- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Surat Diamond Industry Reopens; High Demand Cuts Diwali Vacation
હીરા ઉદ્યોગમાં નવા વર્ષના શ્રીગણેશ:તેજીને પગલે 25ને બદલે માત્ર 7 દિવસનું વેકેશન, 251 કેરેટના 2,111 ગ્રીન હીરાથી 'શુભ-લાભ' અંકિત કરી કામની શરૂઆત
- કૉપી લિંક

સુરતના ડાયમંડ ઉદ્યોગમાં દિવાળી વેકેશન બાદ આજથી ફરી કામકાજનો ધમધમાટ શરૂ થયો છે. વૈશ્વિક બજારમાં લેબગ્રોન ડાયમંડની જોરદાર ડિમાન્ડ અને તેજીના માહોલને પગલે આ વર્ષે સામાન્ય રીતે અપાતા 21થી 25 દિવસના વેકેશનને બદલે માત્ર 7 દિવસનું જ ટૂંકું વેકેશન જાહેર કરવા
પાછલા 4 વર્ષની સરખામણીમાં વૈશ્વિક ડિમાન્ડમાં ઉછાળો હીરા ઉદ્યોગમાં પાછલા 4 વર્ષની સરખામણીમાં આ વર્ષે લેબગ્રોન ડાયમંડની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આગામી ક્રિસમસ અને લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને અમેરિકા, યુરોપ અને ચાઇના સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાંથી મોટા પાયે ઓર્ડર મળી રહ્યા છે. વિદેશી બજારોની સાથે-સાથે ભારતમાં પણ CVD અને લેબગ્રોન ડાયમંડનું ચલણ ઝડપથી વધ્યું છે, જેના કારણે કારખાનાઓ વહેલા શરૂ કરવાની ફરજ પડી છે.
સામાન્ય વ્યક્તિ પણ ખરીદી શકે તેટલા કિફાયતી હીરા નેચરલ માઈન્ડ ડાયમંડની સરખામણીમાં લેબગ્રોન ડાયમંડની કિંમત ઘણી ઓછી હોવાથી ગ્રાહકોનો ઝુકાવ આ તરફ વધ્યો છે. સસ્ટેનેબલ અને અત્યંત કિફાયતી હોવાથી હવે સામાન્ય મધ્યમવર્ગીય વ્યક્તિ પણ સરળતાથી હીરાના દાગીના ખરીદી અને પહેરી શકે છે. હાલ સોનાના ભાવ આસમાને છે ત્યારે નેચરલ હીરાની તુલનામાં માત્ર 5થી 10 ટકા કિંમતે મળતા ગ્રીન ડાયમંડ જ્વેલરી માર્કેટમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
રત્નકલાકારો માટે નવું વર્ષ શુભ સાબિત થવાની શક્યતા બજારમાં સતત વધી રહેલી ડિમાન્ડ અને પ્રોડક્શનમાં થઈ રહેલા વધારાને કારણે આ નવું વર્ષ રત્નકલાકારો માટે પણ અત્યંત શુભ અને ફળદાયી સાબિત થવાની પૂરી શક્યતા છે. લાંબા સમયની મંદી બાદ હવે લેબગ્રોન ડાયમંડના કારખાનાઓ પૂરજોશમાં શરૂ થતા કારીગરોને પૂરતું કામ અને સારી રોજગારી મળી રહેશે, જેનાથી સમગ્ર હીરા ઉદ્યોગમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમેરિકા, યુરોપ, ચાઈમાં CVD ડાયમંડનું ચલણ વધ્યુંઃ જીતેશ પટેલ ગ્રીન લેબ ડાયમંડના માલિક જીતેશ પટેલે જણાવ્યું કે, સામાન્ય રીતે હીરા ઉદ્યોગમાં 21થી 25 દિવસનું વેકેશન હોય છે, પરંતુ વૈશ્વિક ડિમાન્ડ ખૂબ સારી હોવાથી આ વર્ષે અમે માત્ર 7 દિવસનું જ વેકેશન રાખ્યું છે. અમેરિકા, યુરોપ, ચાઈના અને ભારતમાં CVD ડાયમંડનું ચલણ ખૂબ વધ્યું છે. 251 કેરેટના 2,111 હીરાથી 'શુભ-લાભ' લખીને નવા વર્ષની શરૂઆત કરી છે. આજે સોનું મોંઘું છે ત્યારે નેચરલ હીરાની તુલનાએ 5થી 10 ટકા કિંમતે મળતા આ હીરા પહેરવાથી 'સોને પે સુહાગા' જેવી ચમક આવે છે. પ્રોડક્શન વધવાથી રત્નકલાકારો માટે આ વર્ષ ઉજળી તક સાબિત થશે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















