- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Vapi Youth Suspicious Death In Palsana | Surat News
મિત્રોને મળવા આવેલા વાપીના યુવકનું શંકાસ્પદ મોત:પરિવારે શોધખોળ કરતા કાર પાસે બેઠેલો મળ્યો, નશામાં ભૂલથી દવા ખાઈ લીધી હોવાનું કહ્યું'તું
- કૉપી લિંક

સુરતના પલસાણા વિસ્તારમાં મિત્રોને મળવા આવેલા 20 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. પરિવારના જણાવ્યા મુજબ, યુવકે ડ્રિંક કર્યું હતું અને નશાની હાલતમાં ભૂલથી કોઈ દવા ખાઈ લેતા તેની તબિયત લથડી હતી. વાપી ખાતે મિનરલ વોટરનો વ્યવસાય કરતા યુવકન
વાપીથી મિત્રોને મળવા પલસાણા આવ્યો હતો યુવક મૃતક 20 વર્ષીય રાહુલલાલ રોશનલાલ ખટીક પરિવાર સાથે અગાઉ 7-8 વર્ષ પલસાણામાં રહેતો હતો, પરંતુ છેલ્લા 2 મહિનાથી તેઓ વાપીમાં મિનરલ વોટરનો બિઝનેસ સેટઅપ કરીને રહેતા હતા. પરમદિવસે રાત્રે રાહુલ પોતાના મિત્રોને મળવા માટે પલસાણા આવ્યો હતો. પરિવારના કહેવા મુજબ, રાત્રે તેના ભાઈ કમલેશ સાથે ફોન પર વાત થતા તેણે પોતે નાઈટમાં હોવાનું અને ડ્રિંક કર્યું હોવાનું જણાવ્યું હતું. બીજા દિવસે સવારે 9:30 વાગ્યે "અડધા કલાકમાં નીકળું છું" તેમ કહ્યા બાદ તેનો ફોન અચાનક બંધ થઈ ગયો હતો.
કાર પાસેથી નશાની હાલતમાં મળી આવ્યો ફોન સ્વીચ ઓફ આવતા ચિંતિત થયેલા ભાઈ કમલેશે પલસાણા ખાતે રહેતા પોતાના જીજાજીને તપાસ કરવા જણાવ્યું હતું. શોધખોળ દરમિયાન અર્ટિગા (અલ્ટો) કારના દરવાજા ખુલ્લા જોવા મળ્યા હતા અને તેની આસપાસ તપાસ કરતા રાહુલ બેઠેલો મળી આવ્યો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર, તેણે વધુ પડતું ડ્રિંક કર્યું હોવાથી તે ભાનમાં નહોતો અને પૂછપરછ કરતા તેણે ભૂલથી કોઈ દવા ખાઈ લીધી હોવાનું જણાવ્યું હતું.
મૃતકના ભાઈ કમલેશ ખટીકનું નિવેદન સમગ્ર ઘટના અંગે મૃતકના ભાઈ કમલેશ ખટીકે જણાવ્યું કે, રાત્રે વાત થઈ ત્યારે તેણે ડ્રિંક કર્યું હતું. સવારે 9:30 વાગ્યે વાત થયા બાદ તેનો ફોન બંધ થઈ ગયો હતો. મારા જીજાજીએ શોધખોળ કરી તો ગાડી ખુલ્લી હાલતમાં પડી હતી અને રાહુલ નશામાં બેઠેલો મળ્યો હતો. તેને પૂછતા તેણે કહ્યું કે, ભાઈ મેં દવા ખાઈ લીધી છે. પહેલા શિવમ હોસ્પિટલ, પછી સંજીવની અને ત્યારબાદ સુરત સિવિલ લઈ ગયા, જ્યાં સવારે 4 વાગ્યે તેણે શ્વાસ છોડી દીધા. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
















