Mon, Nov 16, 2026Updated 02:14 PM IST
Google Preferred Source CTA

મેગા એમ્પાયર: 50 વર્ષની ઉંમરે શરૂ કરી અપોલો હોસ્પિટલ:શરૂઆતમાં લોકો મૂર્ખ કહેતા, આજે 140 દેશમાં સારવાર આપે છે; દીકરીઓના હાથમાં કંપનીની કમાન

2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

હાલના દિવસોમાં તમે જોયું હશે કે શહેરમાં મોટી સંખ્યામાં એપોલો ફાર્મસીઓ દેખાવા લાગી છે. આ ચમકદાર સ્ટોર્સ 24 કલાક ખુલ્લા રહે છે. માત્ર દવાઓ જ નહીં, સાબુ, શેમ્પૂથી લઈને બ્યૂટી પ્રોડક્ટ્સ સુધીની દરેક વસ્તુ અહીં મળે છે. તમે ઘરે બેઠાં બેઠાં પણ ઓર્ડર કરી શકો

.

1983માં ચેન્નઈની એક હોસ્પિટલથી શરૂ થયેલી અપોલો આજે 18 હજાર કરોડ રૂપિયાની કંપની કેવી રીતે બની ગઈ? મેગા એમ્પાયરમાંમાં આજે કહાની ભારતની પ્રથમ કોર્પોરેટ હોસ્પિટલ ચેઇન અપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝની ...

પ્રથમ અપોલો હોસ્પિટલ ઈન્દિરા ગાંધીની મદદથી શરૂ કરાઈ હતી

વર્ષ 1979માં ચેન્નઈના ડૉ. પ્રતાપ ચંદ્ર રેડ્ડી પાસે હૃદયરોગનો દર્દી આવ્યો. તેની હાલત ગંભીર હતી. તે સમયે ડો.રેડ્ડી દેશના મોટા કાર્ડિયોલોજિસ્ટ હતા. દર્દીની સારવાર શરૂ થઈ, પરંતુ તેની સ્થિતિમાં સુધારો થતો ન હતો. તે સમયે હાર્ટ સર્જરી માટે દેશમાં સારી સુવિધાઓ નહોતી. ડૉ.રેડ્ડીએ દર્દીને તાત્કાલિક અમેરિકા જવાની સલાહ આપી. આ પહેલા પણ ડો.રેડ્ડીએ ઘણા દર્દીઓને સારવાર માટે અમેરિકા મોકલ્યા હતા. દર્દી અમેરિકા જઈ શક્યો ન હતો અને થોડા દિવસોમાં તેનું મૃત્યુ થયું હતું.

આ પછી ડૉ. રેડ્ડીએ ભારતમાં વધુ સારી હોસ્પિટલો બનાવવાનો નિર્ણય કર્યો. તે સમયે ભારતમાં હોસ્પિટલને વ્યવસાય તરીકે ઓળખવામાં આવતી ન હતી. જેના કારણે ડો.રેડ્ડીને બેંક લોન મળી રહી નહોતી. મેડિકલના સાધનો પર પણ 100% ટેક્સ હતો. ડો.રેડ્ડીએ આ માટે દિલ્હીની લગભગ 50 ચક્કર લગાવ્યા. ઘણા સરકારી અધિકારીઓ અને નેતાઓને મળ્યા. વર્ષ 1982માં કોંગ્રેસ પાર્ટીના નેતા જીકે મૂપનારે તેમની ઈન્દિરા ગાંધી સાથે મુલાકાત કરાવી હતી.

વર્ષ 1983માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની મદદથી ડૉ.રેડ્ડીએ ચેન્નઈમાં પ્રથમ અપોલો હોસ્પિટલ બનાવી. 150 બેડની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરીને, ડૉ. રેડ્ડીએ ભારતની પ્રથમ કોર્પોરેટ હોસ્પિટલ ચેઇન બનાવી.

1983માં સરકારની મદદથી ડૉ.પ્રતાપ ચંદ્ર રેડ્ડીએ ચેન્નઈમાં પ્રથમ હોસ્પિટલ શરૂ કરી.
1983માં સરકારની મદદથી ડૉ.પ્રતાપ ચંદ્ર રેડ્ડીએ ચેન્નઈમાં પ્રથમ હોસ્પિટલ શરૂ કરી.

અપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ લિમિટેડના ફાઉન્ડર અને સીઇઓ પ્રતાપ ચંદ્ર રેડ્ડી કહે છે-

QuoteImage

1980ના દાયકામાં, જ્યારે મેં લોકોને અપોલો હોસ્પિટલ શરૂ કરવા વિશે કહ્યું, ત્યારે બધા મને મૂર્ખ કહેતા. આ મારી તાકાત બની અને 1983માં પ્રથમ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી.

QuoteImage

હોસ્પિટલનું નામ ગ્રીક દેવતા એપોલોના નામ પરથી રાખવામાં આવ્યું હતું

હોસ્પિટલનું નામ ડો. રેડ્ડીની બીજી પુત્રી સુનીતાએ પસંદ કર્યું હતું. સુનિતાએ ડૉ. રેડ્ડીને કહ્યું હતું કે હોસ્પિટલનું નામ ગ્રીક દેવતા એપોલોના નામ પર રાખવું જોઈએ કારણ કે ગ્રીક દેવતા એપોલો મેડિકલ અને વિજ્ઞાન સાથે સંકળાયેલા છે.

વર્ષ 1996માં, એપોલોએ શેરબજારમાં પ્રવેશ કર્યો. આ પછી, નાના શહેરોમાં એપોલો હોસ્પિટલ શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. લાંબા ગાળે કંપનીને આનો ફાયદો થયો.

ટેક્નોલોજીએ સારવાર સરળ બનાવી છે

અપોલો હોસ્પિટલે ટેલિમેડિસિન ફેસિલિટી, ગ્લોબલ કન્સલ્ટન્ટ જેવી સુવિધાઓ પૂરી પાડી છે, જેથી લોકો ફોન અથવા ઓનલાઈન ડોકટરોની સલાહ લઈ શકે અને સારી સારવાર મેળવી શકે. આ ઉપરાંત સારી સારવાર અને દવાઓ માટે રિસર્ચ સેન્ટર પણ બનાવવામાં આવ્યું હતું. કંપની હાઈ ટેક્નોલોજી સારવાર વિકસાવવાના ક્ષેત્રમાં સતત કામ કરી રહી છે.

વર્ષ 1983માં જ ચેન્નઈમાં પ્રથમ અપોલો હોસ્પિટલ સાથે પ્રથમ ફાર્મસી શરૂ કરવામાં આવી હતી. આજે અપોલો ફાર્મસી પાસે 6000થી વધુ આઉટલેટ્સ છે. અપોલો ફાર્મસીમાં દરરોજ 37 હજાર ઓર્ડર આવે છે. આ ફાર્મસી આઉટલેટ્સનો નફો વાર્ષિક ધોરણે 17% વધ્યો છે. આ વર્ષે એપોલો ફાર્મસી બિઝનેસની આવક રૂ. 2,282 કરોડ સુધી પહોંચી ગઈ છે.

દીકરીઓએ જોખમી નિર્ણયો લીધા ડો. રેડ્ડીની ચાર પુત્રીઓ પ્રીતા રેડ્ડી, સુનિતા રેડ્ડી, શોભના કામીનેની અને સંગીતા રેડ્ડી શરૂઆતથી જ અપોલો સાથે સંકળાયેલી હતી. તે કંપનીના પેમ્ફલેટ, હોસ્પિટલ કન્સ્ટ્રક્શન અને ઈન્ટીરિયર ડિઝાઈન જેવાં કામો સંભાળી રહી હતી. વર્ષ 2010માં દીકરીઓએ પૂર્ણ રીતે જવાબદારી સંભાળી લીધી હતી. ફાર્મસી, ઇનોવેશન, મેનેજમેન્ટ અને ફાઇનાન્સ જેવાં ક્ષેત્રોને લગતા મહત્ત્વના નિર્ણયો લીધા.

