Mon, Nov 16, 2026Updated 02:08 PM IST
Google Preferred Source CTA

મોડી રાતે ચા-પાનના ગલ્લાઓએ સર્જેલું ન્યુસન્સ હવે ચાલશે નહીં:પાલિકાની નાઈટ રેડમાં 440 લારીઓની તપાસ, નિયમભંગ કરનારા 70 વેપારીઓને નોટિસ

સુરત2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

સુરતના વિવિધ વિસ્તારોમાં મોડી રાત સુધી ચાલતા ચા-પાનના ગલ્લાઓ અને લારીઓ હવે જો જાહેરમાં કચરો ફેંકશે તો એ માટે કડક કાર્યવાહી થઈ રહી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ન્યુસન્સ ડીટેકશન સામે રાત્રિ સ્ક્વોડ ઉભું કરી દંડ અને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી

.

ઝુંબેશ દરમિયાન કુલ રૂ. 1,05,100નો વહીવટી દંડ વસૂલાયો આ તપાસ દરમિયાન આરોગ્ય વિભાગે 100 કિલોગ્રામ અખાદ્ય ખાદ્ય પદાર્થોનો નાશ કર્યો હતો. ઉપરાંત 46 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી, નિયમભંગ કરનારા 70 વેપારીઓને નોટિસ ફટકારી હતી. સમગ્ર ઝુંબેશ દરમિયાન કુલ રૂ. 1,05,100નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આકસ્મિક નાઈટ વિઝિટ અને કડક કાર્યવાહી શનિવારની રાતે આરોગ્ય અધિકારી ડો. પ્રદીપ ઉમરીગરે વિવિધ વિસ્તારોમાં અચાનક નાઈટ વિઝિટ કરી હતી. દરમ્યાન પણ ચાલ્યું કે ઘણા ચા-પાનના ગલ્લાઓ અને હાટડીઓ મોટાપાયે કચરો રસ્તા પર ફેંકી જાહેરમાં ન્યુસન્સ ઉભું કરી રહ્યાં છે. જેના પગલે તરત જ તમામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારીઓને આદેશ આપી આ લારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ વિસ્તારોમાં લારીઓ અને પાનના ગલ્લાઓ સીલ પાલિકા દ્વારા આ ઝુંબેશમાં ઉધના ઝોન-એમાં દેવકી નંદન રોડ પર આવેલા પાનના એક ગલ્લાને સીલ કરાયો હતો તેમજ વરાછા ઝોન-એમાં સહારા દરવાજાથી કાંગારૂ સર્કલ સુધીની ત્રણ ચાની લારીઓ પણ બંધ કરાવી દેવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે ચેતવણી આપી છે કે, જો કોઈ વ્યાપારી ફરીથી ન્યુસન્સ સર્જશે તો વધુ કડક પગલાં લેવામાં આવશે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links