Mon, Nov 16, 2026Updated 02:16 PM IST
Google Preferred Source CTA

સાપ્તાહિક ભવિષ્યફળ:મેષ, સિંહ અને વૃશ્ચિકના જાતકોની પદોન્નતિ થાય

1 દિવસ પેહલા
  • કૉપી લિંક

જયેશ રાવલ

મેષ (અ. લ. ઈ.) કોઈ પણ સમસ્યાનો ધીરજ અને ખંતથી સામનો કરવાની ત્રેવડ કેળવાશે. ગુરુનું માર્ગદર્શન પ્રાપ્ત થશે. મહેનતનું શુભ ફળ પ્રાપ્ત થશે. આર્થિક રોકાણોમાં સમજી વિચારીને આગળ વધવું. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અનુકૂળતા થશે. સંતાન મદદરૂપ થાય. જાહેરજીવનમાં વધુ પડતી મહત્ત્વાકાંક્ષા ન રાખવી. તા. 15-16-17 આત્મબળ વધે. તા. 21 ઉદ્વેગ.

વૃષભ (બ. વ. ઉ.) નવું વાહન, જમીન કે સ્થિર સંપત્તિ સુખ મળશે. નવી સંભાવનાઓ આપના માટે ઉન્નતિકારક બની શકે છે. નવા પ્રોજેક્ટ ઉપર કામ કરવાથી સારો ફાયદો થશે. બિનજરૂરી ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાથી બચત વધશે. માતૃપક્ષથી ફાયદો થાય. વધુ પડતું વિચારવાથી સ્ટ્રેસ સર્જાશે. તા. 16-17-18 સ્થિરતા. તા. 15 આળસ.

મિથુન (ક. છ. ઘ.) ભાગ્યની નવી દિશા ખૂલવા તરફ પ્રયાણ કરશો. નસીબ યારી આપે. લાંબા કે ટૂંકા અંતરના પ્રવાસ થઇ શકશે. પ્રતિસ્પર્ધામાં ઝડપથી આગળ વધી શકશો. વેતન વૃદ્ધિ માટે હકદાર બનશો. પૈતૃક સંપત્તિ બાબતે લાભ થાય. હિંમત અને સાહસ વધે. વાણીવિલાસ ન કરવો. બિનજરૂરી વાદવિવાદથી બચવું. તા. 19-20-21 પ્રગતિકારક. તા. 16 મનદુઃખ.

કર્ક (ડ. હ.) સંપ અને સૌજન્યસભર વ્યવહાર આપને પ્રગતિમય રાખશે. નાણાકીય દૃષ્ટિએ સ્થિરતા અનુભવી શકશો. આરોગ્ય સુધરશે. રોજિંદા કામકાજમાં અચાનક લાભ થશે. વારસાગત વેપારમાં ફાયદો થશે. નોકરીમાં સ્થિરતા વધશે. વાણી પર અંકુશ રાખવો. વાહન ચલાવતાં સાચવવું. તા. 15-16-17 હર્ષોલ્લાસ. તા. 20 નિરાશાજનક.

સિંહ (મ. ટ.) આત્મવિશ્વાસ બુલંદ બનશે. હાથ પર લીધેલું કાર્ય સફળ થશે. માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. ઉત્સાહ અને ઊર્જાસભર રહેવાશે. ત્વરિત નિર્ણયશક્તિ આપને ફાયદો કરાવશે. નિર્ધારિત લક્ષ્યને પાર પાડી શકશો. રાજકીય ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત થશે. વધુ પડતા અહંકારથી બચવું. વૈવાહિક જીવનમાં વિવાદોથી બચવું. તા. 16-17-18 ભાગ્યવર્ધક. તા. 21 વ્યથાજનક.

કન્યા (પ. ઠ. ણ.) કસોટીની એરણે ઘડાઈને પ્રગતિના માર્ગે આગળ વધી શકશો. વિદેશી બાબતોથી લાભ થાય. સ્પર્ધાત્મક રીતે સફળ થશો. નિકાસલક્ષી વેપારમાં ફાયદો થશે. યાત્રા પાછળ ખર્ચ થાય. બુદ્ધિચાતુર્યનો સારો ઉપયોગ કરી શકશો. ઉદાસ થવાના સમયે મંત્રજાપ અને ધ્યાન સ્થિરતા જાળવવામાં મદદરૂપ થશે. તા. 19-20-21 સંકલ્પસિદ્ધિ. તા. 18 વેદનામય.