આ તસવીર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડૉ. પ્રતાપ ચંદ્ર રેડ્ડીની પત્ની અને તેમની ચાર પુત્રીની છે.
આ તસવીર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડૉ. પ્રતાપ ચંદ્ર રેડ્ડીની પત્ની અને તેમની ચાર પુત્રીની છે.

આ ગ્રુપની ત્રીજી પેઢી પણ જવાબદારી સંભાળી રહી છે. ત્રીજી પેઢી આધુનિક ટેક્નોલોજી અને ઈનોવેશન સેક્ટરમાં કામ કરી રહી છે. આમાં શોભના કામીનેનીની પુત્રી અને સાઉથના સુપરસ્ટાર રામ ચરણની પત્ની ઉપાસનાનો પણ સમાવેશ થાય છે. સંગીતા રેડ્ડીની પુત્રીઓ અંજલિ રેડ્ડી અને અરુણા રેડ્ડી મેનેજમેન્ટ સંભાળે છે. પ્રીતા રેડ્ડીનો પુત્ર કાર્તિક નાણાંકીય બાબતો સંભાળે છે. ઉપરાંત, સુનિતા રેડ્ડીની પુત્રી સિન્દૂરી ચાઈલ્ડ કેર સેન્ટરમાં કામ કરે છે.

પિતા ઈચ્છતા હતા કે ડૉ. રેડ્ડી એમબીએ કરે

અપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ લિમિટેડના ફાઉન્ડર અને CEO પ્રતાપ ચંદ્ર રેડ્ડીનો જન્મ 5 ફેબ્રુઆરી 1933ના રોજ આરાગોંડા મદ્રાસમાં થયો હતો. તેઓ વ્યવસાયે કાર્ડિયોલોજિસ્ટ એટલે કે હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે. તેઓ ભારતમાં હેલ્થકેરમાં ક્રાંતિ લાવવા માટે જાણીતા છે. તેઓ તેમના પરિવાર અને ગામમાંથી કોલેજમાં અભ્યાસ કરનાર પ્રથમ વ્યક્તિ હતા. ડો. રેડ્ડીએ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમના પિતા ઈચ્છતા હતા કે તે એમબીએ કરે. જો કે, તે સમયસર ફોર્મ ભરી શક્યા નહોતા અને તેથી તેમને એડમિશન મળ્યું નહીં.

તેમણે સ્ટેનલી મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું. વધુ અભ્યાસ માટે તેઓ બ્રિટન ગયા અને કાર્ડિયોલોજિસ્ટ બન્યા. લગ્ન પછી તેઓ પત્ની અને ચાર દીકરીઓ સાથે અમેરિકા શિફ્ટ થઈ ગયા. પછી એક દિવસ 1971માં, ડૉ. રેડ્ડીના ઘરેથી એક પત્ર આવ્યો અને તેઓ તેમના સમગ્ર પરિવાર સાથે ભારત પાછા ફર્યા.

આ તસવીર 1970ના દાયકાની છે, જ્યારે ડૉ. પ્રતાપ ચંદ્ર રેડ્ડી તેમના પિતાનો પત્ર મળતાં તેમના સમગ્ર પરિવાર સાથે અમેરિકાથી ભારત પરત ફર્યા હતા.
આ તસવીર 1970ના દાયકાની છે, જ્યારે ડૉ. પ્રતાપ ચંદ્ર રેડ્ડી તેમના પિતાનો પત્ર મળતાં તેમના સમગ્ર પરિવાર સાથે અમેરિકાથી ભારત પરત ફર્યા હતા.

આરોગ્યક્ષેત્રમાં તેમનાં સતત સામાજિક કાર્ય માટે તેમને 1991માં પદ્મ ભૂષણ અને 2010માં પદ્મ વિભૂષણ એનાયત કરાયો હતો.

ભારતનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે ડૉ. પ્રતાપ ચંદ્ર રેડ્ડીને પદ્મ વિભૂષણ પુરસ્કાર અર્પણ કર્યો હતો.
ભારતનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે ડૉ. પ્રતાપ ચંદ્ર રેડ્ડીને પદ્મ વિભૂષણ પુરસ્કાર અર્પણ કર્યો હતો.

રિસર્ચ-અનમોલ શર્મા

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links