેલા વિપક્ષી સાંસદોએ વોકઆઉટ કર્યું. વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેને એમએમ નરવણેના પુસ્તકમાંથી ક્વોટ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

ત્યારબાદ જેપી નડ્ડાએ કહ્યું કે લોકશાહી વિશે વાત કરનારાઓ તેનું ગળું કેવી રીતે દબાવી રહ્યા છે તે સ્પષ્ટ છે. વિપક્ષના નેતાને બોલવાની ત્રણ તકો આપી, અને તેમણે પોતાના સંપૂર્ણ મુદ્દા રજૂ કર્યા.

પરંતુ તેમનો એજન્ડા કંઈક અલગ છે. તેમનો એજન્ડા પીએમ મોદીના નેતૃત્વમાં દેશ જે ઝડપી પ્રગતિ કરી રહ્યો છે તેને અવરોધવાનો છે. આ કોંગ્રેસનો એજન્ડા બની ગયો છે.

06:34 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
ખડગેની લિંચિંગ ટિપ્પણી પર નાણામંત્રી સીતારમણે આકરા પ્રહાર કર્યા

નિર્મલા સીતારમણે રાજ્યસભામાં કહ્યું, "હું LoPનો આદર કરું છું. પણ મેં તેમને કહેતા સાંભળ્યા, 'તમે લોકો લિંચ કરો છો.' માફ કરશો, પણ હું ઇચ્છું છું કે તે શબ્દો દૂર કરવામાં આવે." LoPને આવી વાતો કહેવાનો કોઈ અધિકાર નથી. બીજું, જો તેઓ લિંચિંગ વિશે વાત કરે છે, તો હું તેમને યાદ અપાવવા માંગુ છું કે રાજસ્થાનમાં તેમની સરકાર દરમિયાન, ત્યાં એક મહિલા ભાજપ કાર્યકર પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. તે સમયે આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

06:31 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
નિશિકાંત દુબેએ કહ્યું- સ્પીકર નક્કી કરશે મેં કયા નિયમનું ઉલ્લંઘન કર્યું છે

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું, “મેં કયા નિયમનું ઉલ્લંઘન કર્યું છે તે સ્પીકર નક્કી કરશે. હું રાહુલ ગાંધી નથી, તેથી સ્પીકરની ચેતવણી પછી પણ હું બૂમો પાડવાનું ચાલુ રાખીશ નહીં.” તેમને સ્પીકર પ્રત્યે કોઈ માન ન હોય, પણ ભાજપ બંધારણનો આદર કરે છે. જો સ્પીકરને લાગે કે મને ગૃહમાંથી બહાર કાઢી મૂકવા જોઈએ, તો હું તેમના આદેશોનું પાલન કરીશ અને તેમના આદેશોનો વિરોધ નહીં કરું. આજે ફરી હું ઘણી ફાઇલો લઈને આવ્યો છું.

06:28 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
કંગનાએ કહ્યું - રાહુલ ગાંધીની માનસિકતા ભ્રષ્ટ છે

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપના સાંસદ કંગના રનૌતે કહ્યું, "તેમના શબ્દો જુઓ. આવી સડી ગયેલી અને ભ્રષ્ટ માનસિકતા ધરાવતી વ્યક્તિ પાસેથી તમે શું અપેક્ષા રાખી શકો છો?"

06:24 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
રિજિજુએ પૂછ્યું-ત્રણ દિવસમાં એવું શું થયું કે આટલો બધો હોબાળો કરો

કિરણ રિજિજુએ રાજ્યસભામાં કહ્યું કે આજે ગૃહમાં જે હોબાળો થયો તે આશ્ચર્યજનક હતો. ગઈકાલ સાંજ સુધી બધું બરાબર હતું. કાલે નકકી થયું હતું કે ખડગેનું ભાષણ થશે. બધું આયોજન મુજબ થયું. તેમણે પોતાના વિચારો રજૂ કર્યા. સારી ચર્ચા થઈ. આજે રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચાનો ચોથો દિવસ છે. વડાપ્રઘાન સંબોધન કરવાના છે. આ પહેલા, વિપક્ષ ગૃહમાં હોબાળો કરી રહ્યો છે જ્યારે બાકીના સભ્યો પીએમના ભાષણની રાહ જોઈ રહ્યા છે.

જો કોંગ્રેસ પીએમનું ભાષણ સાંભળવા માંગતી નથી, તો હું તેમના વિશે વાત નહીં કરું પણ બીજા લોકો સાંભળવા માંગે છે.

06:14 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
રાજ્યસભામાં પણ સતત હોબાળો, વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા

રાજ્યસભાની કાર્યવાહી પણ ભૂતપૂર્વ સાંસદ થોમસ કુથિરાવટ્ટમને શ્રદ્ધાંજલિ સાથે શરૂ થઈ. જોકે, વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા.

06:07 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
ઓમ બિરલાએ કહ્યું- ગઈકાલે જે બન્યું તે ગૃહની ગરિમાની વિરુદ્ધ હતું.

કાર્યવાહી સ્થગિત કરતા ઓમ બિરલાએ કહ્યું કે 4 ફેબ્રુઆરીએ ગૃહમાં જે બન્યું તે ગૃહની ગરિમાને અનુરૂપ નહોતું.

કાર્યસૂચિ મુજબ, લોકસભામાં બપોરે 12 વાગ્યે કેન્દ્રીય બજેટ 2026-27 પર ચર્ચા શરૂ થવાની છે.

06:06 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
લોકસભા શરૂ થતાંની સાથે જ સ્થગિત, 1 મિનિટથી પણ ચાલી નહીં

લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ. ત્યારબાદ વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. ઓમ બિરલાએ ચેતવણી આપી, પરંતુ સૂત્રોચ્ચાર બંધ ન થયા. આ પછી માત્ર 1 મિનિટમાં તેમણે કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.

