- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- DDO Forms Inquiry Committee After Reports Of Scam In Group Gram Panchayat
જૂથ ગ્રામ પંચાયતમાં કૌભાંડના અહેવાલ બાદ DDOએ તપાસ સમિતિ રચી:જેતપુરના ભાણપુરી-વાંકીમાં કાગળ ઉપર બતાવેલા રોડ, તળાવ, સ્મશાનની તપાસ
- કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લાના જેતપુર-પાવી તાલુકાના ભાણપુરી અને વાંકી જૂથ ગ્રામ પંચાયતમાં સરકારી યોજનાઓના નામે તળાવ, સ્મશાનની સંરક્ષ દિવાલ, આર.સી.સી રોડ અને બોરવેલ મોટરના કામો માત્ર કાગળ પર દર્શાવ્યાં હોવાનો ખુલાસો ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં થયો હતો. જે બાદ તાલુ
બુધવારે 5 સભ્યોની ટીમે સવારથી સાંજ સુધી સ્થળ તપાસ કરી તથ્યો ચકાસ્યા હતાં. જેમાં કેટલાં કામો થયા, કેટલાં બિલો ચૂકવાયા, કેટલી ગ્રાન્ટ મંજૂર કરાઇ, કઇ યોજનામાંથી મંજૂરી અપાઇ જેવા તમામ મુદ્દાઓની તપાસ કરી ટીમ રિપોર્ટ તૈયાર કરી જિલ્લા વિકાસ અધિકારીને સોંપશે.

દિવ્ય ભાસ્કરે ગતરોજ ભાણપુરી-વાંકી ગ્રામ જૂથ પંચાયતમાં સરકારી યોજનાઓ હેઠળ કેટલાક કામો માત્ર કાગળ પર દર્શાવ્યાં હોવાનો ખુલાસો આર.ટી.આઇ હેઠળ મળેલી માહિતીમાં થયો હતો. જે અંગેના ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં ભાણપુરી ગામમાં જે તળાવનું અસ્તિત્વ જ નથી, તેવા તળાવને ઊંડું કરવાનું કામ કાગળ પર દર્શાવ્યું છે. ગામના સ્મશાનની સંરક્ષણ દિવાલનું કામ કાગળ પર પૂર્ણ કર્યુ તેવું સર્ટિફિકેટ પણ ઇશ્યૂ કરી દીધું અને ત્યાં પહોંચવા માટે આર.સી.સી રોડ પણ માત્ર કાગળ પર દર્શાવી ગ્રાન્ટની ફાળવણી કાગળ પર બતાવી દીધી છે.
બીજી તરફ વાંકી ગામે રહેતા નાયકા રાયસીંગભાઇના ઘર સુધી રૂ.97,694નો આર.સી.સી રોડ તૈયાર થયો અને કમ્પ્લિશન સર્ટિફિકેટ પણ બની ગયું છે. સરકારી યોજનાઓની ગ્રાન્ટની ફાળવણી વિવિધ કામો માટે થઇ પરંતુ કામો માત્ર કાગળ પર જ હોવાનું ખુલતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
5 સભ્યોની તપાસ સમિતિની ટીમમાં આ અધિકારીઓ
- મદદનીશ તાલુકા વિકાસ અધિકારી
- વિસ્તરણ અધિકારી પંચાયત
- મદદનીશ ઇજનેર
- એ.પી.ઓ મનરેગા
- બ્લોક કોઓર્ડિનેટર એસ.બી.એમ
રિપોર્ટ તૈયાર કરી જિલ્લા વિકાસ અધિકારીને સુપરત કરાશે તળાવવાળી બાબતમાં વર્ક ઓર્ડરમાં ભાણપુરી ગ્રામ પંચાયત છે, એનું સમાવિષ્ટ ગામ છે વાંકી, મનરેગાના કામોની શરૂઆત ગ્રામ સભાથી થાય, વર્કઓર્ડરમાં વાંકી લખવાનું રહી ગયું છે. ભાણપુરીમાં તળાવ નથી અને ત્યાં કોઇ કામ મંજૂર થયું નથી એવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સ્મશાનના કામમાં વહિવટી મંજૂરી મળી નથી એટલે કામ નામંજૂર થયું હતું. ટીમ હજી સ્થળ પર તપાસ કરી રહીં છે, જે કામોના પેઇમેન્ટ થયા છે તેની તપાસ કરી રિપોર્ટ તૈયાર કરી જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવશે. > યોગેશ બારિયા, ટીડીઓ જેતપુર-પાવી
















