- Gujarati News
- Magazine
- Rasrang
- Divo Meaning & Symbolism | Gujarati Shabdasaundarya Word Origins
અર્થાત્:શબ્દસૌંદર્ય; દીવો
1 દિવસ પેહલાલેખક: ડૉ. અશોક ચાવડા
- કૉપી લિંક
સં.દીપ પરથી ‘દીવો’. સં. ‘શલ્’ પરથી ‘શલાકા’ અર્થાત્ સળી. ‘દીવાસળી’ અર્થાત્ આગ પેટાવવા છેડે ગંધકમિશ્રિત સળી. દીવો અર્થાત્ બત્તી; ઉજાસ આપી શકે તેવું, ભાગ્યવંત વ્યક્તિ. ‘દીવા જેવું’ અર્થાત્ ‘સ્પષ્ટ’. ‘દીવા પાછળ અંધારું’ અર્થાત્ ‘પ્રતિષ્ઠિત વ્યક્તિના અવસાન બાદ તેના કુટુંબ-વેપાર-કામ ઇત્યાદિની અવ્યવસ્થા; જેનો વંશજ ખરાબ નીવડે તે’. ‘દીવામાં દિવેલ હોય ત્યાં લગી બળે’ અર્થાત્ ‘પૈસો હોય ત્યાં સુધી જાહોજલાલી’. ‘દીવો ગુલ થવો’ અર્થાત્ ‘મરણ પામવું’. ‘દીવો ન રહેવો’ અર્થાત્ ‘સાવ નિર્વંશ થવું’. ‘દીવો મૂકવો’ અર્થાત્ ‘અજ્ઞાનથી દૂર થવું’. દીવો ઊઠવો અર્થાત્ ગુણવિદ્યાએ પ્રસિદ્ધિ પામવી. દીવો મૂકવાનું સ્ટેન્ડ ‘દિવટ’, જે બોલચાલમાં ‘દિવેટ’ અર્થાત્ ‘દીવાની વાટ’.
.
















