- Gujarati News
- Local
- Rahul Gandhi Came To Ahmedabad Again
ઇવનિંગ ન્યૂઝ બુલેટિનઆ વર્ષે ચોમાસું જમાવટ બોલાવશે:હવામાન વિભાગે ગુડ ન્યૂઝ આપ્યા, રાહુલ ગાંધી ફરી ગુજરાતમાં, ગીરમાં તથ્યકાંડ જેવો અકસ્માત
- કૉપી લિંક

કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ
6 દિવસમાં રાહુલ ગાંધીની બીજી ગુજરાત મુલાકાત. કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ થયો. જિલ્લા અને મહાનગરોના 41 પ્રમુખ નક્કી કરવા માટે કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક કરી. 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ થશે.
17 વર્ષના રત્નકલાકારની નશેડીએ હત્યા કરી
સુરતના કાપોદ્રામાં નશેડીએ 17 વર્ષના રત્નકલાકારની હત્યા કરી નાખી છે. રણચંડી બનેલી મહિલાઓએ આરોપીને ફાંસીની માગ કરી તો પિતાએ રડતાં રડતાં બે હાથ જોડી ન્યાયની માગ કરી.
યાત્રાના રજિસ્ટ્રેશનના પહેલા દિવસે જ ધાંધિયા
રાજ્યમાં અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનના પહેલા જ દિવસે ધાંધિયા થયા. 100 -100 લોકોનું રજિસ્ટ્રેશનનું કહી સુરતમાં માત્ર 25 લોકોનું જ રજિસ્ટ્રેશન કરાવ્યું, જેને લઈને લોકો રોષે ભરાયા. તો રાજકોટમાં પણ સર્વર ડાઉન થતાં મોડીરાતથી લાઈનોમાં લાગેલા લોકોને હાલાકી ભોગવવી પડી.
દ.ગુજરાતના મુસ્લિમોએ કર્યો UCCનો વિરોધ
UCCમાં વાંધાઅરજીનો આજે છેલ્લો દિવસ. દક્ષિણ ગુજરાતના મુસ્લિમોએ ગાંધીનગરમાં ડે. કલેક્ટરને 96,165 વાંધાઅરજી આપી કહ્યું હતું કે UCC શરિયત ઇસ્લામિક કાયદાના વિરોધમાં છે.
તથ્યકાંડ જેવી જ બીજી ઘટના બની
કોડીનાર-સુત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઊભેલા લોકોને ડમ્પરે ઉડાડ્યા, જેમાં બે લોકોનાં મોત થયાં છે, જ્યારે 7 ઘાયલ થયા છે. ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે થયેલા અકસ્માતને જોવા માટે ટોળું ઊભુ હતું અને અકસ્માત સર્જાયો.
દત્તક લીધેલાં ગામોની મુલાકાતે પહોંચ્યા એસ. જયશંકર
વિદેશમંત્રી એસ. જયશંકર નર્મદા જિલ્લાનાં દત્તક લીધેલાં ગામોની મુલાકાતે પહોંચ્યા. રૂ.11.66 કરોડનાં વિકાસકામોની ભેટ આપી; કહ્યું- હું લોકોની મુશ્કેલીઓ સાંભળી એને દૂર કરવા પ્રયાસો કરી રહ્યો છું.
પાણી માટે લોકોનું હિંસક આંદોલન
વડોદરામાં પાણી માટેનું અહિંસક આંદોલન ઉગ્ર બન્યું: મહિલા-પુરુષોએ માટલાં સાથે મૌન રેલી યોજી. આ દરમિયાન ઘર્ષણ થતાં પોલીસે ટીંગાટોળી સાથે 20થી વધુની અટકાયત કરી.
જૂની જેલ કમ્પાઉન્ડમાં ભયંકર આગ
ભુજના સરપટ નાકા પાસે આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગી. પોલીસે જપ્ત કરેલાં વાહનો આગની ચપેટમાં આવતાં ધડાકા - ભડાકા સંભળાયા. તો ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા.
સિરપકાંડના આરોપીના ઘરમાં થઈ ચોરી
નડિયાદના કપડવંજમાં ચોરના ઘરમાં ચોરી થઈ. સિરપકાંડના મુખ્ય આરોપીના ઘરમાંથી એક કરોડથી વધુની ચોરી થઈ. પુત્રને ઓસ્ટ્રેલિયા મોકલવા અને પતિને જેલમાંથી છોડાવવા રાખેલી રોકડ અને દાગીના તસ્કરો ઉઠાવી ગયા.
રાજ્યમાં ચોમાસું સામાન્યથી વધારે રહેશે
આકરી ગરમી વચ્ચે આઇએમડીએ રાજ્ય માટે રાહત આપતી આગાહી કરી. ગુજરાતમાં આ વર્ષે સામાન્યથી વધુ વરસાદ પડશે.
