06:00 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
બજેટ સત્રની પાછલા દિવસની કાર્યવાહી વાંચો…

4 ફેબ્રુઆરી: સ્પીકરની ઓફિસમાં BJP અને વિપક્ષના સાંસદો વચ્ચે દલીલ, ભાજપના સાંસદે ગાંધી પરિવાર પર લખેલા પુસ્તકો બતાવ્યા

લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ગાંધી પરિવાર અને કોંગ્રેસ પર લખેલા પુસ્તકો અને નોટ્સ બતાવ્યા. તેમણે કહ્યું કે આ પુસ્તકોમાં ગાંધી પરિવાર અને કોંગ્રેસ પરિવારની કપટ, ગદ્દારી, ભ્રષ્ટાચાર અને ઐયાશીનો ઉલ્લેખ છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાની ઓફિસમાં વિપક્ષ અને ભાજપના સાંસદો વચ્ચે પણ ચર્ચા થઈ. ઓફિસનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં વિપક્ષની મહિલા સાંસદ કેન્દ્રીય સંસદીય મંત્રી કિરણ રિજિજુને કંઈક કહેતા દેખાય છે.

બજેટ સત્રમાં આ બિલ પર ચર્ચા શક્ય

બજેટ સત્ર 65 દિવસમાં 30 બેઠકો સુધી ચાલશે. તે 2 એપ્રિલે સમાપ્ત થશે. 28 જાન્યુઆરીથી શરૂ થયેલો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. તે પછી બીજો તબક્કો 9 માર્ચે શરૂ થશે.

લોકસભામાં 9 બિલ પેન્ડિંગ છે, જેમાં વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન વિધેયક 2025, પ્રતિભૂતિ બજાર સંહિતા 2025 અને સંવિધાન (129મો સુધારો) બિલ 2024 સામેલ છે. આ બિલોની હાલમાં સંસદીય સ્થાયી અથવા પ્રવર સમિતિઓ તપાસ કરી રહી છે.

06:00 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
3 ફેબ્રુઆરી: રાહુલે કહ્યું- હું વિપક્ષનો નેતા છું, મને બોલવા દેવામાં આવતો નથી

લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું, 'ગઈકાલે મેં આ આર્ટિકલ પર મારું ભાષણ શરૂ કર્યું હતું. સ્પીકર સરે કહ્યું હતું કે તેને ઓથેન્ટિકેટ કરો. હું આજે તેને ઓથેન્ટિકેટ કરી રહ્યો છું. રાહુલે જેવું કહ્યું - મેં ગઈકાલે કહ્યું હતું કે રાષ્ટ્રપતિના ભાષણમાં રાષ્ટ્રીય સુરક્ષાનો મહત્વપૂર્ણ મુદ્દો છે. તેવું જ હોબાળો થવા લાગ્યો. રાહુલ બોલ્યા - મને મંજુરી આપવામાં આવી રહી નથી. હું વિપક્ષનો નેતા છું.

06:00 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
2 ફેબ્રુઆરી: રાહુલ બોલ્યા- ચીની ટેન્ક લદ્દાખ બોર્ડર પહોંચ્યા, શાહ-રાજનાથે ટોક્યા, સ્પીકરે માઈક બંધ કરાવ્યું

લોકસભામાં સોમવારે રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ભારે હંગામો થયો. રાહુલે પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેની અનપબ્લિશ્ડ બુકનો હવાલો આપતા કહ્યું- 4 ચીની ટેન્ક લદ્દાખ બોર્ડર પાસે પહોંચી ગયા હતા. રાહુલના આવું કહેતા જ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પછી ગૃહ મંત્રી શાહે તેમને ટોક્યા. ત્યારબાદ સ્પીકરે નિયમોનો હવાલો આપતા તેમને રોક્યા.

05:59 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
1 ફેબ્રુઆરી: બજેટ 2026-27 રજૂ- ઓપરેશન સિંદૂર પછી સંરક્ષણ બજેટ 15% વધ્યું, ઇનકમ ટેક્સમાં કોઈ ફેરફાર નહીં

નાણા મંત્રી નિર્મલા સીતારમણે રવિવારે બજેટ રજૂ કર્યું. તેઓ સંસદમાં 85 મિનિટ બોલ્યા, પરંતુ સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત કરી નહીં. જોકે, ટેક્સ ફાઇલ કરવામાં સરળતા, રેલવે પ્રોજેક્ટ અને 3 નવા આયુર્વેદિક AIIMS જેવી નવી વાતો કહી છે.

05:59 AM5 ફેબ્રુઆરી 2026
  • કૉપી લિંક
28 જાન્યુઆરી : રાષ્ટ્રપતિએ 45 મિનિટનું ભાષણ આપ્યું, કહ્યું- ઓપરેશન સિંદૂર, VB- જી રામ જી કાયદાના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો

સંસદનું બજેટ સત્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે શરૂ થયું. રાષ્ટ્રપતિએ પોતાની 45 મિનિટની સ્પીચમાં ઓપરેશન સિંદૂર, VB- જી રામ જી કાયદો, દુનિયામાં ભારતની ભૂમિકા જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું કે દેશમાં હાલમાં 150 વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે. ભારત પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. યુરોપિયન યુનિયન સાથેના મુક્ત કરારથી સેવા અને ઉત્પાદન ક્ષેત્રોને પ્રોત્સાહન મળશે. યુવાનોને રોજગારીની તકો પણ મળશે.

    Local News

    Today Weather Update

    Our Group Site Links