Mon, Nov 16, 2026Updated 02:22 PM IST
Google Preferred Source CTA

બકલાવા:ટર્કિશ મીઠાઈનો રોયલ સ્વાદ

12 દિવસ પેહલા
  • કૉપી લિંક

દિવાળીના આ શુભ પર્વ પર ચોમેર મીઠાઈઓની સુવાસ પ્રસરેલી છે, ત્યારે ચાલો આજે એક એવી શાહી મીઠાઈની સફરે નીકળીએ જેણે દેશની સરહદો ઓળંગીને આખા વિશ્વના સ્વાદપ્રિય લોકોનાં હૃદય પર રાજ કર્યું છે. એક સમયે ઓટોમન સામ્રાજ્યના સુલ્તાનોની શાન ગણાતી આ રોયલ પેસ્ટ્રીને નામ આપ્યું છે ‘બકલાવા.’ યુરોપની ખાસ વાનગી છે અને ખાસ તો ઈદ કે રમજાન જેવા પ્રસંગોએ વધારે જોવા મળે, પણ હવે બકલાવા વિશ્વભરમાં વખણાય છે.

યુરોપનો પ્રિય સ્વાદ આઠમી સદી ઈસા પૂર્વેની આસપાસ અસીરિયન સામ્રાજ્યનાં લોકો જેઓ આધુનિક ઈરાક, ઈરાન, કુવૈત, સીરિયા અને તુર્કીના કેટલાક ભાગમાં ફેલાયેલાં હતાં, તેઓ ખાસ પ્રસંગોએ આથા વગરની બ્રેડ-રોટલીની વચ્ચે સમારેલા સૂકા મેવા ભરતા. સદીઓ પછી પ્રાચીન ગ્રીકમાં ‘પ્લેસેંટા કેક’ એક પ્રકારની ડિશ તરીકે ‌વખણાઈ, જેમાં લોટનાં અનેક પડ હોય અને એ પનીર અને મધથી ભરેલાં હોય. જોકે, બકલાવાની શરૂઆત હજારો વર્ષ પહેલાં ઓટોમન સામ્રાજ્ય દરમ્યાન થઈ એવો ઘણી જગ્યાએ ઉલ્લેખ છે. એક સમયે બકલાવા ઓટોમન સામ્રાજ્યની શાન ગણાતી હતી. આજે આપણે યુરોપની વાનગી તરીકે બકલાવાને ઓળખીએ છીએ, જેને ઓટોમન સામ્રાજ્યએ જ લોકપ્રિય બનાવી.

બકલાવા સરઘસ ઓટોમન ખાદ્ય ઈતિહાસકાર મેરી ઈસિને તેમના પુસ્તક ‘શર્બત એન્ડ સ્પાઈસ: ધ કમ્પ્લીટ સ્ટોરી ઑફ ટર્કિશ સ્વીટ્શ એન્ડ ડેઝર્ટ્સ’માં લખ્યું છે- બકલાવાનો સૌપ્રથમ સંદર્ભ રહસ્યવાદી કાયગુસુજ અબ્દાલની એક કવિતામાં મળે છે. કાયગુસુજ ચૌદમી સદીમાં તુર્કીના જાણીતા લોકકવિ હતા. ઓટોમન કાળમાં બકલાવા મીઠાઈ રમજાનનો પવિત્ર હિસ્સો ગણાતી. 1520થી શરૂ થઈને આ પવિત્ર મહિના દરમ્યાન ઓટોમન સુલ્તાન તેને પોતાના સૌથી કુલીન સૈનિકો અને જનિસરીયોંને ભેટ રૂપે આપતા. તેને બકલાવા સરઘસ કહેવાતું. બકલાવાની સેંકડો ટ્રે દરેક દસ જનિસરિયોં (ચૌદમી અને ઓગણીસમી સદી દરમ્યાન સુલ્તાનના રક્ષણ માટે તૈયાર કરાતા ટર્કિશ પાયદળના સભ્ય) માટે મહેલના રસોઈઘરમાં તૈયાર થતી. 2013થી યુરોપમાં બકલાવા મીઠાઈને પ્રતિષ્ઠિત ‘પીજીઆઈ-પ્રોટેક્ટેડ જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન’નો દરજ્જો મળ્યો છે.

વિવિધ પ્રકારના બકલાવા સેવિઝ ડોલમા: એમાં આખી અખરોટ ફિલો પેસ્ટ્રીમાં ડૂબાડાય. (કાગળ જેવો પાતળો પેસ્ટ્રીનો લોટ એટલે ફિલોનો લોટ) કેસ્ટેનેલી: ફિલો પેસ્ટ્રીને કેન્ડિડ ચેસ્ટનટની ચારેકોર વીંટાળી ઉપર ક્રશ કરેલા પિસ્તા ભભરાવામાં આવે. ઓઝેલ: સામાન્ય બકલાવાની જેમ મેવો-મસાલો ડબલ માત્રામાં ભરવામાં આવે છે. ક્રશ કરેલા પિસ્તાને બદલે પિસ્તાના સમારેલા મોટા ટુકડાનો ઉપયોગ કરવામાં આવે. સરાય સરમાસી: ક્રશ કરેલા પિસ્તા અને અખરોટ હોય. વિસ્નેલી: જેમાં મેવાના બદલે અથવા ઘણી વાર મેવાની સાથે ચેરી ભરવામાં આવે. બર્મા: પિસ્તાના લાંબા ટુકડા કરીને ફિલો પેસ્ટ્રીમાં ભરવામાં આવે. પછી એના પાતળી સ્લાઈસ કરવામાં આવે. ડ્યૂરમ: ફિલો પેસ્ટ્રીના એક પડને ક્રશ કરેલા પિસ્તાના મિશ્રણમાં વીંટાળ‌વામાં આવે છે, જેથી પેસ્ટ્રીનો રંગ ઘાટો અને લીલો થાય છે. રંગરૂપમાં બદલાવ સોળમી સદીમાં ઓટોમન સામ્રાજ્ય દરમ્યાન વ્યાપારમાર્ગ અને તીર્થયાત્રા દરમ્યાન બકલાવાનો વધુ ફેલાવો થયો. અલ્જીરિયાથી માંડીને અફઘાનિસ્તાન સુધી મધ્યપૂર્વીય અને ભૂમધ્યસાગરની સંસ્કૃતિઓમાં તેનાં માનપાન વધ્યાં. જેમ જેમ બકલાવા વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યાં તેમ તેનાં રંગરૂપ પણ બદલાતાં ગયાં. ગ્રીકવાસીઓ માટે બકલાવા પોર્ટોકાલોપિટાની જેમ જ પ્રખ્યાત ડેઝર્ટ છે જે મધમાં ડૂબાડેલું હોય. આ મધવાળી એટલે કે સિરપવાળી મીઠાઈઓને તેઓ સિરોપિયાસ્ટા સિરપ તરીકે પણ ઓળખે છે. અર્મેનિયાઈ બકલાવામાં અખરોટ ભરવામાં આવે છે અને તેજપત્તાં અને લવિંગનો મસાલો હોય છે. સિરપ પણ દરેક દેશમાં અલગ હોય છે. આજે બકલાવા વિશ્વભરનાં લોકોની જાણીતી અને માનીતી વાનગી બની ગઈ છે. કદાચ એટલે જ ઘણી બધી વાર તેની ઉત્પત્તિ બાબતે વિવાદ પણ થાય છે. ખાસ કરીને ગ્રીક અને તુર્કી વચ્ચે થતો બકલાવાનો વિવાદ કોઈથી અજાણ્યો નથી.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links