- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- Vadodara Congress Protest Against Milk Price Hike & Inflation | Baroda Dairy
કોંગ્રેસનો બરોડા ડેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ:વડોદરામાં દૂધના ભાવ વધારા અને મોંઘવારી સામે શહેર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, દૂધનો ભાવ પાછો ખેંચવા માંગ
- કૉપી લિંક

વડોદરા શહેરમાં દૂધના ભાવમાં થયેલા વધારા અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની વધતી મોંઘવારીના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બરોડા ડેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાની હેઠળ યોજાયે
પ્રાથમિક જરૂરિયાતની વસ્તુના ભાવમાં સતત વધારો વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, દૂધ જેવી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુના ભાવમાં સતત વધારો થવાથી સામાન્ય જનતા પર આર્થિક બોજ વધી રહ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અને અન્ય નેતાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, ડેરી દ્વારા માત્ર દૂધના ભાવમાં જ વધારો કરવામાં નથી આવ્યો, પરંતુ તેની સામે દૂધના જથ્થામાં પણ ઘટાડો કરવામાં આવી રહ્યો છે, જે ગ્રાહકો સાથે અન્યાય સમાન છે. આ નિર્ણયને કારણે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે.
ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વડોદરા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ પાર્વતીબેન રાજપૂત સહિતના મહિલા અગ્રણીઓએ મોંઘવારીના મુદ્દે ગૃહિણીઓને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દૂધ ઉપરાંત અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, જેના કારણે સામાન્ય પરિવારો માટે ઘરનું બજેટ જાળવવું અને ગુજરાન ચલાવવું અત્યંત કઠિન બન્યું છે. મહિલા મોરચાના સભ્યોએ આ ભાવ વધારાને ગૃહિણીઓના બજેટ પર સીધો પ્રહાર ગણાવ્યો હતો.
દૂધનો ભાવ પાછો ખેંચવા માંગ વિરોધ પ્રદર્શનના અંતે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ માંગ કરી હતી કે બરોડા ડેરીના સંચાલકો અને સરકાર દ્વારા પ્રજાના હિતમાં નિર્ણય લઈને દૂધના વધારેલા ભાવ તાત્કાલિક પરત ખેંચવામાં આવે. જો આગામી સમયમાં આ અંગે કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો શહેર કોંગ્રેસ દ્વારા આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. કાર્યક્રમમાં કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષી, આગેવાન ભીખાભાઈ રબારી સહિતના મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