તુલા (ર. ત.) એક કરતાં વધુ બાબતો ઉપર ધીરજથી વિચાર કરીને સફળ થશો. આવક ઉપાર્જનના નવા રસ્તા ખૂલશે. મિત્રોની મદદ મળે. ભાગીદારીના બિઝનેસમાં ફાયદો થાય. નોકરિયાતો માટે ઉત્તમ સંજોગો છે. શેરબજારથી ફાયદો થશે. બહારના ખાનપાનથી બચવું. સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી. તા. 19-20-21 સંઘર્ષ બાદ સફળતા. તા. 16 નીરસતા.

વૃશ્ચિક (ન. ય.) નોકરીમાં સ્થિતિ મજબૂત બને. પદોન્નતિ થવાના ચાન્સ રહે. આંતરિક શક્તિઓ જાગૃત થાય. સાહસિકતા બહાર આવે. સુરક્ષા અને સૈન્યમાં કાર્યરત રહેનારાને સફળતા મળશે. મનોબળ મજબૂત બને. પ્રેમાળ વ્યવહારથી લોકહૃદય જીતી શકશો. જાહેરજીવનના વ્યક્તિઓ માટે અનુકૂળ સમય છે. આંખની કાળજી રાખવી. તા. 15-16-17 સ્થિરતા. તા. 19 ઉગ્રતા.

ધન (ભ. ધ. ફ. ઢ.) ભાગ્યબળથી સફળતા પામશો. ધનલાભ થાય. આયાત-નિકાસના વેપારમાં સારો ઉછાળો આવે. વાણીનો પ્રભાવ વધે. વિદેશી બાબતોમાં અર્થલાભ થાય. ધર્મકાર્યમાં રુચિ વધે. પરિવારજનો સાથે સારો સમય પસાર કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સફળતાસૂચક સમય છે. કાર્યસ્થળે નીતિમત્તા જાળવી રાખવી. તા. 15 કંટાળાજનક. તા. 18-19-20 ઉત્કર્ષક.

મકર (ખ. જ.) લાંબા ગાળાના પડતર પ્રશ્નો ઉકેલાય. સ્થિર મિલકતમાંથી ફાયદો થાય. વારસાગત સંપત્તિના વિવાદોનો અંત આવે. મનમાં સ્થિરતા રાખવાથી લક્ષ્ય પ્રાપ્તિમાં સરળતા રહેશે. જીવનસાથીનો સહકાર ઘણી રીતે મદદરૂપ થશે. યોગ, ધ્યાન અને પ્રાર્થના મુશ્કેલીમાં મદદરૂપ થશે. ભાષા પ્રયોગ સાચવીને કરવો. તા. 16-17-21 મક્કમતા. તા. 18 અર્થહીન.

કુંભ (ગ. શ. સ.) પ્રગતિના નવા રસ્તા ખૂલશે અને સારી તક મળશે. નોકરી અને વેપારમાં કામકાજનો સરળતાથી ઉકેલ આવશે. કમાણી વધશે. સંશોધન ક્ષેત્રના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે. વિદેશ જવાની તક સર્જાય. દાંપત્યજીવનમાં તાલમેલ જાળવવો. નામ-જપ સ્મરણ કરવાથી સ્ટ્રેસ નહીં રહે. વિઘ્ન સમયે ધીરજ રાખવી. તા. 17 અરુચિ. તા. 18-19-20 અર્થલાભ.

મીન (દ. ચ. ઝ. થ.) પ્રગતિ અને સફળતા આડે આવતાં વિરોધી પરિબળો દૂર થાય. હિંમત અને કાર્યલક્ષી મક્કમતા વધે. શત્રુસંહારક યોગ બને છે. અટકેલાં નાણાં પરત આવવાના યોગ છે. નેતૃત્વ ક્ષમતા વધે. ગંભીરતાથી નિર્ણય લઈ શકશો. સંતાનની સારી પ્રગતિ થાય. આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. તા. 15-16-17 આનંદમય. તા. 21 કાર્યબોજ.

અહીં આપેલું ભવિષ્ય કથન ચંદ્ર રાશિ આધારિત છે. (તા. 15-11-2026 થી તા. 21-11-2026) સૂર્ય વૃશ્ચિકમાં 16 નવેમ્બર. ગોપાષ્ટમી 17 નવેમ્બર.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links